આ છે બોલિવુડના 10 એવા સ્ટાર્સ જેમણે કર્યુ ધર્મ પરિવર્તન, જાણો આ સ્ટાર્સ વિશે - Chel Chabilo Gujrati

આ છે બોલિવુડના 10 એવા સ્ટાર્સ જેમણે કર્યુ ધર્મ પરિવર્તન, જાણો આ સ્ટાર્સ વિશે

સાવ આવી હાલત? 6 નંબર વિશે જાણીને બોલીવુડ ફેન્સ દુઃખી દુઃખી થઇ જશે

આપણા દેશમાં ઘણી જગ્યાએ ધર્મ એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. ધર્મ પરિવર્તન એ એક અભ્યાસ છે જેને છેલ્લા કેટલાક દાયકાથી ઘણો સ્વીકાર કરવામાં આવ્યો છે. કહેવાય છે ને કેે પ્રેમ કોઇ જાત કે કોઇ ઘર્મ જોઇને નથી થતો. કોઇ ઊંચ નીચના ભેદભાવ પણ પ્રેમમાં દેખાતા નથી. દેખાય છે તો એ ફક્ત પ્રેમ…

બોલિવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ધર્મ પરિવર્તન કર્યું. તો આવો જાણીએ એ બોલિવુડ સ્ટાર્સ વિશે જેમણે કર્યુ ધર્મ પરિવર્તન…

1.નરગિસ દત્ત
તેમના જમાનાની ખૂબસુરત અને મશહૂર અદાકારા રહી ચૂકેલા નરગિસ મુસ્લિમ હતા. તેમને સુનિલ દત્ત સાથે પ્રેમ થઇ ગયો હતો. સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા બાદ તેમણે ધર્મં બદલી નાખ્યો અને હિંદુ ધર્મ અપનાવી લીધો. તે બાદ તેમણે તેમનું નામ નરગિસથી નિર્મલા દત્ત કરી દીધું.

 

2.શર્મિલા ટૈગોર
શર્મિલા ટૈગોર ભારતના ફિલ્મ જગતની એક દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક છે. તેમણે બંગાળી સિનેમા સાથે સાથે “કાશ્મીર કી કાલી”, “એન ઇવનિંગ ઇન પેરિસ”, “આરાધના” જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. તે 70માં દાયકાની સૌથી મશહૂર અભિનેત્રીઓમાંની એક હતી. તેમણે પટૌડીના નવાબ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મંસૂર અલી ખાન પટૌડી સાથે નિકાહ કર્યા હતા. ત્યાર બાદ તેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને નામ બદલીને બેગમ આયશા સુલ્તાના કરી દીધું. જો કે, તેમને આજે પણ લોકો શર્મિલા ટૈગોરના નમથી ઓળખે છે.

3.દિવ્યા ભારતી
શુટિંગ દરમિયાન બોલિવુડ અભિનેત્રી દિવ્યા ભારતીને પ્રોડયુસર સાજિદ નડિયાદવાલા સાથે પ્રેમ થઇ ગયો હતો. માત્ર 19 વર્ષની ઉંમરમાં સાજિદ સાથે લગ્ન કરીને તેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને સના નડિયાદવાલા બની ગઇ હતી. જો કે, લગ્નના 1 વર્ષ બાદ તેમનું નિધન થઇ ગયું હતું.

 

4.હેમા માલિનીઅને ધર્મેંદ્ર
ધર્મેંદ્રના લગ્ન બોલિવુડમાં આવતા પહેલા જ થઇ ગયા હતા. અહીં આવ્યા બાદ તેમને હેમામાલિની સાથે પ્રેમ થઇ ગયો. જયારે તેમની પહેલી પત્નિ પ્રકાશ કૌરે તેમને છૂટાછેડા આપવા માટે ના કહી દીધું ત્યારે તેમણે હેમા માલિની સાથે લગ્ન કર્યા અને બંનેએ મુસ્લિમ ઘર્મ અપનાવ્યો.

 

5.નગમા
નગમાએ બોલિવુડમાં પોતાના અભિનયથી કરિયરની શરૂઆત કરી હતી. બોલિવુડની કેટલીક મોટી ફિલ્મોમાં અને અને અન્ય ભાષાઓમાં અભિનય કર્યો. નગમાના જૈવિક પિતા અરવિંદ પ્રતાપ સિંહ મોરારજી હતા. જે જેસલમેરના એક શાહી હિંદુ રાજપૂત પૃષ્ઠભૂમિથી આવ્યા હતા. જો કે, તેમણે ઇસાઇ ધર્મને અપનાવ્યો હતો.


6.અમૃતા સિંહ
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા પહેલા અમૃતા સિંહ શીખ હતી. સૈફ સાથે લગ્ન કરીને તેઓએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો. સૈફના માતા-પિતાએ અમૃતાને શિખ અપનાવવા માટે ના પાડી હતી. અમૃતા અને સૈફના લગ્ન 13 વર્ષ સુધી ચાલ્યા હતા અને તે બાદ બંને અલગ થઇ ગયા હતા. તલાક બાદ અમૃતા સિંહે શિખ ધર્મ પાછો અપનાવ્યો કે નહિ તેની પુષ્ટિ થઇ નથી.


7.મહેશ ભટ્ટ
મહેશ ભટ્ટે બીજા લગ્ન સોની રાજદાન સાથે કર્યા હતા. આ માટે તેમણે ઘર્મ બદલીને ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. મહેશ ભટ્ટ અને સોની રાજદાનની 2 દીકરીઓ શાહીન ભટ્ટ અને આલિયા ભટ્ટ છે.


8.એ.આર.રહેમાન
અલ્લાહ રહમાનને લોકો એ.આર.રહેમાનના નામથી ઓળખે છે. તેઓ એક ભારતીય સંગીતકાર, ગાયક અને સંગીત નિર્માતા છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, તેમનો જન્મ 6 જાન્યુઆરી 1967ના રોજ એક હિંદુ, એ.એસ દિલીપ કુમારના રૂપમાં થયો હતો. રહેમાન 1989માં ઇસ્લામ ધર્મમાં પરિવર્તિત થઇ ગયા. આ જ કારણ છે તેમનું નામ અલ્લા રક્ખા રહેમાન છે. તેમના પિતા હિંદુ હતા અને માતા ઇસ્લામ.


9.હેજલ કીચ
હેજલ કીચે ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા છે. લગ્ન માટે હેજલે શિખ ધર્મ અપનાવ્યો હતો. હેજલ કીચનું નામ ગુરબસંત કૌર પણ છે. એક બ્રિટીશ મોરીશસ ફિલ્મ અભિનેત્રી અને મોડલ હેજલ કીચ જે ભારતીય ચેલિવિઝન કાર્યક્રમો અને ફિલ્મોમાં પણ જોવા મળી છે. લગ્ન બાદ તેણે નામ બદલીને ગુરબસંત કૌર નામ કરી દીધું હતું.

10.મોનિકા

હિંદુ અભિનેત્રીના ઇસ્લામ ધર્મમાં અચાનક પરિવર્તનથી સ્પોટલાઇટમાં વધારે કંઇ આવ્યુ નહતું. તેમણે મુસ્લિમ કપડા પહેરી બુરખા સાથે મીડિયાને સૂચન કર્યું હતું.

Live 247 Media

disabled