બાળકો પેદા કરવામાં આ 7 સેલિબ્રિટીઓ બધાથી છે આગળ.. 3 નંબરને જોઈને કહેશો IPL ક્રિકેટ ટીમ બનાવવા જઈ રહ્યો છે - Chel Chabilo Gujrati

બાળકો પેદા કરવામાં આ 7 સેલિબ્રિટીઓ બધાથી છે આગળ.. 3 નંબરને જોઈને કહેશો IPL ક્રિકેટ ટીમ બનાવવા જઈ રહ્યો છે

બાળકો પેદા કરવામાં નંબર 1 છે આ સેલિબ્રિટીઓ…3 નંબરે તો બધી જ હદ પાર કરી નાખી

બોલિવૂડ સ્ટાર્સની જીવનશૈલી અલગ છે. તેઓ હંમેશા હેડલાઇન્સમાં રહે છે, ક્યારેક ફિલ્મોને લઇને તો ક્યારેક તેમના નિવેદનને લઇને. કેટલાક તેમના અંગત જીવનમાં ઉથલપાથલને લઇને પણ હેડલાઇન્સમાં રહેતા હોય છે જેના પર તેમના ચાહકોની નજર હોય છે. આજે અમે તમને એવા કલાકારો વિશે જેમના એક કે બે નહિ પરંતુ તેનાથી વધારે બાળકો હોય.

1.શાહરુખ ખાન : રોમાન્સના કિંગ કહેવાતા શાહરૂખ ખાનને ત્રણ બાળકો છે. તેમની પત્ની ગૌરી ખાને પુત્ર આર્યન ખાન અને પુત્રી સુહાના ખાનને જન્મ આપ્યો છે. જયારે ત્યાર બાદ બંનેએ સરોગસી દ્વારા પુત્ર અબરામને જન્મ આપ્યો હતો.

2.આમિર ખાન : બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને બે લગ્ન કર્યા છે. આમિરને તેની પ્રથમ પત્નીથી એક પુત્રી ઇરા ખાન અને એક પુત્ર જુનૈદ ખાન છે. પહેલી પત્નીથી અલગ થયા બાદ તેમણે બીજા લગ્ન કર્યા. તેમની બીજી પત્નીએ પુત્ર આઝાદને જન્મ આપ્યો હતો.

3.સૈફ અલી ખાન : બોલિવૂડમાં નવાબ તરીકે જાણીતા અભિનેતા સૈફ અલી ખાન તાજેતરમાં જ ચોથા બાળકના પિતા બન્યા છે. અભિનેત્રી કરીના કપૂર ખાને આ વર્ષે જ તૈમુરના નાના ભાઈને જન્મ આપ્યો છે. આ સાથે સૈફ અલી ખાન ચોથી વખત પિતા બન્યા છે. 50 વર્ષની ઉંમરે સૈફ ત્રણ પુત્રો અને એક પુત્રીના પિતા છે. તેમના બાળકો સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન, તૈમુર અલી ખાન અને જહાંગીર છે. સારા અને ઇબ્રાહિમ બંને સૈફની પહેલી પત્ની અમૃતા સિંહના બાળકો છે.

4.ધર્મેન્દ્ર : અભિનેતા ધર્મેન્દ્ર તેમના સમયના મજબૂત અભિનેતાઓમાંના એક હતા. ધર્મેન્દ્રને 6 બાળકો છે. બે પુત્રો અને 4 પુત્રીઓ છે. ધર્મેન્દ્રને તેની પ્રથમ પત્નીથી બે પુત્રો અને બે પુત્રીઓ છે. તેમના બાળકો બોબી દેઓલ, સની દેઓલ, અજેતા દેઓલ, વિજેતા દેઓલ છે. આ પછી તેમણે હેમા માલિની સાથે બીજી વાર લગ્ન કર્યા. તેમને અહાના દેઓલ અને ઈશા દેઓલ નામની બે પુત્રીઓ છે.

5.અનિલ કપૂર : અનિલ કપૂરને આ ઇન્ડસ્ટ્રીના સૌથી યુવાન અભિનેતા માનવામાં આવે છે. અનિલ કપૂર તેમની ઉત્તમ ફિટનેસ માટે જાણીતા છે. તેમને ત્રણ બાળકો છે, બે પુત્રી સોનમ કપૂર અને રિયા કપૂર અને એક પુત્ર હર્ષવર્ધન કપૂર. તેમના બાળકો બોલિવૂડમાં સંપૂર્ણપણે સક્રિય છે.

6.સંજય દત્ત : અભિનેતા સંજય દત્ત પણ એક નહીં પરંતુ 3 બાળકોના પિતા છે. સૌથી મોટી પુત્રી ત્રિશાલા દત્ત છે, જે તેમની પ્રથમ પત્નીથી છે. તે પછી અભિનેતાએ માન્યતા સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે.

7.શત્રુઘ્ન સિન્હા : શત્રુઘ્ન સિન્હાને ત્રણ બાળકો પણ છે. તેમને જોડિયા પુત્રો લવ-કુશ છે અને એક પુત્રી સોનાક્ષી સિન્હા છે.

8.બોની કપૂર : બોલિવુડની દિગ્ગજ અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીના પતિ અને ફિલ્મ નિર્માતા બોની કપૂરને બે દીકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર છે. શ્રીદેવી પહેલા બોની કપૂરે મોના કપૂર સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેમને બે બાળકો છે. એક દીકરો અર્જુન કપૂર અને એક દીકરી અંશુલા કપૂર. આમ તેમને ચાર બાળકો છે. એક દીકરો અને ત્રણ દીકરીઓ.

Live 247 Media

disabled