વિદેશમાં મલાઈકા વગર દુઃખી દુઃખી થઇ ગયો અર્જુન કપૂર, મલાઈકાની યાદમાં ખુલ્લેઆમ કરી નાખ્યું આ કામ - Chel Chabilo Gujrati

વિદેશમાં મલાઈકા વગર દુઃખી દુઃખી થઇ ગયો અર્જુન કપૂર, મલાઈકાની યાદમાં ખુલ્લેઆમ કરી નાખ્યું આ કામ

બોલિવૂડની ફેમસ આઈટમ ગર્લ અને હેન્ડસમ હંક એક્ટર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પોતાની અનોખી સ્ટાઈલ અને અનોખી ફેશન સેન્સ માટે ખૂબ જ ફેમસ છે. મલાઈકા અરોરાની ફેશન સેન્સથી લઈને તેની ફિટનેસના ઘણા વખાણ થઈ રહ્યા છે. મલાઈકા યોગ અને જીમમાં સખત મહેનત કરીને પોતાને ફિટ રાખે છે અને યુનિક ડ્રેસ પહેરીને પણ પોતાની સ્ટાઈલ જાળવી રાખે છે. મલાઈકાની ફિટ બોડી જોઈને મહિલાઓ તેની પાસેથી પ્રેરણા લે છે.

મલાઈકા-અર્જુન ઇન્ડસ્ટ્રીના સૌથી રોમેન્ટિક અને ફેમસ કપલમાના એક છે. બંને અવારનવાર એકસાથે પાર્ટી કે ઇવેન્ટમાં પણ સ્પોટ થાય છે. અમુક સમય પહેલા જ અર્જુનના જન્મદિવસ પર કપલ પેરિસમાં વેકેશન માટે પહોંચ્યા હતા,આ વેકેશનની ઘણી તસવીરો કપલે પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી.એવામાં તાજતરમાં જ અર્જુને આ વેકેશનની થ્રોબેક તસ્વીર શેર કરી છે.

હાલ અર્જુન યુકેમાં પોતાની આવનારી ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે, દૂર જઈને અર્જુન મલાઈકાને વધુ યાદ કરી રહ્યો છે, માટે તેણે મલાઈકા સાથે થ્રોબેક તસ્વીર શેર કરી છે.તેની આ તસવીર પર લોકોનું ધ્યાન બંનેએ પહેરેલા બ્લુ ચશ્મા પર ગયું હતું.તસ્વીર શેર કરીને અર્જુને કેપ્શનમા લખ્યું કે,”કોણ વધારે સારું લાગી રહ્યું છે?મારા જવાબ માટે રાઈટ સ્વાઇપ કરો #throwbackmemories #paris.’ અર્જુનની આ પોસ્ટ પર મલાઈકાએ પણ જવાબમાં કહ્યું કે,’હમમમ, હું’.

શેર કરેલી તસ્વીરોમાં કપલ એક ડાઇનિંગ ટેબલ પર લંચ કરતા દેખાઈ રહ્યા છે. જ્યા અર્જુને બ્લેક ટીશર્ટ પહેર્યું છે તો મલાઈકા વ્હાઇટ બ્રાલેટ અને શર્ટમાં એકદમ હોટ લાગી રહી છે. અર્જુન તસ્વીરમાં પોતાના હાથનું ટેટુ પણ ફ્લોન્ટ કરી રહ્યો છે. જણાવી દઈએ કે કપલે તસ્વીરોમાં બ્લુબેરીના સનગ્લાસ પહેર્યા છે, જેની કિંમત 15,992 જણાવવામાં આવી રહી છે.

કપલની તસવીરો પર ચાહકોએ પણ ખુબ કમેન્ટ કરી છે અને પોતાનો જવાબ આપ્યો છે કે કોણ વધારે ડેશિંગ અને સુંદર લાગી રહ્યું છે. અર્જુનની આવનારી ફિલ્મ ‘દ લેડી કિલર’ હશે, જેમાં ભૂમિ પેડનેકર પણ જોવા મળશે. આ સિવાય તે કુત્તે ફિલ્મમાં રાધિકા મદાન, તબ્બુ અને કોંકણા સેનની સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.

મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

yc.naresh

disabled