આ છે બોલીવુડની 5 સંસ્કારી જોડીઓ, જેમને ઘરવાળાની મરજીથી કર્યા લગ્ન - Chel Chabilo Gujrati

આ છે બોલીવુડની 5 સંસ્કારી જોડીઓ, જેમને ઘરવાળાની મરજીથી કર્યા લગ્ન

બોલીવુડમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીઓના પ્રેમ પ્રકરણો આપણે જોતા હોઈએ છીએ, ઘણા કલાકારો એકબીજા સાથે લગ્ન કરીને જીવન પણ વિતાવે છે. પરંતુ બોલીવુડની અંદર ઘણા એવા કપલ પણ છે જેમેણે પોતાના પરિવારની મરજી પ્રમાણે લગ્ન કર્યા છે અને આજે પણ ખુબ જ સુખી જીવન વિતાવી રહ્યા છે. ચાલો જોઈએ એવા બોલીવુડના 5 કપલ જેમને પરિવારની મરજીથી કર્યા લગ્ન.

1. શાહિદ કપૂર અને મીરાં રાજપૂત:
બોલીવુડના કબીર સિંહ તરીકે ઓળખાતા અભિનેતા શાહિદ કપૂર અને તેની પત્ની મીરાં રાજપૂતની જોડી બોલીવુડના શ્રેષ્ઠ કપલમાંની એક છે. આ બનેંના લગ્ન પણ પરિવારની મરજીથી થયા હતા. મીરાંની ઉંમર શાહિદ કરતા 13 વર્ષ નાની છે. શાહિદ માટે મીરાંને પંકજ કપૂરે પસંદ કરી હતી. બંનેનો પરિવાર એક સત્સંગમાં મળ્યો હતો. અને ત્યાંજ મીરાં અને શાહિદના પિતાએ એકબીજાના લગ્નની વાત નક્કી કરી હતી.

2.  કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ:
યે હે મોહબ્બતેંના મુખ્ય અભિનેતા કરણ પટેલે પરિવારની મરજીથી અંકિતા સાથે લગ્ન કર્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અંકિતા ભાર્ગવના પિતા એજ શોમાં કરણના સસરા બનવાનું પાત્ર ભજવી રહ્યા હતા.  તેમને જણાવ્યું હતું કે 2015માં તેમને ઘરે નાની પાર્ટીનું આયોજન કર્યું અને ત્યાં જ કરણ અને અંકિતાને મળાવ્યા અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.

3. વિવેક ઓબેરોય અને પ્રિયંકા અલવા:
ખબરો પ્રમાણે ઐશ્વર્યા સાથે બ્રેકઅપ થયા બાદ અભિનેતા વિવેક ઓબેરોય ઘણો જ દુઃખી હતો. તે લગ્ન કરવા માંગતો જ નહોતો. પરંતુ તેની મમ્મીએ તેને એક વાર છોકરીને જોવા માટેનું કહ્યું અને તે તેને મળવા માટે તૈયાર થયો. પહેલી નજરમાં જ તેને પ્રિયંકા પસંદ આવી ગઈ અને તેની સાથે વિવેકે લગ્ન કરી લીધા હતા.

4. માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને:
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતનું અભિનેતા સંજય દત્ત સાથે અફેર ચાલતું હતું પરંતુ બંનેનું બ્રેકઅપ થઇ ગયું, ત્યારબાદ માધુરી પણ ખુબ જ દુઃખી રહેવા લાગી અને પોતાનું દુઃખ દૂર કરવા માટે માધુરી પોતાના ભાઈ અજિત દીક્ષિત પાસે અમેરિકા ચાલી ગઈ અને ત્યાં તેની મુલાકાત શ્રીરામ નેને સાથે થઇ. શ્રીરામની સાદગી જોઈએં માધુરી તેનાથી પ્રભાવિત થઇ અને બંનેએ પરિવારની પરવાનગીથી લગ્ન કરી લીધા.

5.  ધનુષ અને ઐશ્વર્યા:
સાઉથના જાણીતા અભિનેતા ધનુષે સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા છે. બનેં ખુબ જ ખુશ છે. બનેંના લગ્ન પણ પરિવારની મરજીથી થયા હતા.

Uma Thakor

disabled