ચમકી ગઇ જેઠાલાલની કિસ્મત ! ઐય્યર સામે જ બબીતાજીએ જેઠાલાલને ચોંટી પડી, વીડિયો જોયા બાદ લોકો બોલ્યા- સપનું પૂરુ થયુ - Chel Chabilo Gujrati

ચમકી ગઇ જેઠાલાલની કિસ્મત ! ઐય્યર સામે જ બબીતાજીએ જેઠાલાલને ચોંટી પડી, વીડિયો જોયા બાદ લોકો બોલ્યા- સપનું પૂરુ થયુ

બબીતા જેઠલલાલના પ્રેમમાં પાગલ થઇ? બબીતાએ જેઠાલાલને હગ કર્યું, જુઓ વીડિયો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 15 વર્ષના ઈતિહાસમાં આજ સુધી જે નથી થયુ તે હવે થયુ છે. જે પણ આ શો જોવે છે તે જાણે છે કે બબીતાજીને લઈને જેઠાલાલના મનમાં શું લાગણીઓ છે. પણ આ વખતે બબીતાજીએ જે કર્યુ તે બાદ તો જેઠાલાલ ફોર્મમાં આવી ગયો, આવું એટલે કેમ કે બબીતાજીએ ઐય્યરને છોડી જેઠાલાલને ગળે લગાવ્યો. હવે આ ચમત્કાર કેમ થયો અને કેવી રીતે થયો, તો ચાલો જણાવીએ.ગોકુલધામ સોસાયટીમાં કેટલાક દિવસથી કારને લઈને હોબાળો મચી ગયો હતો.

વાસ્તવમાં, ગડા ઇલેક્ટ્રોનિક્સમાં 5 હજારથી વધુની ખરીદી પર એક ખાસ ભેટ મળવાની હતી અને તે બાદ લકી ડ્રો થયો ત્યારે પોપટલાલ, ભીડે અને અબ્દુલને ગિફ્ટ મળી. પણ બબીતાજી તો એવી લોટરી જીતી ગઇ અને આ લોટરી જેવી તેવી નહિ પણ કાર હતી. બબીતાને બમ્પર ઇનામ મળ્યું જે ચમચમાતી કાર છે. લોટરી જીત્યા પછી બબીતા ​​જી એટલી ખુશ થઇ ગઇ કે તેણે જેઠાલાલને ગળે લગાવી લીધો અને પછી શું બાપડા જેઠાલાલની હાલત તો એવી થઇ ગઇ કે જાણે આસમાનમાંથી તારા તેની પાસે આવી ગયા હોય.

બબીતાજીએ જેઠાલાલને ગળે લગાડતાં જ તે સાતમા આસમાન પર પહોંચી ગયો અને આ દરમિયાન તેના ચહેરાનો રંગ જોવા જેવો હતો. હવે સવાલ એ છે કે બબીતાજીએ ખરેખર કારની લોટરી જીતી છે કે પછી આ બધું માત્ર એક સપનું છે. કારણ કે ગોકુલધામ સોસાયટીમાં બધું આટલી સરળતાથી કેવી રીતે થઈ શકે. ગોકુલધામ સોસાયટીમાં લકી ડ્રોની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ ઈનામ કોને મળશે, કોઈને મળશે કે નહીં, આ પણ અત્યારે એક સસ્પેન્સ છે અને આગામી એપિસોડમાં તેનું રહસ્ય ખુલશે.

પરંતુ જો બબીતાજીને ખરેખર કાર મળી જશે તો જેઠાલાલ તો ખુશીથી પાગલ થઈ જશે. આની એક વીડિયો ક્લિપ પણ સામ આવી છે, જેમાં જોઇ શકાય છે કે ટિકિટ પર કાર માટે લકી ડ્રોનો નંબર નીકળતા જ બબીતા ખુશીથી ઝૂમી ઉઠે છે અને તે જેઠાલાલને ગળે લગાવે છે. તે પછીના જેઠાલાલના એક્સપ્રેશન જોવા જેવા છે..તેને જોઇને તો એવું લાગી રહ્યુ હતુ કે મનમાં લડ્ડુ ફૂટી રહ્યા હતા. વિડિયોની ઉપર લખ્યું – આખરે સપનું સાકાર થયું. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “જીવનમાં ક્યારેય હાર ન માનો.”

જેઠાલાલનો આ વીડિયો જોઈને ફેન્સ પણ ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, “14 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો છે.” એકે કહ્યું, દિલ તો ગાર્ડન ગાર્ડન થઇ ગયું. એક યુઝરે કમેન્ટ કરી કે, “જેઠાલાલને હવે મોક્ષ મળશે.” એકે લખ્યું, “સ્વપ્ન સાકાર થયુ.” એક યુઝરે કહ્યું, “અસલ લોટરી જેઠાલાલ કી લગી હૈ.” આ રીતે ફેન્સ અલગ અલગ ફની કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જેઠાલાલની ભૂમિકા પ્રખ્યાત અભિનેતા દિલીપ જોશી જ્યારે બબીતાની ભૂમિકા મુનમુન દત્તા નિભાવી રહી છે.

Live 247 Media

disabled