ભારતના આ ખેલાડીને બૉલીવુડની આ અભિનેત્રી ઉપર આવી ગયું છે દિલ, નામ જાણીને તમે પણ વિચારમાં પડી જશો - Chel Chabilo Gujrati

ભારતના આ ખેલાડીને બૉલીવુડની આ અભિનેત્રી ઉપર આવી ગયું છે દિલ, નામ જાણીને તમે પણ વિચારમાં પડી જશો

ક્રિકેટ અને ફિલ્મ જગતને ઘણો જૂનો સંબંધ છે. ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓના નામ બોલીવુડની સુંદર અભિનેત્રીઓ સાથે જોડાઈ ગયા છે. આ બધા વચ્ચે જ ભારતીય ટીમના સ્ટ્રાઇક બોલર ભુવનેશ્વર કુમારે પણ પોતાના પ્રેમની કબૂલાત કરી છે. અને તેને બોલીવુડની કઈ અભિનેત્રી ઉપર દિલ આવી ગયું છે તે પણ કહ્યું છે.

થોડા દિવસ પહેલા જ ભુવનેશ્વર કુમારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થયો હતો. જેની અંદર તેને પૂછવામાં આવ્યું હતું કે તે જો તેને કોઈ સુમસાન દ્વીપ ઉપર સમય વિતાવવાનો મોકો મળે તો તે ત્યાં કોને લઇ જવા માંગશે?

આ સવાલનો જવાબ પણ ભુવનેશ્વરે ચળકી ભર્યો આપ્યો. તેને એક નહિ પરંતુ ત્રણ નામ જણાવ્યા. જેમાં બે નામ સાંભળીને તો કોઈને કોઈ પ્રશ્ન ના થયો કારણ કે તેને ટિમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનું નામ લીધું અને બીજું ટિમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનું નામ લીધું હતું.

પરંતુ તેને જેવું જ ત્રીજું નામ લીધું તે સાંભળીને બધાના હોશ ઉડી ગયા હતા. તેને ત્રીજું નામ લીધું બોલીવુડની સુંદર અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું. શ્રદ્ધાનું નામ લેવા ઉપર જ્યારે ભુવીને પૂછવામાં આવ્યું કે તેને શ્રદ્ધાનું નામ કેમ લીધું ?

આ સવાલનો જવાબ આપતા ભુવીએ કહ્યું હતું કે તે શ્રદ્ધાનો ખુબ જ મોટો ચાહક છે તેને તે ખુબ જ ક્યૂટ લાગે છે. આજ કારણ છે કે સુમસાન બીચ ઉપર તે શ્રદ્ધાને ડેટ કરવાનું પસંદ કરશે. આ બધું તો તેને બસ મઝાકમાં કહ્યું. અસલ જિંદગીમાં તો તે પોતાના લગ્ન જીવનનો આનંદ માણી રહ્યો છે. તેને થોડા સમય પહેલા જ નૂપુર નાગર સાથે લગ્ન કર્યા છે.

Uma Thakor
After post

disabled