જિંદગીનો જંગ હારી ગઈ આ ખ્યાતનામ અભિનેત્રી, ફક્ત 24 વર્ષની ઉંમરમાં થયું નિધન, લોકો જોરજોર થી રડવા લાગ્યા - Chel Chabilo Gujrati

જિંદગીનો જંગ હારી ગઈ આ ખ્યાતનામ અભિનેત્રી, ફક્ત 24 વર્ષની ઉંમરમાં થયું નિધન, લોકો જોરજોર થી રડવા લાગ્યા

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો આવવાનો સિલસિલો ચાલુ જ છે, ઘણા બધા ખ્યાતનામ કલાકારો દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે. ઘણા કલાકારોએ તો ખુબ જ નાની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું, અને તેમના ચાહકોને પણ તેમના મોત પર વિશ્વાસ નથી થઇ રહ્યો. ત્યારે હાલ વધુ એક દુઃખદ ખબર સામે આવી રહી છે. જેમાં માત્ર 24 વર્ષની ઉંમરમાં જ ટીવી અભિનેત્રીનું નિધન થતા ચાહકો શોકમાં ડૂબ્યા છે.

બંગાળી ફિલ્મ અભિનેત્રી એંદ્રિલા શર્માએ રવિવારે બપોરે 12:59 કલાકે અંતિમ શ્વાસ લીધા. 24 વર્ષની યુવા અભિનેત્રીએ લાંબી લડાઈ બાદ આખરે હાર માની લીધી. તેની ઉંમર માત્ર 24 વર્ષની હતી. 1 નવેમ્બરના રોજ, તે ગંભીર રીતે બીમાર પડી અને તેને હાવડાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરોએ જણાવ્યું કે એન્દ્રીલાને બ્રેઈન હેમરેજ થયું હતું. તે કોમામાં જતી રહી હતી. તેને વેન્ટિલેશન પર રાખવામાં આવી હતી, પરંતુ તે પછી તે ભાનમાં આવી નહોતી. અભિનેત્રીનું રવિવારે હોસ્પિટલમાં નિધન થયું હતું.

ગત 14 નવેમ્બરથી એંદ્રીલાની શારીરિક હાલત ખરાબ થવા લાગી હતી. શનિવારે 19 નવેમ્બર રાત્રે 10 કાર્ડિયાક અરેસ્ટ આવ્યું હતું. એન્ડ્રિલા આ આઘાત સહન કરી શકી નહીં.  આ પહેલા બે વખત કેન્સરનું નિદાન થયા પછી, એંદ્રિલા સ્વસ્થ થઈને ઘરે પરત ફરી હતી. વર્ષ 2015માં 11મા ધોરણમાં અભ્યાસ કરતી વખતે તેમને પ્રથમ વખત કેન્સર હોવાનું નિદાન થયું હતું. કેન્સરે તેના અસ્થિમજ્જામાં આક્રમણ કર્યું હતું.

2021માં બીજી વખત તેને ફેફસામાં ગાંઠ થઈ હતી. કેન્સર સામે લડવાની સાથે સાથે તેનું અભિનય કાર્ય પણ ચાલુ જ હતું. અભિનેત્રીને બ્રેઈન સ્ટ્રોકના કારણે 1 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જીવન-મરણની લડાઈનો ત્રીજો દાવ શરૂ થઈ ગયો હતો. 20 દિવસની લડાઈથી કંટાળીને એન્ડ્રીલાએ આખરે હાર માની લીધી. એંડ્રિલાના નિધન પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ શોક  વ્યક્ત કર્યો છે.

Uma Thakor

disabled