તારક મહેતાનો જૂનો ટપ્પુડો હવે થઇ ગયો છે મોટો, આ સુંદર અભિનેત્રી સાથે જોડાઇ રહ્યુ છે ભવ્ય ગાંધીનું નામ- જાણો - Chel Chabilo Gujrati

તારક મહેતાનો જૂનો ટપ્પુડો હવે થઇ ગયો છે મોટો, આ સુંદર અભિનેત્રી સાથે જોડાઇ રહ્યુ છે ભવ્ય ગાંધીનું નામ- જાણો

તારક મહેતાના જૂના ટપ્પુનું આ હસીના સાથે જોડાઇ રહ્યુ છે નામ, તસવીરો જોઇ મોં ખુલ્લુ રહી જશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 14 વર્ષથી સતત મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તેના હાલમાં જ 3200 એપિસોડ પૂરા કર્યા છે. આ શોના કેટલાક કલાકારો છેલ્લા ઘણા સમયમાં બદલાયા છે, જેમાં ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી, અંજલી ઉર્ફે નેહા મહેતા અને રોશન સિંહ સોઢી સામેલ છે. આ કલાકારોની જગ્યાએ હવે શોમાં નવા પાત્રોની એન્ટ્રી થઇ છે અને તેમને દર્શકોનો પ્રેમ પણ મળી રહ્યો છે. આ શોમાં એક એવું પાત્ર છે જેને બધા જાણે છે અને તે નામ છે ટપ્પુ. આ પાત્રને છેલ્લા કેટલાક સમયથી રાજ અનડકટ નીભાવી રહ્યો છે. પરંતુ આ પહેલા ટપ્પુડાનું પાત્ર ભવ્ય ગાંધીએ નિભાવ્યુ હતુ.

આ પાત્રમાં તેણે પોતાનો જીવ રેડી દીધો હતો અને તેને જ કારણે તે ઘણો લોકપ્રિય પણ થઇ ગયો હતો. ભવ્ય ગાંધી હવે ઘણો મોટો થઇ ગયો છે અને તેનું વધુ એક હસીના સાથે નામ પણ જોડાવા લાગ્યુ છે. ભવ્.ય ગાંધીએ ગુજરાતી ફિલ્મો તરફ પોતાનો રુખ કરી લીધો છે. આ વચ્ચે તેની લવ લાઇફ પણ ચર્ચામાં આવતી રહે છે. સૌથી પહેલા ભવ્યનું નામ શોમાં સોનુનું પાત્ર નિભાવતી નિધિ ભાનુશાળી સાથે જોડાયુ હતુ.

એવી ખબર હતી કે બંને એકબીજાને ડેટ કરે છે પરંતુ ભવ્યએ એકવાર આ વાત પરથી પડદો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે, તે બંને માત્ર સારા મિત્રો છે. નધિ બાદ ભવ્ય ગાંધીનું નામ દિગાંગના સૂર્યવંશી સાથે જોડાયુ, જે ટીવી શો વીરામાં નજર આવી ચૂકી છે. ખબરોની માનીએ તો બંનેની મુલાકાત એવોર્ડ નાઇટ દરમિયાન થઇ હતી અને ત્યાંથી જ બંનેની મિત્રતા થઇ હતી. દિગાંગના અને ભવ્યને ઘણા મોકા પર સાથે જોવામાં આવ્યા છે. જેને જોઇને લોકોએ એ વાત શરૂ કરી દીધી કે દિગાંગના અને ભવ્ય એક બીજાને ડેટ કરી રહ્યા છે.

દિગાંગનાની વાત કરીએ તો, તેણે તેના અભિનય કરિયરની શરૂઆત એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે વર્ષ 2002માં કરી હતી. તે સમયે તે 7 વર્ષની હતી અને ટીવી શો કયા હાદસા કયા હકિકતમાં નજર આવી હતી. પરંતુ તેને મોટો બ્રેક એ વીર કી અરદાસ વીરા ટીવી શોથી મળ્યો. લોકો આજે પણ રિયલ લાઇફમાં દિગાંગનાને વીરા તરીકે ઓળખે છે.

ઘણા ઓછા લોકો જાણે છે કે, દિગાંગના એક સિંગર પણ છે. તેણે માત્ર 14 વર્ષની ઉંમરે I’m missing you ગીત લખ્યુ અને ગાયુ હતુ. આ ઉપરાંત તેણે આ ગીતને કંપોઝ પણ કર્યુ હતુ. આ ગીત તેણે તેની નાનીને ડેડિકેટ કર્યુ હતુ. દિગાંગના સૂર્યવંશી  2015માં ‘બિગ બોસ 9’માં જોવા મળી. તે સમયે દિગાંગનાની ઉંમર 17 વર્ષની હતી. બિગ બોસમાં ભાગ લેનાર દિગંગના સૂર્યવંશી અત્યાર સુધીની સૌથી નાની વયની સેલિબ્રિટી છે. તે 57માં દિવસે શોમાંથી બહાર હતી, પરંતુ તે સમયે તેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

દિગાંગના સૂર્યવંશીએ 2018થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. તેણે ‘જલેબી’ અને ‘ફ્રાઇડે’ જેવી હિન્દી ફિલ્મો કરી અને ‘રંગીલા રાજા’માં અભિનેતા ગોવિંદાની મુખ્ય હિરોઇન પણ બની. દિગાંગના સૂર્યવંશી તાજેતરમાં તેલુગુ ફિલ્મ ‘સિટીમાર’માં જોવા મળી હતી અને હાલમાં તે ફિલ્મ ‘ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ’નું શૂટિંગ કરી રહી છે, જેમાં તે અર્જુન રામપાલની સામે જોવા મળશે.

Live 247 Media

disabled