બોલિવુડની આ 11 અભિનેત્રીઓએ અમીર વ્યક્તિ સાથે કર્યા લગ્ન, જાણો આ અભિનેત્રીઓ વિશે - Chel Chabilo Gujrati

બોલિવુડની આ 11 અભિનેત્રીઓએ અમીર વ્યક્તિ સાથે કર્યા લગ્ન, જાણો આ અભિનેત્રીઓ વિશે

આ રૂપનો અંબાર સુંદર સુંદર અભિનેત્રીઓએ ધનવાન મર્દ શોધ્યા લગ્ન માટે, જુઓ

બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રી છે જેમણે ધનવાન વ્યક્તિને પોતાના જીવનસાથી બનાવ્યા. ભવિષ્યને સુરક્ષિત કરવા કોઇએ લોકપ્રિય વ્યવસાયિક ટાયકૂન સાથે લગ્ન કર્યા તો કોઇએ સફળ અને જાણિતા બિઝમેન સાથે લગ્ન કર્યા.

તો, આવો જાણીએ આ અભિનેત્રીઓ વિશે જેણે અમીર વ્યક્તિ સાથે લગ્ન કર્યા.

1.શિલ્પા શેટ્ટી
બોલિવુડની ખૂબસુરત અને ફિટ અભિનેત્રીઓમાંની એક શિલ્પાએ જાણીતા બિઝનેસમેન અને આઇપીએલમાં ટીમ રાજસ્થાન રોયલ્સ અને અનેક સફળ બિઝનેસના માલિક એવા રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે. એવું કહેવામાં આવે છે કે, રાજ વર્ષે 100 મિલિયન અમેરિકી ડોલરની કમાણી કરે છે. તેમની કુલ સંપત્તિ લગભગ 400 મિલિયન ડોલર એટલે કે 2600 કરોડ રૂપિયા છે.

2.અનુષ્કા શર્મા
બોલિવુડની હિટ અભિનેત્રી અને નિર્માતા અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. વિરાટ દુનિયાની પ્રભાવશાળી ખેલ હસ્તિઓમાંના એક છે. એવું અનુમાન લગાવવામાં આવે છે કે, એક કે બે વર્ષની અંદર વિરાટ અને અનુષ્કાની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયા થઇ જશે.

3.રવિના ટંડન
ખૂબસૂરત અભિનેત્રી રવિનાએ 21 વર્ષની ઉંમરે બે છોકરીઓને દત્તક લીધી હતી. તે બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રીઓમાંની એક હતી. આ સાથે જ તેણે જગ મંદિર પેલેસમાં ફિલ્મ વિતરક અનિલ થડાની સાથે લગ્ન કરી લીધા. અનિલ થડાનીનું નામ મુંબઇના પ્રોડકશન હાઉસમાં ઘણું મોટું છે.

4.રાની મુખર્જી
રાની મુખર્જી એક પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. જે આજે પણ કેટલીક ફિલ્મોમાં સક્રિય છે. તેણે ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા છે. જેમની કુલ સંપત્તિ 970 મિલિયન અમેરિકી ડોલર એટલે કે લગભગ 6481 કરોડ રૂપિયા છે.

5.આયશા ટાકિયા
બોલિવુડની ખૂબસુરત અભિનેત્રી આયશા ટાકિયાએ બિઝનેસમેન ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે. ફરહાન એક રેસ્તરાંના માલિક છે. બંનેએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. આયશા એક સમયે તેની પ્લાસ્ટિક સર્જરીને કારણે ચર્ચામાં હતી. તેઓને એક બાળક પણ છે.

6.અસિન
અસિને બોલિવુડમાં આમિર ખાનની ફિલ્મ “ગજની”થી ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મ હિટ રહી હતી. તે સલમાન ખાન સાથે “રેડ્ડી”માં પણ જોવા મળી હતી. અસિને બિઝનેસમેન રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. તે માઇક્રોમેક્સ કંપનીના માલિક છે.

7.વિદ્યા બાલન
બોલિવુડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક વિદ્યા બાલને સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા. તે એક ફિલ્મ નિર્માતા છે અને ફિલ્મ તેમજ ટેલિવિઝન નિર્માતા ગિલ્ડ ઓફ ઇંડિયા સાથે જોડાયેલા છે. તેમની કુલ સંપત્તિ 475 મિલિયન અમેરિકી ડોલર એટલે કે 3100 કરોડ રૂપિયા બતાવવામાં આવે છે.

8.જૂહી ચાવલા
જૂહી ચાવલા તેમના સમયની સફળ અભિનેત્રીઓમાંની એક છે. તેમણે બિઝનેસ ટાઇકૂન જય મહેતા સાથે લગ્ન કર્યા છે. જે મહેતા સમૂહના માલિક છે. તેમની કુલ સંપત્તિ 350 મિલિયન ડોલર એટલે કે 2300 કરોડ રૂપિયા બતાવવામાં આવે છે.

9.ઇશા દેઓલ
ઇશા દેઓલે “કોઇ મેરે દિલ સે પૂછે” વર્ષ 2002થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળેલો છે. તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. પરંતુ તે એક સફળ અભિનેત્રી બની શકી નહિ. ઇશાએ વર્ષ 2012માં હીરા વેપારી ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરી પણ છે.

10.સેલિના જેટલી
સેલિનાએ ઓસ્ટ્રેલિયાના વેપારી અને બાજીગર પીટર હાગ સાથે લગ્ન કર્યા. તેને બોલિવુડમાં વધુ લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ હાંસિલ થઇ શકી નહિ.

11.અમૃતા અરોરા
બોલિવુડ અભિનેત્રી અમૃતા અરોરા હિન્દી સિનેમામાં આકર્ષણ ન ફેલાવી શકી અને તેણે રેડસ્ટોન કંસ્ટ્રકશન કંપનીના માલિક  સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

Live 247 Media

disabled