બોલિવુડની આ 7 અભિનેત્રીઓ કરી ચૂકી છે અંડરવર્લ્ડ ગેંગસ્ટર્સને ડેટ, કોઇએ કર્યા લગ્ન તો કોઇએ છોડ્યો દેશ - Chel Chabilo Gujrati

બોલિવુડની આ 7 અભિનેત્રીઓ કરી ચૂકી છે અંડરવર્લ્ડ ગેંગસ્ટર્સને ડેટ, કોઇએ કર્યા લગ્ન તો કોઇએ છોડ્યો દેશ

આ લિસ્ટમાં છેલ્લી હિરોઈન તો એવી છે જેને જોઈને ભલભલાને સુહાગરાત માનવાનું મન થઇ જાય, જોઈ લો લિસ્ટ

બોલિવૂડ અને અંડરવર્લ્ડ વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. ગ્લેમરથી કોણ આકર્ષિત થવા નથી માંગતું. બોલિવૂડમાં અંડરવર્લ્ડની દખલ સૌથી પહેલા હાજી મસ્તાનના સમયગાળા દરમિયાન જોવા મળી હતી. તેને બોલિવૂડ સ્ટાર્સ સાથે ઉઠવા-બેસવાનો ખૂબ શોખ હતો. તેણે બોલિવૂડની જ સંઘર્ષશીલ અભિનેત્રી સાથે લગ્ન કર્યા. બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ પોતાના કરિયરની ટોચ પર હતી ત્યારે જ અંડરવર્લ્ડના સંપર્કમાં આવી અને પછી તેમની આખી કારકિર્દી ખતમ થઈ ગઈ.

કેટલાકે તો દેશ પણ છોડી દીધો. પ્રેમ કોઈ અવરોધ સ્વીકારતો નથી, પરંતુ જો તમે એવી વ્યક્તિ સાથે પ્રેમમાં પડો જે સમાજ અને દેશ માટે આદર્શ વ્યક્તિ નથી, તો શું થાય ? ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓએ અંડરવર્લ્ડ માફિયાના પ્રેમમાં પડીને તેમની કારકિર્દી અને જીવન બરબાદ કરી દીધું. બોલિવૂડની એક અભિનેત્રીને તો જેલમાં પણ જવું પડ્યું હતુ. જ્યારે એક અભિનેત્રી ડ્રગ રેકેટના કેસમાં આરોપી બની.

મોનિકા બેદીઃ મોનિકા બેદીએ સલમાન ખાન, સુનીલ શેટ્ટી અને ગોવિંદા જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું, પરંતુ જ્યારે અંડરવર્લ્ડ ડોન અબુ સલેમ સાથેના તેના સંબંધોનો ખુલાસો થયો ત્યારે બધા ચોંકી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો અને અબુ સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત દુબઈમાં એક ઈવેન્ટ દરમિયાન થઈ હતી.

અબુએ બિઝનેસમેન બનીને મોનિકા સાથેની નિકટતા વધારી હતી. મોનિકા અને અબુની 2002માં પોલીસે નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને પોર્ટુગલમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી. 2005માં તેને ભારતને સોંપવામાં આવી. બે વર્ષ જેલમાં રહ્યા બાદ મોનિકાને 2007માં મુક્ત કરવામાં આવી હતી.

મંદાકિનીઃ ‘રામ તેરી ગંગા મૈલી’થી ફેમસ થયેલી મંદાકિની અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના પ્રેમમાં પડી ગઈ હતી. બોલિવૂડમાં તેનું ભવિષ્ય સારું હતું, પરંતુ દાઉદ સાથેનો ફોટો વાયરલ થતાં તેની કારકિર્દી પર ગ્રહણ લાગી ગયું હતું. 1996માં આવેલી તેની ફિલ્મ રિલીઝ થયા બાદ તે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ હતી.

બોલિવૂડમાં મંદાકિનીનું કરિયર બહુ નાનું રહ્યુ પણ માત્ર એક જ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ તેને કરિયરમાં જે સફળતા અપાવી, કદાચ ઘણી ફિલ્મો કર્યા પછી પણ તે એટલી લોકપ્રિય ન થઇ શકી. દાઉદ સાથેની તેની નિકટતાની તેની કારકિર્દી પર ખરાબ અસર પડી અને વર્ષ 1996 પછી અચાનક ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.

