સૌથી મોટી ખુશખબરી: આલિયા ભટ્ટ રણબીર કપૂર બની ગયા મમ્મી પાપા, જલ્દી વાંચો દીકરો આવ્યો કે લક્ષ્મીજી આવ્યા - Chel Chabilo Gujrati

સૌથી મોટી ખુશખબરી: આલિયા ભટ્ટ રણબીર કપૂર બની ગયા મમ્મી પાપા, જલ્દી વાંચો દીકરો આવ્યો કે લક્ષ્મીજી આવ્યા

આજે બૉલીવુડ ન્યુઝમાંથી એક ખુશખબરી આવી છે. બોલીવુડનું ટોપ કહેવાતું કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે આજે સવાર સવારમાં પારણુ બંધાયુ છે. આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો છે. રાજકુમારી જેવી દીકરીના જન્મ સાથે જ કપૂર પરિવારમાં ખુશીનો માહોલ છે. જણાવી દઇએ કે વહેલી સવારે જ આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે મુંબઇની એચએન રિલાયન્સ હોસ્પિટલ પહોંચી હતી.

જે બાદ આલિયા ભટ્ટની માતા સોની રાજદાની અને રણબીર કપૂરની માતા નીતૂ સિંહ પણ હોસ્પિટલ પહોંચી હતી. હવે આજથી આ ટોપ કપલ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી લવિંગ પેરેન્ટ ક્લબમાં સામેલ થઈ ગયા છે. કરોડો ચાહકો લઇને ફેમિલીના દરેક લોકો આલિયા-રણબીરને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. આ અભિનેત્રીની ડિલિવરી HN રિલાયન્સ હોસ્પિટલમાં થઈ હતી.

આલિયા અને રણબીરના બાળકના જન્મ બાદ કપૂર પરિવાર અને ભટ્ટ પરિવાર ઝૂમી ઉઠ્યો હતો અને ઘરમાં ઉજવણીનો માહોલ છે. જણાવી દઇએ કે બંને પરિવારો નાના મહેમાનની આતુરતાથી રાહ જોતા હતા. મિત્રો આપણે જણાવી દઇએ કે આ હિરોઈને મેરેજના બે મહિના પછી જ ગર્ભવતી હોવાના ન્યુઝ બધાને આપ્યા હતા. તેણે આ ખુશખબર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી.

થોડાક દિવસો પહેલા જ અભિનેત્રીનું બેબી શાવર કરવામાં આવ્યું હતું. જેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હવે આલિયાએ એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. જ્યાં એક તરફ આલિયા તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતાનો આનંદ માણી રહી છે. ત્યાં બીજી તરફ,

આલિયા તેની પ્રેગ્નેંસીને લઇને હેડલાઇન્સ બનાવી રહી છે. આલિયા ભટ્ટે જ્યારથી તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે ત્યારથી તે મેટરનિટી ફેશન ગોલ્સ આપી રહી છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કરણ જોહરે કર્યું છે. અભિનેત્રી ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનથી હોલીવુડમાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે. આ સિવાય તેણે ફરહાન અખ્તરની જી લે ઝારા પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સાથે પણ સાઈન કરી છે.

admins

disabled