આ 5 દેશી હીરોઇનો આજે પણ કુંવારી છે, સુહાગરાત મનાવવાનો મોકો નથી મળ્યો - જુઓ તમારી ફેવરિટ - Chel Chabilo Gujrati

આ 5 દેશી હીરોઇનો આજે પણ કુંવારી છે, સુહાગરાત મનાવવાનો મોકો નથી મળ્યો – જુઓ તમારી ફેવરિટ

સમયની સાથે ભોજપુરી ફિલ્મોનો ક્રેઝ લોકોની વચ્ચે વધી રહ્યો છે અને આ ઇન્ડસ્ટ્રીના સિતારાઓને પણ પોપ્યુલારિટી મળી રહી છે.  ભોજપુરી  સિનેમાને મોટા સ્તર પર પસંદ કરવામાં આવે છે. ભોજપુરી ફિલ્મ જગતની અભિનેત્રીઓ તેમના દમદાર અભિનય અને ગ્લેમરસ લુકથી ઘણા બોલવૂડ સ્ટાર્સને ટક્કર આપતી હોય છે અને તેના કારણે સોશિયલ મીડિયા પર પણ ભોજપુરી અભિનેત્રીઓ છવાયેલી રહેતી હોય છે.

1. આમ્રપાલી દુબે : આમ્રપાલી દુબેએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ ઝડપથી પોતાની ઓળખાણ બનાવી છે. અભિનેત્રીએ ‘નીરહુઆ હિન્દુસ્તાનીથી ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું અને તેની પહેલી ફિલ્મ હિટ સાબિત થઇ હતી. ત્યારબાદ આમ્રપાલીએ ઘણી હિટ ફિલ્મો આપી અને ખુદને સૌથી વધારે ફી લેવા વાળી અભિનેત્રી બનાવી દીધી છે. આમ્રપાલી 34 વર્ષની થઇ ચુકી છે અને આજે પણ તે સિંગલ છે. તેનું નામ ઘણી વખત અભિનેતા દિનેશ લાલ સાથે જોડવામાં આવ્યું છે.

2. અક્ષરા સિંહ : ભોજપુરી કવીન અક્ષરા સિંહ દિવસેને દિવસે ના ખાલી ટેલેન્ટ બતાવતી હોય છે પરંતુ તેની સુંદરતાથી લોકોને દીવાના પણ બનાવી રહી છે. ભોજપુરી સિનેમામાં અક્ષરા સિંહનું નામ અને કામ બંને બોલાય છે. પોતાની મહેનત અને ટેલેન્ટના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ઓળખાણ બનાવવા વાળી અક્ષરા સિંહ ક્યારેક પવન સિંહ સાથે સંબંધમાં હતી. પરંતુ તેમનો તે સબંધ વધારે સમય સુધી ચાલ્યો નહિ. પવન સિંહ સાથે બ્રેકઅપ થયા બાદ અક્ષરા સિંહ અત્યાર સુધી સિંગલ છે.

3. રાની ચેટર્જી : રાની ચેટર્જી ભોજપુરી ઇન્ડસ્ટ્રીની કવીન છે. અભીનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં 200થી વધારે ફિલ્મોમાં કામ કરેલું છે અને તે જ તેમની કામયાબીનું સૌથી સારું ઉદાહરણ છે. જોકે 32 વર્ષની રાની ચેટર્જી પણ હજી સુધી સિંગલ છે. અભિનેત્રી મનદીપ બામરની સાથે રિલેશનશિપમાં હતી અને બંને લગ્ન પણ કરવાના હતા. પરંતુ બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. અભિનેત્રીનું કહેવું છે કે મને હજી સુધી કોઈ એવું મળ્યું નથી જેની જોડે હું લગ્ન કરી શકું.

4. કાજલ રાઘવાની : કાજલ રાઘવાની ભોજપુરી સસિનેમાની એ અભિનેત્રીમાંથી છે જેનું પુરે પૂરું ફોક્સ તેની કારકિર્દી પર છે. આ સમયે કાજલ રાઘવાની તેના કામમાં એટલી ડૂબેલી છે કે તેને મિંગલ થવાનો કોઈ ઈરાદો નથી. અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. કાજલ રાઘવાની પણ 30 વર્ષની ઉંમર પાર કરી ચુકી છે પરંતુ હજી સુધી લગ્નનો કોઈ પ્લાન નથી.

5. મધુ શર્મા : અભિનેત્રી હોવાની સાથે મધુ શર્મા ફિલ્મ પ્રોડ્યુસર પણ છે જેણે અત્યાર સુધી ઘણી ભોજપુરી અને મરાઠી ફિલ્મનું નિર્માણ કરી ચુકી છે. અભિનેત્રીએ 2012માં ‘એક દુજે કે લિયે’ ફિલ્મથી ભોજપુરી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ અભિનેત્રીએ પાછળ ફરીને ક્યારેય જોયું નથી. કમાલની વાત તો એ છે કે કામયાબીના શિખર પર પહોંચ્યા બાદ પણ અભિનેત્રી અત્યાર સુધી સિંગલ છે.

Live 247 Media

disabled