મંડપની અંદર જ વર-કન્યાને સુઝ્યો રોમાન્સ, બધાની સામે જ કરી દીધું તસતસતું ચુંબન, વીડિયો થયો વાયરલ, જુઓ - Chel Chabilo Gujrati

મંડપની અંદર જ વર-કન્યાને સુઝ્યો રોમાન્સ, બધાની સામે જ કરી દીધું તસતસતું ચુંબન, વીડિયો થયો વાયરલ, જુઓ

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે, સાથે જ સોશિયલ મીડિયામાં પણ લગ્નની તસવીરો અને વીડિયોની વણઝાર ચાલી રહી છે, ઘણા વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ હેરાન રહી જાય છે તો ઘણા વીડિયોમાં લગ્નમાં થતી ધમાલ મસ્તી જોઈને લોકો પેટ પકડીને હસવા પણ લાગી જાય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તમે પણ હેરાન રહી જશો.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક કપલ લગ્ન મંડપમાં જ રોમાન્ટિક થતું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરરાજા કન્યાના ગળામાં મંગળસૂત્ર બાંધી રહ્યો છે, ત્યારે જ કન્યા રોમાન્ટિક થઇ રહી છે, વરરાજાનો ચહેરો કન્યાના ચહેરાની એકદમ નજીકમાં છે, ત્યારે કન્યાને આ દરમિયાન રોમાન્સ સૂઝે છે અને વરરાજાના ગાલ પર એક તસતસતું ચુંબન કરી દે છે.

આ ઘટના બાદ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરરાજા પણ આ બાબતથી અજાણ હતો કે કન્યા તેને આ રીતે ચુંબન પણ કરી દેશે. કન્યાના ચુંબન કર્યા બાદ વરરાજા શરમાતો જોવા મળે છે, ત્યારે આસપાસ ઉભેલા લોકોના ચહેરા પર પણ આ દૃશ્ય જોઈને એક સ્માઈલ આવી જાય છે. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ સમગ્ર ઘટના કોઈએ પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધી જેના બાદ આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. સાથે જ ઘણા લોકો કોમેન્ટ કરીને પણ આ વર કન્યાના પ્રેમી પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે. તો ઘણા લોકોને વરરાજાના શરમાળ પણાના પણ વખાણ કરી રહ્યા છે.

Uma Thakor

disabled