બાળપણથી જ સવાર હતો બોલ્ડનેસનો નશો, હંમેશાથી બિપાશાને હતી ગ્લમેરસ અને હોટ દેખાવાની તડપ, હવે બાળકને જન્મ આપવા જઈ રહી છે - Chel Chabilo Gujrati

બાળપણથી જ સવાર હતો બોલ્ડનેસનો નશો, હંમેશાથી બિપાશાને હતી ગ્લમેરસ અને હોટ દેખાવાની તડપ, હવે બાળકને જન્મ આપવા જઈ રહી છે

બોલીવુડના જાણીતા અને રોમેંટિક કપલમાના એક એવા બિપાશા બાસુ અને કરન સીંહ ગ્રોવરે ગત દિવસોમાં જ માતા-પિતા બનવાની જાણ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. કપલે 2016માં લગ્ન કર્યા હતા, બંને ઘણા સમયથી એકબીજાને ડેટ પણ કરતા હતા. એવામાં ગત દિવસોમાં અચાનક જ બિપાશાએ બેબી બમ્પ વાળી તસવીર શેર કરીને લોકોને ચોંકાવી દીધા હતા.

જણાવી દઈએ કે એક સમયે હિટ ફિલ્મો આપનારી બિપાશાએ લગ્ન બાદ હંમેશા માટે બોલિવુડથી દુરી બનાવી લીધી. હાલ બિપાશા ફિલ્મોથી દૂર પોતાની ગર્ભાવસ્થા એન્જોય કરી રહી છે.બિપાશા અને કરને 2015માં આવેલી હોરર ફિલ્મ અલોનમાં સાથે કામ કર્યું હતું અને અહીંથી જ બંને વચ્ચે રિલેશન શરૂ થયું હતું, અને 2016માં બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. જણાવી દઈએ કે લગ્ન પહેલા બિપાશા ઘણા યુવકો સાથે રિલેશનમાં રહી ચુકી છે અને કરન પણ બે વાર લગ્ન કરી ચુક્યો છે, બિપાશા સાથે તેણે ત્રીજી વાર લગ્ન કર્યા છે.

બિપાશાએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેણે વ્હાઇટ શર્ટ પહેર્યો હતો અને તેના મોટાભાગના બટન એકદમ ખુલ્લા હતા જેથી તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. સમાચાર સામે આવતા જ સામાન્ય જનતાની સાથે સાથે બોલીવુડના કલાકારોએ પણ કપલને શુભકામનાઓ આપી હતી.

બિપાશા તે અભિનેત્રીમાંની એક છે જેણે કારકિર્દીની શરૂઆતમાં કામિયાબી મેળવી અને પછી અચાનક જ સ્ટારડમ પર બ્રેક લગાવી લીધો.  જણાવી દઈએ કે બિપાશાને બાળપણથી જ સુંદર અને બોલ્ડ દેખાવાનો શોખ હતો. નાની ઉંમરે પણ તે બોલ્ડ દેખાવા માંગતી હતી અને બાળપણથી જ તેને બોલ્ડ દેખાવાનું ભૂત સવાર હતું. ફિલ્મોથી લઈને પર્સનલ જીવનમાં પણ બિપાશા બોલ્ડ અંદાજમાં જ જોવા મળે છે.

એક ઇન્ટરવ્યૂમાં બિપાશાએ ખુલાસો કર્યો હતો કે જયારે તે નાની હતી ત્યારે તેને સ્કર્ટ પહેરવાનો ખુબ જ શોખ હતો, તે જયારે તે સ્કર્ટ પહેરીને પોતાની બાલ્કનીમાં જતી હતી ત્યારે વધુ બોલ્ડ દેખાવા માટે તે સ્કર્ટ  ઉપર કરીને ટૂંકું બનાવી લેતી હતી. બિપાશાએ પોતાની એક અન્ય પોસ્ટમાં પોતાની ત્વચાનો રંગ કાળાશ પડતો હોવાને લીધે જીવનનના સંઘર્ષ અને ગોરા રંગ પ્રતિ જુનૂન વિશે પણ વાત લખી હતી.

બિપાશાએ કહ્યું હતું કે તે કેટલી પણ કામિયાબ કેમ ન થઇ જાય પણ લોકો તેના નામના પહેલા તેના ડસ્કી કલરને ઓળખવાના રૂપમાં જોતા હતા. જ્યારે બિપાશાએ કલર કોમ્પલેકશનના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો બિપાશાને કહેવામાં આવ્યું કે તેણે ગોરું થવા માટે ટ્રીટમેન્ટનો સહારો લીધો છે.

બિપાશા ઇન્ડટ્રીની તે અભિનેત્રીમાંની એક છે જેણે બ્રાન્ડ અપીલ કરવા માટે યુનિલીવરના ફેર એન્ડ લવલી થી ફેર છોડવાના નિર્ણયને સપોર્ટ કર્યો હતો.  એક સમય હતો જ્યારે બિપાશા બોલીવુડના ડાયરેક્ટરની પહેલી પસંદ હતી, પણ અચાનક જ તેની કારકિર્દીમાં લીધેલા બ્રેકને લીધે તે ઈન્ડસ્ટ્રીથી દૂર ચાલતી ગઈ.  એક ઇન્ટરવ્યુના સમયે તેની કારકિર્દી પર લાગેલા બ્રેકને લીધે કરવામાં આવેલા સવાલ પર બિપાશાએ જવાબ આપ્યો કે તે કરનની સાથે બાળકની પ્લાનિંગ કરી રહી છે, માટે તે ફિલ્મોથી દૂર છે.

Uma Thakor
After post

disabled