વેબ સીરીઝ તો ખાલી નામથી બદનામ છે, બોલિવુડની આ ફિલ્મોએ તો બોલ્ડનેસની બધી જ હદ કરી દીધી છે પાર - Chel Chabilo Gujrati

વેબ સીરીઝ તો ખાલી નામથી બદનામ છે, બોલિવુડની આ ફિલ્મોએ તો બોલ્ડનેસની બધી જ હદ કરી દીધી છે પાર

Top 5 Bold Movies: ઓટીટીના યુગમાં બોલ્ડ, ઇન્ટિમેટ, ગાલી-ગલોચ અને હિંસા જેવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે. આ બધાને કારણે ઘણી વેબ સિરીઝને પણ વિવાદોનો સામનો કરવો પડ્યો છે. જો તમે વિચારી રહ્યા છો કે બોલ્ડનેસ અને નિખાલસતા ફક્ત વેબ સિરીઝમાં જ બતાવવામાં આવે છે, તો તમે ખોટા છો.બોલિવૂડની એવી ઘણી ફિલ્મો પણ છે જેમાં ઈન્ટીમેટ અને બોલ્ડ સીન ખુલ્લેઆમ ફિલ્માવવામાં આવ્યા હતા. આ સીન જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યારે હોબાળો મચી ગયો હતો.

1. લિપસ્ટિક અન્ડર માય બુરખા- ઈન્ટીમેટ સીન આપવા માટે કલાકારો સ્ક્રીન પર પોતાના કપડા ઉતારતા બિલકુલ અચકાતા નથી, પછી તે પુરુષ હોય કે સ્ત્રી. OTT અને બોલિવૂડમાં આવી ઘણી બધી ફિલ્મો છે અને આમાંથી જ એક છે ‘લિપસ્ટિક અંડર માય બુરખા’.2016માં રીલિઝ થયેલી આ ફિલ્મ દર્શકોનો પ્રેમ તો મેળવી શકી ન હતી પરંતુ ફિલ્માવવામાં આવેલા અંતરંગ દ્રશ્યો માટે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ફિલ્મના ઇન્ટિમેટ સીન સોશિયલ મીડિયા પર લીક થઇ ગયા હતા, જેના કારણે મેકર્સને ભારે વિવાદનો સામનો કરવો પડ્યો હતો.

2. બાબુમોશાય બંધૂકબાઝ- બોલિવૂડના જાણીતા કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘બાબુમોશાય બંધૂકબાઝ’એ પણ તેના બોલ્ડ સીન્સ અને અપશબ્દોને કારણે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી. ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન શૂટ કરવામાં આવ્યા હતા, જેની વીડિયો ક્લિપ ઈન્ટરનેટ પર લીક થઈ હતી. અભિનેત્રી બિદિતા બાગ દ્વારા શૂટ કરાયેલા સીનને લઈને ઘણો વિવાદ થયો હતો.

3. રંગ રસિયા- અભિનેત્રી નંદના સેન અને અભિનેતા રણદીપ હુડ્ડા અભિનીત વિવાદાસ્પદ ફિલ્મ ‘રંગ રસિયા’ની રિલીઝને લઈને નિર્માતાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મ તો તૈયાર હતી પરંતુ બોલ્ડ સીન્સને કારણે તેને રિલીઝ કરવી મુશ્કેલ બની રહી હતી. જો કે ફિલ્મમાંથી કેટલાક સીન હટાવ્યા બાદ 2014માં રિલીઝ થઈ હતી.

4. સાહેબ બીવી ઔર ગેંગસ્ટર- રણદીપ હુડ્ડાની આ ફિલ્મ બોલ્ડનેસના કારણે વિવાદમાં આવી હતી. અભિનેત્રી માહી ગિલ સાથે તેની ફિલ્મ ‘સાહિબ બીવી ઔર ગેંગસ્ટર’માં ઘણા બોલ્ડ સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા, જેણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી હતી. ઈન્ટરનેટ પર ઘણા સીન પણ લીક થયા હતા, જેના કારણે મેકર્સ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

5. અનારકલી ઓફ આરા- અભિનેત્રી સ્વરા ભાસ્કર જે પોતાની ફિલ્મો કરતા વધારે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે તે બોલિવૂડની અન્ય અભિનેત્રીઓથી બોલ્ડનેસમાં ઓછી નથી. તેણે પોતાની ફિલ્મ ‘અનારકલી ઓફ આરા’માં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા, જેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વિવાદનું કારણ બની ગયો હતો. આ ફિલ્મમાં સ્વરાનો એક સીન હતો જે ઈન્ટરનેટ પર લીક થઈ ગયો હતો.

Live 247 Media

disabled