53 ની ઉંમરમાં બિકીની પહેરીને જલવો વિખેરે છે પ્રભાસની ઓનસ્ક્રીન માતા, દિલ થામીને જુઓ તસવીરો
ફિલ્મ મૈને પ્યાર કિયાથી રાતોરાત સ્ટાર બની ચુકેલી અભિનેત્રી ભાગ્યશ્રી 53 વર્ષની થઇ ચુકી છે.23-ફેબ્રુઆરી 1969 ના રોજ મુંબઈમાં જન્મેલી ભાગ્યશ્રી રોયલ મરાઠી ફેમીલીથી તાલ્લુક રાખે છે.જો કે પહેલી હિટ ફિલ્મ આપ્યા પછી ભાગ્યશ્રીની કારકિર્દી ફ્લોપ રહી હતી.પોતાની ડેબ્યુ ફિલ્મ શૂટિંગના સમયે જ ભાગ્યશ્રીએ પરિવારના વિરુદ્ધ જઈને બોયફ્રેન્ડ હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા હતા, જેની અસર તેની કારકિર્દી પર પડી હતી.
View this post on Instagram
મૈને પ્યાર કિયા પછી ભાગ્યશ્રીએ અમુક ફિલ્મો કરી હતી પણ તેને કઈ ખાસ સફળતા મળી ન હતી. જેના પછી તેણે ફિલ્મી દુનિયાથી દુરી બનાવી લીધી અને પોતાની પર્સનલ લાઈફમાં વ્યસ્ત થઇ ગઈ.તાજેતરમાં ભાગ્યશ્રી પતિ સાથે ટીવી શો સ્માર્ટ જોડીમાં જોવા મળી રહી છે. શો માં તેણે પોતાના જીવન વિશેના ઘણા ખુલાસાઓ કર્યા હતા.
View this post on Instagram
ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે લગ્નના અમુક વર્ષો પછી તે પતિથી અલગ થઇ ગઈ હતી જો કે પછી બંન્ને વચ્ચે બધું ઠીક થઇ ગયું હતું, આજે પણ ભાગ્યશ્રી તે સમયને યાદ કરીને ડરી જાય છે. ભાગ્યશ્રીએ જણાવ્યું કે હિમાલય તેનો પહેલો પ્રેમ હતો અને તેની સાથે જ લગ્ન કર્યા.બંને સ્કૂલના સમયમાં પણ એકસાથે અભ્યાસ કરતા હતા.
View this post on Instagram
ભાગ્યશ્રીનો પરિવાર તેના લગ્નના વિરોધમાં હતો માટે બંનેએ ભાગીને મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.લગ્નમાં સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ હાજરી આપી હતી. લગ્ન પછી ભાગ્યશ્રીની પહેલી ફિલ્મ સુપરહિટ રહી પણ ફિલ્મો કરતા તેણે પોતાના પરિવારને સમય આપવાનું ઉચિત સમજ્યું.ભાગ્યશ્રીએ કહ્યું હતું કે તેને બૉલીવુડ છોડવાનું કોઈ દુઃખ નથી પણ તે વાતની ખુશી છે કે તે પોતાના પતિ અને પરિવાર સાથે છે.બંનેના બે બાળકો અભિમન્યુ અને અવંતિકા છે.અવંતિકા હાલમાં જ રિલીઝ થયેલી સિરીઝ મિથ્યામાં જોવા મળી હતી.અભિમન્યુ પણ ફિલ્મોમાં ડેબ્યુ કરી ચુક્યો છે.
View this post on Instagram
ભાગ્યશ્રીએ ટેલી સિરિયલ કચ્ચી ધૂપ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી જેના પછી તે હોની-અનહોની, કિસ્સા મિયાં બીવી કે, સમજૌતા, સંબંધ, કાગજ કી કશ્તી જેવા શોમાં કામ કરી ચુકી છે, ભાગ્યશ્રીએ અમુક ભોજપુરી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે.
View this post on Instagram
લાંબા સમય પછી ભાગ્યશ્રી ફિલ્મ રાધેશ્યામમાં અભિનેતા પ્રભાસની માતાનો કિરદાર નિભાવી રહી છે. ફિલ્મમાં પ્રભાસના સિવાય અભિનેત્રી પૂજા હેગડે પણ મુખ્ય કિરદામાં જોવા મળશે.ફિલ્મમાં ભલે ભાગ્યશ્રી માં નો કિરદાર નિભાવી રહી હોય પણ અસલ જીવનમાં તે એકદમ હોટ અને ગ્લેમર છે.
આ ઉંમરે પણ ભાગ્યશ્રી સુંદરતાની બાબતમાં આજની યુવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેની સુંદરતા જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. ફિલ્મોથી દૂર ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને અવાર નવાર પતિ અને બાળકો સાથેની તસવીરો પોસ્ટ કરતી રહે છે.
ભાગ્યશ્રીએ પતિ સાથે વેકેશનની રોમેન્ટિક તસવીરો પણ શેર કરે છે. ભાગ્યશ્રી પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે અને જીમમાં વ્યાયામ કે યોગા કરતો વીડિયો પણ પોસ્ટ કરે છે. ટ્રેડિશનલ હોય કે પછી વેસ્ટર્ન લુક ભાગ્યશ્રી દરેક લુકમાં ખુબ જ સુંદર લાગે છે.
ફેમસ મુવી મૈંને પ્યાર કિયા’ (Maine Pyar Kiya) રિલીઝ થયાને 32 વર્ષ થઈ ગયા છે પરંતુ તેની યાદો હજુ પણ ત્યાં જ છે. જ્યારે માસૂમ, સુંદર અભિનેત્રી ભાગ્યશ્રી (Bhagyashree) ફિલ્મી પડદા પર દેખાઈ, ત્યારે થિયેટરમાં બેઠેલા યુવા પ્રેક્ષકો ગદ ગદ થઈ ગયા હતા. આ અભિનેત્રીના સંવાદો બોલવાની રીત હોય કે સ્મિત, ચાહકો તેની દરેક અદા પર દિવાના હતા કે કેટલાએ તો એકની એક ફિલ્મના કેટલાએ શો જોઈ લીધા. ભાઇજાનના કેરિયરની આ ફિલ્મ જેટલી હિટ રહી હતી એટલી જ હિટ સૂરજ બડજાત્યા માટે પણ હતી.