મમતા કુલકર્ણી– મમતા કુલકર્ણી 90ના દાયકાની સૌથી સુંદર અભિનેત્રી હતી. તેણે પોતાના કરિયરમાં ઓછી ફિલ્મોમાં કામ કર્યું પણ તેણે તે ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સ્ટાઇલથી બધાને દિવાના બનાવી દીધા. એ સમયે અભિનેત્રીની સુંદરતા સામે મોટી-મોટી અભિનેત્રીઓની ચમક ઝાંખી પડતી હતી. પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે મમતા કુલકર્ણીનું નામ ગેંગસ્ટર સાથે જોડાવા લાગ્યું. તેનું નામ ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે ચર્ચામાં હતું.

વર્ષ 2017માં થાણે પોલીસે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. બાદમાં, અભિનેત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેનો વલણ આધ્યાત્મિકતા તરફ વળ્યો છે અને હવે તે નવેસરથી જીવન જીવી રહી છે. તેનું નામ છોટા રાજનના પાર્ટનર વિકી ગોસ્વામી સાથે જોડાયું અને બંને રૂપિયા 2000 કરોડના ડ્રગ રેકેટ કેસમાં આરોપી છે.

હિના કૌસરઃ ફિલ્મ નિર્દેશક કે. આસિફની પુત્રી હિના કૌસર 70ના દાયકાની અભિનેત્રી રહી ચુકી છે. 1991માં તેણે ગેંગસ્ટર ઈકબાલ મિર્ચી સાથે લગ્ન કર્યા ત્યારે તે ચર્ચામાં આવી હતી. તેણીએ ફિલ્મી કારકિર્દી છોડી દીધી અને ઈકબાલ મિર્ચી સાથે યુકેમાં સ્થાયી થઈ. રિપોર્ટ્સનું માનીએ તો ઈકબાલ મિર્ચીનું 2013માં નિધન થયું હતું. હિના કૌસર યુકેમાં જ રહે છે. ઇકબાલના મૃત્યુ પછી પણ તે ભારત પાછી ન આવી અને જીવનની અંતિમ ક્ષણ યુકેમાં વિતાવવાનો નિર્ણય કર્યો.

અનીતા અયુબ: અનીતા અયુબ એક પાકિસ્તાની અભિનેત્રી છે જે દાઉદ ઈબ્રાહિમની નજીક હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે પાકિસ્તાની નિર્દેશક જાવેદ સિદ્દીકીએ અનિતા અયુબને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવાનો ઇનકાર કર્યો ત્યારે તે દાઉદની ગોળીઓનો શિકાર બની હતી. અનિતાએ થોડો સમય બોલિવૂડમાં પણ કામ કર્યું હતું.

સોનાઃ અભિનેત્રી સોનાનો દેખાવ દિવંગત અભિનેત્રી મધુબાલા જેવો જ હતો અને ડોન હાજી મસ્તાન મધુબાલાના દિવાના હતા. તે મધુબાલાને તો ન મળી શક્યો પણ તે તેના જેવી દેખાતી અભિનેત્રી સોના સાથે પ્રેમમાં પડ્યો અને તેની સાથે લગ્ન કર્યા. જ્યારે સોના મસ્તાન મિર્ઝાએ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે લોકો તેને નવા જમાનાની મધુબાલા તરીકે ઓળખતા હતા.

તેનું કારણ એ હતું કે તેનો દેખાવ મધુબાલા સાથે ઘણો મળતો આવતો હતો અને તત્કાલીન અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાન મધુબાલાને ખૂબ પ્રેમ કરતો હતો. સોના તે સમયે સંઘર્ષ કરતી અભિનેત્રી હતી અને તેને મોટા બજેટની ફિલ્મો મળતી નહોતી. હાજી સાથે લગ્ન પછી તેનું જીવન બદલાઈ ગયું. જણાવી દઈએ કે બંનેનો પ્રેમ અજય દેવગનની ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈમાં બતાવવામાં આવ્યો હતો.

જાસ્મીન ધુન્ના- જાસ્મીનને 1988માં આવેલી ફિલ્મ વીરાનાથી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેની ક્યૂટનેસે બધાના દિલ જીતી લીધા હતા. તેૉમની ભૂમિકા અલૌકિક ઘટનાઓથી પ્રેરિત હતી અને આ ડ્રામા ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ તે તેની એકંદર કારકિર્દીમાં કંઈ ખાસ કરી શકી નથી. ધીમે-ધીમે તેમના વિશે નકારાત્મક સમાચાર આવવા લાગ્યા. ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે તેના રોમાંસના અહેવાલો હતા. આ તે સમય હતો જ્યારે તે અચાનક ગાયબ થઈ ગઈ અને લાઈમલાઈટથી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ.

Live 247 Media

disabled