ભરૂચના કલેકટરની 10માં ધોરણની માર્કશીટ થઇ ઇન્ટરનેટ પર વાયરલ, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના આટલા ઓછા માર્ક્સ જોઈને તમે પણ હેરાન રહી જશો…

10માં ધોરણમાં આવ્યું ખુબ જ નબળું રિઝલ્ટ, છતાં પણ હાર ના માની ભરૂચના કલેકટર સાહેબે, જુઓ કેવી રીતે બન્યા ક્લાસ 1 અધિકારી…

હાલ ધોરણ 10 અને 12માની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને આ પરીક્ષાએને લઈને વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓને પણ ખુબ જ ચિંતા થતી હોય છે. ત્યારે  આવા સમયે બાળકોને મોટિવેશનની સાથે સાથે પ્રેરણાની પણ ખુબ જ જરૂર હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ એવા ઘણા લોકોની કહાનીઓ સામે આવતી હોય છે.

ઘણા લોકો એવા છે જેમને પોતાના 10માં અને 12માં ધોરણમાં ઓછા માર્ક્સ અથવા તો નાપાસ થયા હોવા છતાં પણ આજે એક મોટું મુકામ બનાવ્યું છે અને દુનિયાભરમાં પોતાનું આગવું નામ પણ બનાવ્યું છે. ત્યારે હાલ એવા જ એક વ્યક્તિની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ વ્યક્તિ છે ભરૂચના કલેકટર ડો. તુષાર સુમેરા.

તુષાર સુમેરાએ પોતાના 10માં ધોરણની માર્કશીટ થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં શેર કરીને પોતાની સફળતાની કહાની દ્વારા બાળકોને પ્રેરણા આપી હતી. ડૉ. તુષાર સુમેરાના પણ ધોરણ 10માં પાસિંગ માર્ક્સ જ આવ્યા હતા. તેમને ધોરણ 10માંમાં બોર્ડની પરીક્ષા રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન આપી હતી.

ધોરણ 10ની પરીક્ષામાં તેમને અંગ્રેજીમાં 35 માર્ક્સ, ગણિતમાં 36 માર્ક્સ અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ આવ્યા હતા. પરંતુ તેમને પોતાના આ પરિણામથી હતાશ થવાના બદલે અભ્યાસ ચાલુ રાખ્યો.  તેમણે આર્ટ્સનું શિક્ષણ પૂર્ણ કરી બી.એડની ડીગ્રી પણ મેળવી હતી.  જયારે તેઓ કોલેજમાં અભ્યાસ કરતા ત્યારે  અંગ્રેજી વિષયમાં કાચા હતા.

બી.એડની ડિગ્રી લીધા બાદ તેમને ફક્ત 2500 રૂપિયાના માસિક પગારમાં ચોટીલાની એક પ્રાથમિક શાળામાં નોકરી શરૂ કરી હતી. તે દરમિયાન જ તેમને આઈએએસ બનવાનું નક્કી કર્યું અને તેના માટે મહેનત શરૂ કરી. ધોરણ 10માં માંડ પાસ થનારા અને અંગ્રેજીમાં સાવ કાચા એવા ડો. તુષારની લોકો મજાક પણ બનમાવતા છતાં તેમને એ બધાની ચિંતા કર્યા વગર ખુબ જ મહેનત કરી.

ડો. તુષાર સુમેરાએ વર્ષ 2012માં UPSCની પરીક્ષા પાસ કરી લીધી. અને પછી IAS બની ગયા. હાલમાં તેઓ ભરૂચ જિલ્લામાં કલેકટર તરીકેની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે હાલ તેમની આ કહાની અનેક યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા સમાન બની છે. જે નબળું પરિણામ આવતા જ હાર માની લેતા હોય છે.

After post

disabled