સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીનું જીન્સ જોઈને ચીતરી ચડશે, ફેન્સનો મગજ છટકી ગયો - Chel Chabilo Gujrati

સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીનું જીન્સ જોઈને ચીતરી ચડશે, ફેન્સનો મગજ છટકી ગયો

સુનીલ શેટ્ટીની પુત્રીનું જીન્સ જોઈને માથું ભમવા લાગશે- જોઈ લેજો તસવીરો નહિ તો અફસોસ થશે

બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીની દીકરી અભિનેત્રી અથિયા શેટ્ટી પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહેતી હોય છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર ક્રિકેટર કેએલ રાહુલ સાથે તેની તસવીરો શેર કરતી રહે છે. સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી ભાગ્યે જ જોવા મળતી હોય છે પરંતુ લાંબી હાઈટની આ હસીના તેની શાનદાર સ્ટાઈલથી હંમેશા દિલ જીતી લેતી હોય છે.

ક્યારેક બોયફ્રેન્ડ અને ક્રિકેટર કેએલ રાહુલની ટી-શર્ટ પહેરીને તો ક્યારેક વિચિત્ર જીન્સ પહેરીને બધાને વારંવાર જોવા માટે મજબૂર કરે છે. અને તેવામાં અભિનેત્રી ફરી એક વાર ચર્ચામાં આવી છે. અભિનેત્રી કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. અભિનેત્રી સોશ્યિલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હોય છે. અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે.

તાજેતરમાં જ્યારે અથિયા શેટ્ટી એરપોર્ટ પર જોવા મળી હતી ત્યારે તેના બોટમ વેરએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અથિયાએ લાઈટ બ્લુ રંગનું સ્વેટ શર્ટ પહેર્યો હતું જે જોવામાં એકદમ ઢીલા પેટર્નમાં હતું. આ સ્વેટ શર્ટ કમ્ફર્ટેબલની સાથે ખૂબ જ કૂલ લુક આપી રહ્યું હતું. આ લૂઝ સ્વેટ શર્ટ સાથે અથિયાએ મિડ-રાઇઝ સ્ટ્રેટ ફીટ ટુ-ટોન જીન્સ સાથે મેચ કર્યું હતું. જેની એક તરફ બ્લેક અને બીજી બાજુ ગ્રે શેડ હતો.

અથિયાએ તેના ડેનિમ મેડ ટુ ટોન જીન્સ સાથે સફેદ રંગના સ્નીકર્સ પહેર્યા હતા જેમાં ઓરેન્જ ડિઝાઈન બનાવવામાં આવી હતી. તેમજ અભિનેત્રીએ બ્લેક ટોટ બેગ સાથે તેના દેખાવને પૂરો કર્યો હતો. અથિયાએ મેકઅપ-ફ્રી લુક રાખતી વખતે સલામતી તરીકે બ્લેક કલરનું માસ્ક પણ પહેર્યું હતું અને કાનમાં ગોલ્ડન હૂપ ઇયરિંગ્સ પણ પહેરી હતી સાથે અભિનેત્રીએ વાળ ખુલ્લા રાખ્યા હતા.

અભિનેત્રીના આ જીન્સનો ટ્રેન્ડ નવો નથી પરંતુ હવે બી-ટાઉનના સેલેબ્સ ભાગ્યે જ તેને કેરી કરતા જોવા મળે છે. જો કે અથિયાની જેમ અનન્યા પાંડે અને શનાયા કપૂર જેવી સુંદરીઓ પણ ટુ ટોન પેન્ટમાં જોવા મળેલી છે. સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી અથિયા શેટ્ટી ક્રિકેટર કેએલ રાહુલ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે. આ સાથે બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે અને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા રહે છે.ફિલ્મ તડપના પ્રીમિયરમાં બંને પહેલીવાર મીડિયાની સામે એકસાથે જોવા મળ્યા હતા.

અથિયા અને કેએલ રાહુલને સ્ટેજ પર એકસાથે જોઈને તેમની તસવીરો લેવા માટે લાઈનો લાગી ગઈ હતી. અથિયા કેએલ રાહુલનો હાથ પકડીને સ્ટેજ પર પહોંચી અને પેપરાજીને હસતાં હસતાં પોઝ આપ્યા હતા. આ દરમ્યાન બંને સેલેબ્સના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી જાણે કે તેઓ હંમેશા માટે એકબીજાનો હાથ પકડવા માંગતા હોય. તાજેતરમાં 5 નવેમ્બરના રોજ અથિયાના જન્મદિવસ પર કેએલ રાહુલે તેમના સંબંધો પર સત્તાવાર મહોર લગાવી હતી. તેણે અથિયા સાથે એક ક્યૂટ ફોટો શેર કરીને તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી.

Live 247 Media

disabled