આ 10 અભિનેત્રીઓના પતિ છે અરબોપતિ, જીવે છે એકદમ શાહી જીવન - Chel Chabilo Gujrati

આ 10 અભિનેત્રીઓના પતિ છે અરબોપતિ, જીવે છે એકદમ શાહી જીવન

વાહ શું નસીબ લઈને આવી છે આ 10 હિરોઈન, અરબોપતિ મર્દ સાથે કર્યા લગ્ન અને આવા જલસા કરે છે

બૉલીવુડ એક એવી દુનિયા છે જે તમારી કિસ્મતને રાતો રાત બદલી નાખવાની તાકાત ધરાવે છે. આપણે ઘણા અભિનેતા અને ઘણી અભિનેત્રીઓની લાઈફ સ્ટાઇલ જોઈ છે. તેમના લક્ઝુરિયસ જીવનને પણ આપણે જોયું છે. બોલીવુડમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમને ફિલ્મી પડદા ઉપર ભલે સફળતા મળી હોય કે ના મળી હોય, પરંતુ પારિવારિક જીવનમાં આ બોલીવુડના કારણે જ એક શાહી જીવન મળ્યું છે. આજે તમને એવી જ 10 અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમના પતિ અરબોપતિ છે.

1. રવીના ટંડન અને અનિલ થડાની: બોલીવુડની એક ખ્યાતનામ અભિનેત્રી રવીના ટંડને ફિલ્મોમાં પોતાના અભિનય અને દેખાવથી આગવું નામ બનાવ્યું છે. રવીના ટંડને ઉદેપુર જગ મંદિર પેલેસમાં ફિલ્મ વિતરક અનિલ થડાની સાથે લગ્ન કર્યા છે. અનિલ એક વિલક્ષણ ફિલ્મ વિતરક છે અને મુંબઈ પ્રોડક્શન હાઉસમાં તેનું મોટું નામ છે.

2. જુહી ચાવલા અને જય મહેતા: અભિનેત્રી જુહી ચાવલાનું નામ પણ બોલીવુડમાં ખુબ જ પ્રખ્યાત છે તેને જય મહેતા સાથે લગ્ન કર્યા છે. જય મહેતાએ યશ બિડલાની બહેન સુજાતા બિડલા સાથે લગ્ન કર્યા હતા જેનું 1990માં એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું. જય મહેતા એક બિઝનેસમેન છે. અને તેમનો કારોબાર આફ્રિકા, ભારત, કેનેડા અને અમેરિકામાં પણ ફેલાયેલો છે.

3. સેલિના જેટલી અને પીટર હૈગ: સેલિના જેટલી બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેના લગ્ન ધનવાન ઓસ્ટ્રિયાઈ પીટર હૈગ સાથે થયા છે. પીટર “એમ્માર હોસ્પિટાલિટી ગ્રુપ”ના ડાયરેક્ટર છે અને દુબઇ અને સિંગાપુરના ઘણી હોટેલ ચેનના માલિક છે.

4. અમૃતા અરોડા અને શકીલ લદાક: અભિનેત્રી અમૃતા અરોડાએ શકીલ લદાક સાથે લગ્ન કર્યા છે. જે મેરિયટ અને પુણેના કોર્ટયાર્ડનો મલિક છે. તે રેસ્ટોરન્ટ સમૂહનો નિર્દેશક પણ છે. શકીલ સાથે લગ્ન કર્યા બાદ અમૃતા 10 સૌથી અમીર પતિઓમાં જોવા મળી હતી.

5. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા: બોલીવુડની ખુબ જ ખ્યાતનામ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. રાજ કુન્દ્રા દેશના એક અગ્રણી બિઝનેસમેન છે. તેમજ તેમનો કારોબાર વિદેશમાં પણ ફેલાયેલો છે. રાજ કુંદ્રાના વૈભવની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થાય છે.

6. શ્રીદેવી અને બોની કપૂર: અભિનેત્રી શ્રીદેવી આજે તો હયાત નથી, પરંતુ તેના અભિનય અને સુંદરતના આજે પણ લાખો લોકો દીવાના છે. તેને બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. બોની કપૂરની કુલ સંપત્તિ અરબો ડોલરમાં છે. જેના કારણે શ્રીદેવી પણ એક વૈભવી જીવન જીવતી હતી.

7. અસીન અને રાહુલ શર્મા: સાઉથની ફિલ્મોમાં પોતાની નામના વધારીને બોલીવુડમાં પણ જેને પોતાના અભિનય દ્વારા નામ વધાર્યું એવી આસીને માઇક્રોમેક્સના સહ-સંસ્થાપક રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા છે. રાહુલની નેટવર્થ 100 મિલિયન ડોલરથી પણ વધારે છે.

8. કિમ શર્મા અને અલી પુંજાની: કિમ શર્માએ વર્ષ 2000માં આવેલી ફિલ્મ મોહબ્બતે દ્વારા પોતાના અભિનય અને સુંદરતાનો જાદુ પાથર્યો હતો, પરંતુ ફિલ્મોમાં તેને એટલી પ્રતિષ્ઠા મળી નહીં. તેને કેન્યાના બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કરી લીધા. 2010માં આ બંનેના લગ્ન થયા હતા. અને 2017માં બંને અલગ થઇ ગયા.

9. વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર: બોલીવુડમાં અભિનેત્રી વિદ્યા બાલનનું પણ ખુબ જ મોટું નામ છે. તેને યુટીવી મોશન પિકચર્સના સીઈઓ સિદ્ધાર્થ રોય કપૂર સાથે ડિસેમ્બર 2012માં લગ્ન કરી લીધા. લગ્ન પહેલા તે બંને એકબીજાને ડેટ કરતા હતા.

10. આયશા ટાકિયા અને ફરહાન આજ઼મી: અભિનેત્રી આયશા ટાકિયાએ કેટલીક સારી ફિલ્મો આપી, પરંતુ તે છતાં પણ બોલીવુડમાં તેનું કેરિયર વધારે ચાલ્યું નહીં. તે ચાર વર્ષ સુધી સમાજવાદી પાર્ટીના નેતા અબુ આજ઼મીના દીકરા ફરહાન આજ઼મી સાથે ડેટ કરતી રહી અને છેલ્લે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

Live 247 Media

disabled