ઉંમરના આ પડાવ પર આવીને પણ કુંવારી છે આ 5 હસીનાઓ, લગ્ન વગર જીવી રહી છે ખુશહાલ જિંદગી - Chel Chabilo Gujrati

ઉંમરના આ પડાવ પર આવીને પણ કુંવારી છે આ 5 હસીનાઓ, લગ્ન વગર જીવી રહી છે ખુશહાલ જિંદગી

હજુ પણ લગ્નની સુહાગરાત બાકી છે આ ૫ હસીનાઓને, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

વર્ષ 2020 તથા નવા વર્ષની શરૂઆતમાં બોલીવુડના ઘણા કલાકારો લગ્નગ્રંથિથી જોડાયા છે, તો અમુક જોડીઓ માતા-પિતા પણ બની છે. બોલીવુડમાં અમુક એવી અભિનેત્રીઓ છે જેઓ સુંદરતાની બાબતમાં કોઈને પણ ટક્કર આપી શકે છે અને અમુક સાથે રિલેશનમાં પણ રહી ચુકી છે છતાં પણ આજ સુધી કોઈની પણ સાથે લગ્ન નથી કર્યા. આજે અમે તમને એવી સુંદર અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ 40 ને પાર કેરી ચુકી છે છતાં પણ હજી સુધી કુંવારી છે.

1. નરગીસ ફખરી: 20-ઓક્ટોબર 1979ના રોજ જન્મેલી અભિનેત્રી નરગીસ ફખરી 41 વર્ષની થઇ ચુકી છે. આ ઉંમરે પણ તેની સુંદરતા અને ફિટનેસ લાજવાબ છે. એક સમયે ઉદય ચોપરા સાથે તેના રિલેશનની ખબરો આવી હતી પણ પછી બંને અલગ થઈ ગયા.

2. સુષ્મિતા સેન: 19-નવેમનર 1975ના રોજ જન્મેલી મિસ યુનિવર્સ સુષ્મિતા સેને બોલીવુડમાં એકથી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. સુષ્મિતાનું નામ ઘણા વ્યક્તિઓ સાથે જોડાયું હતું પણ આજ સુધી કોઈની પણ સાથે લગ્ન નથી કર્યા.

3. અમિષા પટેલ: કહોના પ્યાર હૈ ફિલ્મ દ્વારા રાતોરાત ફેમસ થનારી અમીષા પટેલની કારકિર્દી પણ કઈ ખાસ રહી નથી. 9-જૂન 1976ના રોજ જન્મેલી અમિષા પટેલ 44 વર્ષની થઇ ચુકી છે. એક સમયે અમિષા વિક્રમ ભટ્ટ સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં રહી હતી. આજ સુધી અમીષાએ કોઈની સાથે લગ્ન નથી કર્યા.

4. તબ્બુ: 4-નવેમ્બર 1970ના રોજ જન્મેલી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી તબ્બુ 50 વર્ષની થઇ ચુકી છે. એક સમયે તેનું નામ અભિનેતા અજય દેવગણ સાથે પણ જોડાયું હતું, ફિલ્મોમાં દમદાર અભિનય કરનારી તબ્બુ આજે પણ કુંવારી છે.

5. સમીતા શેટ્ટી: દમદાર અભિનેત્રી અને યોગા ક્વીન શિલ્પા શેટ્ટીની બહેન સમીતા શેટ્ટીની કારકિર્દી બોલીવુડમાં કઈ ખાસ ન ચાલી શકી. 2-ફેબ્રુઆરી 1979 ના રોજ જન્મેલી સમીતાએ અમુક જ ફિલ્મોમાં કામ કર્યું હતું. આજ સુધી સમીતા શેટ્ટીનું નામ કોઈની પણ સાથે જોડાવાની ખબર નથી આવી, આ ઉંમરે પણ સમીતા સિંગલ છે.

Live 247 Media

disabled