દીકરીએ લગ્ન પહેલા યોજાયેલી સંગીત સંધ્યામાં પોતાના માતા પીતા માટે ગીત પર કર્યું એવું પર્ફોમન્સ કે બેઠેલા મહેમાનોની આંખો પણ ભરાઈ આવી.. જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

દીકરીએ લગ્ન પહેલા યોજાયેલી સંગીત સંધ્યામાં પોતાના માતા પીતા માટે ગીત પર કર્યું એવું પર્ફોમન્સ કે બેઠેલા મહેમાનોની આંખો પણ ભરાઈ આવી.. જુઓ વીડિયો

લગ્ન પહેલા જ દીકરીએ સૌને રડાવી દીધા, સંગીત સેરેમનીમાં સ્ટેજ પર આ ગીત પર કર્યો એવો ડાન્સ કે જોઈને બધા જ રડવા લાગ્યા.. વાયરલ થયો વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા વીડિયો પણ સામે આવતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને ક્યારેક હસવું આવી જાય તો ક્યારેક આંખોના પોપચાં પણ ભીના થઇ જતા હોય છે. ત્યારે હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સામાન્ય રીતે આપણે જોયું છે કે લગ્ન એ ખુશીનો પ્રસંગ છે. પરંતુ જયારે કન્યા વિદાયની ક્ષણ આવે છે ત્યારે સૌની આંખોમાં આંસુઓ છલકાતા જોવા મળે છે. જે ઘરમાં દીકરીએ પોતાનું આખું જીવન વિતાવ્યું હોય અને લગ્ન બાદ જયારે પતિના ઘરે તેને પોતાનું કાયમી સરનામું બનાવવાનું હોય ત્યારે દીકરીને પણ એ ઘર છોડવાનું દુઃખ થતું જોવા મળે છે.

આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં પણ એક એવી જ ઘટના જોવા મળે છે. વીડિયો વિદાયનો નથી. પરંતુ લગ્ન પહેલા યોજાયેલ સંગીત સંધ્યાનો છે. જેમાં જે દીકરીના લગ્ન છે તે સ્ટેજ પર એવું પર્ફોમન્સ આપે છે કે તે જોઈને ત્યાં હાજર મહેમાનોની આંખો પણ છલકાઈ ઉઠે છે અને બધા જ રડવા લાગે છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કન્યા “તુજ મેં રબ દિખતા હે” ફિલ્મના ટાઇટલ સોન્ગ પર પર્ફોમન્સ કરી રહી છે. જો કે આ ગીત તેને તેના પતિને નહિ પરંતુ તેના માતા પિતાને અર્પણ કર્યું છે અને ગીતના સેડ વર્ઝન પર તે સ્ટેપ કરે છે. ત્યારે ત્યાં હાજર મહેમાનો પણ રડવા લાગે છે. દીકરીના આ પર્ફોમન્સને જોઈને કોઈની પણ આંખો ભીની થઇ જાય અને એટલે જ આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે.

Uma Thakor

disabled