49 વર્ષની ઉંમરે પ્રેગ્નેટ છે મલાઇકા અરોરા ? અર્જુન કપૂરના છોકરાની બનવા જઇ રહી છે માં ? જાણો સચ્ચાઈ - Chel Chabilo Gujrati

49 વર્ષની ઉંમરે પ્રેગ્નેટ છે મલાઇકા અરોરા ? અર્જુન કપૂરના છોકરાની બનવા જઇ રહી છે માં ? જાણો સચ્ચાઈ

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બી-ટાઉનના પોપ્યુલર અને રોમેન્ટિક કપલમાંના એક છે. મલાઈક-અર્જુનની સિઝલિંગ કેમેસ્ટ્રી જોઈને ફેન્સનું દિલ પણ ખુશ ખુશ થઈ જાય છે. અર્જુન કપૂર પણ લેડી લવ મલાઈકા માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છે. પણ એક વખત મલાઇકા વિશે એવા સમાચાર આવ્યા કે તેના પર આ કપલ ભડકી ગયુ. અચાનક મલાઈકા વિશે સમાચાર આવવા લાગ્યા કે તે પ્રેગ્નેટ છે.

જો કે, આ ખબર પર અર્જુન અને મલાઇકાએ મૌન રહેવાને બદલે વાત કરવી જરૂરી માન્યું. આ સાથે અર્જુન કપૂરે ટ્રોલ કરનારાઓને પણ ઠપકો આપ્યો. અર્જુન કપૂર તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાના પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર બાદ ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. અભિનેતાએ કહ્યું કે તેના અંગત જીવન વિશે રિપોર્ટિંગ ‘અનૈતિક’ અને ‘સંવેદનશીલ’ છે. તેમજ તેણે લાંબી નોટમાં ઘણું બધું કહ્યું. અર્જુન કપૂરે કર્મ વિશે એક રહસ્યમય પોસ્ટ લખી છે.

અર્જુને તેની પોસ્ટમાં લખ્યું- આ અત્યાર સુધીની સૌથી ખરાબ વસ્તુ છે અને તમે તેને ખૂબ જ આકસ્મિક રીતે કર્યું છે. આવા નકામા સમાચાર લખવા એ અત્યંત અસંવેદનશીલ અને સંપૂર્ણપણે અનૈતિક છે. આવા સમાચાર સતત લખાઈ રહ્યા છે. અમે આવા સમાચારોને ઘણી વખત અવગણીએ છીએ, પરંતુ પછી તે મીડિયામાં ફેલાય છે અને સાચા બની જાય છે. આ યોગ્ય નથી. અમારા અંગત જીવન સાથે રમવાની હિંમત કરશો નહીં.

અર્જુન કપૂરે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે મલાઈકા અરોરાની પ્રેગ્નન્સીના સમાચારમાં કોઈ સત્ય નથી. અર્જુને પણ લોકોને અપીલ કરી છે કે તેઓ આવા નકામા સમાચાર ન ફેલાવે. અર્જુન અને મલાઈકા વિશે વાત કરીએ તો, તેઓએ હંમેશા તેમના લવી ડવી પળોથી ચાહકોનું દિલ જીત્યું છે. બંનેની જોડીને હંમેશા ચાહકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. આ કપલના લગ્નના સમાચાર પણ ચર્ચામાં રહે છે. જો કે, મલાઈકાની પ્રેગ્નન્સીના સમાચારે બધાના હોંશ ઉડાવી દીધા હતા. પરંતુ અર્જુને સત્ય કહીને બધાની ગેરસમજ દૂર કરી છે.

Live 247 Media

disabled