બોલિવુડના આ 10 સ્ટાર્સ થયા નશાની લતના શિકાર, જાણો - Chel Chabilo Gujrati

બોલિવુડના આ 10 સ્ટાર્સ થયા નશાની લતના શિકાર, જાણો

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્સ ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે આજે તમને અમે જણાવા જઇ રહ્યા છીએ એવા બોલિવુડ સ્ટાર્સ વિશે જેમને નશાની લત છે અથવા તો હતી. કેટલાક સ્ટાર્સનું તો તેમના નશાની લતને કારણે કરિયર પણ બરબાદ થઇ ગયુ હતું, તો કોઇ સમય સાથે સચેત થઇ ગયુ હતું.

1.રણબીર કપૂર
બોલિવુડ અભિનેતા રણબીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, તેેઓ જયારે એક્ટિંગ સ્કૂલમાં હતા તે સમયથી જ તેમણે સ્મોકિંગ શરૂ કરી દીધી હતી. ઘણીવાર શુટિંગ દરમિયાન સ્મોકિંગ કરતા તેમને જોવામાં આવ્યા છે.  તેમણે એ પણ કહ્યુ કે, તેમની ફિલ્મ “રોકસ્ટાર”માં તેમણે કેટલાક દ્રશ્યોની શુટિંગ નશો કરીને કરી હતી. પરંતુ નશો તેમના પર હાવી થઇ જતો એ પહેલા તેમણે કંટ્રોલ કરી લીધો.

2.સંજય દત્ત
બોલિવુડના જાણિતા અભિનેતા સંજય દત્તના નશાની લતના તો બધા વાકેફ જ હશે. તમને જણાવી દઇએ કે, સંજય દત્તે તેમના જીવનના લગભગ 10-12 વર્ષ નશામાં વીતાવ્યા. તેમને નશાની એટલી હદે લત લાગી હતી કે તેઓને આગળ પાછળ કોઇ જ દેખાતુ  ન હતુ. પિતા સુનીલ દત્તે તેમની સારવાર માટે તેમને અમેરિકા મોકલ્યા ત્યારે જઇને તેમને નશાની લતથી છુટકારો મળ્યો અને તેઓ તેમના જીવનમાં પાછા આવી ગયા. હાલ તેઓ ખૂબ જ ખુશ અને સુખી જીવન જીવી રહ્યા  છે.

3.કપિલ શર્મા
આપણે બધા જ કોમેડિયન કપિલ શર્માના જીવનના ઉતાર-ચઢાવ વિશે જાણીએ જ છીએ. આજે કપિલ શર્મા વૈશ્વિક સેલિબ્રિટી બની ગયા છે. તેમને દારૂની ખરાબ લત લાગી ગઇ હતી. તેમણે તેમના કરિયરને બરબાદ કરી નાખ્યુ હતુ. બાદમાં તેઓ એક પુનર્વસન કેન્દ્રમાં સામેલ થઇ ગયા અને શાનદાર વાપસી કરી.

4.ધર્મેંદ્ર
બોલિવુડની હીમેન ધર્મેંદ્રને નશાની ખરાબ લતછે તેઓ લિમિટ કરતા ધારે દારૂ પીતા તા. આ ખરાબ આદતને કારણે તેઓ ફિલ્મી દુનિયાની રેસથી બહાર થઇ ગયા હતા. પરંતુ ધીરે ધીરે તેમણે તેમના સ્વાસ્થ્યની ચિંતા કરી, વર્ષ201માં તેમણે નશો છોડી દીધો.

5.ફરદીન ખાન
બોલિવુડના સૌથી હેન્ડસમ અભિનેતા તરીકે જાણિતા ફરદીન ખાનનુ નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. ફરદીને પણ નશાની લતને કારણે તેમનું કરિયર બરબાદ કરી નાખ્યુ અને આજે પણ તેઓ ફિલ્મ જગતથી દૂર છે. તેમનું શરીર પણ ઘણુ વજનદાર થઇ ગયુ છે.

6.પ્રતીક બબ્બર
ફિલ્મ “જાને તુ યા જાને ના” સાથે એક સનસનીખેજ શરૂઆત કરનાર પ્રતીક બબ્બરને બોલિવુડમાં સૌથી હોનહાર અભિનેતાઓમાના એક ગણવામાં આવતા હતા. જો કે, તેમણે તેમની વ્યક્તિગત સમસ્યાઓને કારણે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યુ. તેમણે મારિજુઆના સાથે શરૂઆત કરી પરંતુ બાદમાં કોકીન અને એસિડ પણ લીધું.

7.જાવેદ અખ્તર
પ્રસિદ્ધ પટકથા લેખક જાવેદ અખ્તરે મીડિયા સાથે વાતચીતમાં તેમની દારૂની લત વિશે વાત કરી હતી. તેમણે કહ્યુ, લોકો ઘણીવાર કહેતા હતા કે, મને કોઇ પસ્તાવો નથી. પરંતુ મને પસ્તાવો છે. હું વાસ્તવમાં માનુ છુ કે, આટલા વર્ષોમાંથી મેં 10 વર્ષ પીવામાં બરબાદ કરી દીધા. હું એ વર્ષોનો ઉપયોગ કરી શકતો હતો, જેને મેં મારા સમગ્ર જીવનમાં વીખેરી દીધા.

8.પૂજા ભટ્ટ
બોલિવુડ અભિનેત્રી પૂજા ભટ્ટ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમણે પણ દારૂની લતને કારણે કરિયર બરબાદ કરી દીધું. તેની અસર તેમની ખૂબસુરતી પર પણ પડી અને આજે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે.

9.મનીષા કોઇરાલા
90ના દાયકાની સુપરહિટ અભિનેત્રી મનીષા કોઇરાલાનું ફિલ્મી સફર સાતમા આસમાન પર રહ્યુ છે. પરંતુ ડ્રગ્સ અને દારૂના નશામાં ડૂબીને તેનું કરિયર બરબાદ ચૂકી હતી. નશાની લતને કારણે તેમને ઓવેરિયન કેંસર સાથે જંગ લડવી પડી. કેંસરની બીમારી વિશે ખબર પડ્યા બાદ મનીષાએ નશાથી પૂરી રીતે દૂરી બનાવી લીધી. લાંબા સમય બાદ તેમણે ફિલ્મ “સંજૂ”થી બોલિવુડમાં વાપસી કરી હતી.

10.હની સિંહ
બોલિવુડના જાણિતા સિંગર હની સિંહનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. એક સમયે હની સિંહે તેમના ગીતોથી બોલિવુડમાં ધૂમ મચાવી દીધી હતી.  પરંતુ તેમને નશાની એવી લત લાગી હતી કે તેનાથી તેમના કરિયર પર અસર પડી, પરંતુ તે બાદ હની સિંહેે આ લત પર ઘણો કંટ્રોલ કર્યો અને ફરી બોલિવુડમાં ધમાકેદાર વાપસી કરી.

Live 247 Media

disabled