ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ 9 ટોપ સ્ટાર્સ રાખે છે ઘરમાં સૌથી સસ્તી કાર, ત્રીજું નામ તો ચોંકાવી દેશે - Chel Chabilo Gujrati

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ 9 ટોપ સ્ટાર્સ રાખે છે ઘરમાં સૌથી સસ્તી કાર, ત્રીજું નામ તો ચોંકાવી દેશે

કોઈની પાસે છે નેનો કાર તો કોઈ ચલાવે છે મહીન્દ્ર્રા જીપ, જુઓ તસ્વીરો

બોલીવુડના કિરદારો પોતાની આલીશાન અને લગ્ઝરીયસ  લાઈફસ્ટાઈલને લીધે ખુબ જાણવામાં આવે છે. આ કલાકાર પણ મોંઘી મોંઘી વસ્તુઓ રાખવાના શોખીન પણ છે. એવામાં આજે અમે તમને એવા અભિનેતાઓ અને અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ કરોડોની સંપત્તિના માલિક છે અને એકથી એક શાનદાર ગાડીઓ રાખવાના શોખીન છે છતાં પણ તેઓ આ સમયમાં પણ સસ્તી ગાડીઓ ચલાવવામાં માને છે. આવો તો જણાવીએ આવા કલાકારો વિશે.

1. નાના પાટેકર:
69 વર્ષના અને કરોડોની સંપત્તિના માલિક એવા અભિનેતા નાના પાટેકર જો કે પહેલાથી જ સાધારણ જીવન જીવવામાં માને છે. નાના પાસે પણ એક થી એક શાનદાર અને કરોડની ગાડીઓ છે છતાં પણ પાટેકરજી એક સામાન્ય માણસની જેમ મહિન્દ્રા મેજર ચલાવવાનું પસંદ કરે છે અને આ ગાડીનું નિર્માણ ભારતમાં ઘણા સમય પહેલા જ બંધ થઇ ચૂક્યું છે.

2. ફાતિમા શના શેખ:
દંગલ ગર્લ ફાતિમા શના શેખ હાલ બોલિવુડમાં પોતાનું નામ બનાવવાની કોશિશ કરી રહી છે. ફાતિમા સસ્તી ગાડી ટાટા હેરિયેર ચલાવે છે જેની કિંમત 13 થી 20 લાખ રૂપિયા છે.

3. અનિલ કપૂર:
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જક્કાસ અભિનેતા અનિલ કપૂર આ ઉંમરે પણ યુવાન દેખાય છે અને આજના અભિનેતાઓને પણ ફિટનેસની બાબતમા ટક્કર આપે છે. અનિલ કપૂર સૌથી ધનવાન અભિનેતાઓમાંના એક છે અને તેની પાસે એકથી એક કરોડો રૂપિયાની ગાડીઓ છે. છતાં પણ અનિલ કપૂર 12 લાખની ટાટા સફારી ગાડીમાં ફરવાનું વધારે પસંદ કરે છે.

4. બિપાશા બાસુ:
બ્લેક બ્યુટી એવી બિપાશા બાસુ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. બિપાશા ટોયોટા ફોર્ચ્યુનર ગાડી ચલાવવાનું પસંદ કરે છે જની કિંમત 28 થી 36 લાખ રૂપિયા છે.

5. જ્હોન અબ્રાહમ:
પોતાના એક્શન અને દમદાર બોડીથી દર્શકોનું દિલ જીતનારા અભિનેતા જ્હોન અબ્રાહમ બાઈક્સ અને કારના ખુબ જ શોખીન છે. છતાં પણ જ્હોન મોટાભાગે મારુતિ જીપ્સીમાં ફરવું વધારે પસંદ કરે છે, જેની કિંમત માત્ર 5 લાખ રૂપિયા છે.

6. દિશા પટની :
પોતાની અદાકારી, સુંદરતા અને ફિટનેસથી દરેકને દીવાના બનાવનારી અભિનેત્રી દિશા પટનીએ  આ મુકામ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે, દિશા હંમેશા ચેવરોલેટ ક્રુઝ ગાડીમાં જ જોવા મળે છે જેની કિંમત માત્ર 8 થી 12 લાખ રૂપિયા જ છે.

7. જૈકી શ્રોફ:
બોલીવુડના ભીડુ એવા જૈકી શ્રોફ આલીશાન જીવન જીવે છે અને કરોડોની સંપત્તિના માલિક છે જો કે ગાડીઓની બાબતમાં તેને મોંઘી ગાડીઓનો બિલકુલ પણ શોખ નથી. જૈકી શ્રોફ ટોયોટા ઇનોવાની સવારી કરવી વધારે પસંદ કરે છે જેની કિંમત માત્ર 12 થી 20 લાખ રૂપિયા જ છે.

8. ગુલ પનાગ:
ડોર અને જુર્મ જેવી ફિલ્મોમાં અભિનય કરનારી ગુલ પનાગ પણ સસ્તી મહિન્દ્રા સ્ક્રોર્પિયોમાં ફરવાનું પસંદ કરે છે. આ કારને તેણે પોતાની જાતે મોડીફાઇ કરાવી હતી.

9. કિમ શર્મા:
ફિલ્મ મોહબ્બતેંની અભિનેત્રી કિમ શર્મા પણ લગ્ઝરીયસ જીવન જીવવામાં માને છે પણ તે ઘણીવાર ટાટા નેનો ચલાવાતી પણ જોવામાં આવી છે, જેનું વેંચાણ હાલ માર્કેટમાં બંધ થઇ ગયું છે.

 

yc.naresh

disabled