ખુબસુરતીમાં કોઈ કમી નથી છતાં પણ ફિલ્મોમાં નથી મળી રહ્યું કામ, જાણો કોણ છે આ એક્ટ્રેસ - Chel Chabilo Gujrati

ખુબસુરતીમાં કોઈ કમી નથી છતાં પણ ફિલ્મોમાં નથી મળી રહ્યું કામ, જાણો કોણ છે આ એક્ટ્રેસ

બોલીવુડમાં નસીબ અજમાવવા માટે ઘણા સિતારાઓ આવે છે. ઘણાનું નસીબ સારું હોવાથી ટકી જાય છે અને ઘણા લોકો ચાલ્યા જાય છે. ઘણા લોકો ફિલ્મમાં ડેબ્યુ કરે છે અને રાતોરાત સ્ટાર બની જાય છે. તો ઘણા સિતારાઓ પહેલી ફિલ્મમાં સ્ટાર બની જાય છે તો ઘણા લોકો ફ્લોપ રહે છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષોથી પ્રસિદ્ધિ મેળવતા સિતારાઓ તેના બાળકોને બોલીવુડમાં ડેબ્યુ કરાવે છે.

આજે અમે તમને મશહૂર એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીની વાત કરી રહ્યા છે. સુનિલ શેટ્ટી તો તેની એક્ટિંગથી લોકોના દિલમાં જગ્યા બનાવી ચુક્યા છે. પરંતુ તેની દીકરી અથિયા શેટ્ટી હજુ સુધી સફળ નથી થઇ.

અથિયા શેટ્ટીએ બોલીવુડમાં 2015માં ફિલ્મ ‘હીરો’થી ડેબ્યુ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ ફિલ્મમાં અથિયાએ સૂરજ પંચોલી સાથે કામ કર્યું હતું. અથિયાએ આ ફિલ્મમાં ફ્લોપ હોવા છતાં 2017માં ફરી જોવા મળી હતી. આ ફિલ્મ હતી ‘મુબારકા.’ આ ફિલ્મ પણ ફ્લોપ રહી હતી. આ સાથે જ એક્ટિંગ પર સવાલ ઉઠવા લાગ્યા હતા.

આથિયા બોલિવૂડથી દૂર હોય અને કોઈ કામ ના કરતી હોય આમ છતાં પણ તે ચર્ચામાં રહે છે. અથિયા ક્યારેક રેસ્ટોરન્ટ તો ક્યારેક એરપોર્ટ લુકમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે. અથિયા શેટ્ટીની તસ્વીરસોશિયલ મીડિયામાં પણ વાયરલ થાય છે. આ તસ્વીરમાં તે બહુ જ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળે છે.

આ બધી તસ્વીરમાં અથિયા ખુલ્લા વાળમાં બહુ જ ખુબસુરત અને ક્યૂટ લાગી રહી છે. અથિયા શેટ્ટીએ હાલમાં જ તેનો 28મોં બર્થડે મનાવ્યો હતો. અથિયાનો જન્મ 5 નવેમ્બર 1992ના રોજ મુંબઈમાં થયો હતો. અથિયા શેટ્ટી સુનિલ શેટ્ટીની દિકરી છે. અથિયા એક ફેમસ એક્ટરની દીકરી હોવાને કારણે બાળપણથી જ ચર્ચામાં રહી હતી.

divyansh

disabled