મલાઈકાએ દીકરાને આપી જન્મદિવસની શુભકામના, દીકરાની ઝીપ ખુલ્લી હોવાથી યુઝર્સે કર્યો અરહાનને ટ્રોલ - Chel Chabilo Gujrati

મલાઈકાએ દીકરાને આપી જન્મદિવસની શુભકામના, દીકરાની ઝીપ ખુલ્લી હોવાથી યુઝર્સે કર્યો અરહાનને ટ્રોલ

અરેરેરેરે મલાઈકાના લાડલાની પેન્ટની ઝીપ ખુલી હતી અને મમ્મી મલાઈકાની જોડે બાજુમાં બેઠો હતો પછી…

અભિનેત્રી મલાઈકા અરોરા અને પૂર્વ પતિ અરબાઝ ખાનની જોડી બોલિવુડમાં સૌથી ચર્ચિત અને રોમેન્ટિક જોડીઓમાંની એક હતી. બંનેની લવ સ્ટોરી ખુબ જ રોમાન્સ ભરેલી રહી હતી. બંનેનો એક દીકરો અરહાન ખાન પણ છે. 18 વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા પછી આખરે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો.

અરબાઝ ખાન અને તેની પૂર્વ પત્ની મલાઈકા અરોરાનો દીકરો અરહાન ખાન 18 વર્ષનો થઇ ચુક્યો છે. 9-નવેમ્બર 2002 ના રોજ જન્મેલા અરહાનના આગળના જન્મદિવસે મલાઈકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર દીકરા સાથેની તસ્વીર શેર કરીને શુભકામના આપી હતી.

તસ્વીરમાં બંન્ને માં-દીકરો ડોગી સાથે સોફા પર બેઠેલા દેખાઈ રહ્યા છે. તસ્વીરમાં અરહાન ખાનના પેન્ટની ઝીપ ખુલ્લી દેખાઈ રહી છે જેને લીધે લોકોએ તેને ટ્રોલ પણ કર્યો હતો, અને તેનો ખુબ મજાક ઉડાવ્યો હતો.

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, પેન્ટની ઝીપ ખુલ્લી છે, તો અન્ય એક યુઝરે મલાઈકા પર કમેન્ટ કરતા લખ્યું કે, પહેલા તેને પેન્ટની ઝીપ બંધ કરતા તો શીખડાવો. એક યુઝરે લખ્યું કે , બાળકની ચેન ખુલ્લી છે. આવી રીતે પોતાના જ જન્મદિવસના ખાસ અવસર પર તે ટ્રોલ થઇ ગયો અને મજાકનો પાત્ર બની ગયો.

કરીના કપૂરના ચેટ શો વ્હોટ વુમેન વોન્ટમાં પહેલી વાર મલાઈકા એ દિલ ખોલીને વાત કહી હતી અને જણાવ્યું હતું કે કોર્ટમાં છૂટાછેડાની અરજીની સુનવણીની આગળની રાતે શું થયું હતું અને તેની કેવી હાલત થઇ ગઈ હતી.

મલાઈકાએ કહ્યું કે આગળની રાતે પૂરો પરિવાર સાથે બેઠો હતો અને એક વાર ફરીથી મને પૂછ્યું કે શું મારે છૂટાછેડા લેવા જ છે ને! શુ તું તારા નિર્ણય પર 100 ટકા મક્કમ જ છો”. મલાઈકાએ  આગળ કહ્યું કે,સૌથી સારી સલાહ એ હતી કે લોકોએ મને કહ્યું કે તે જે નિર્ણય લીધો છે, તેના પર અમને ખુબ ગર્વ છ, તું એક મજબૂત મહિલા છે. અને જ્યારે તમે તમારા વિવાહિત જીવનમાં ખુશ ન હોવ તો તમારે તમારી ડિગ્રીટી, સેલ્ફ રિસ્પેક્ટ માટે તે જ કરવું જોઈએ, જે તમે કરી શકો”.

મળેલી જાણકારીના આધારે મલાઈકાએ અરબાઝ પાસે છૂટાછેડા માટે 10 કરોડ રૂપિયાની માંગ એલિમનીના સ્વરૂપે કરી હતી અને તેનાથી ઓછી રકમમાં સમજોતો કરવા માટે તે તૈયાર ન હતી. પણ અરબાઝ ખાને તેને 15 કરોડ રૂપિયા આપ્યા હતા.

છૂટાછેડાનું કારણ મલાઈકાનો અર્જુન કપૂર સાથેનો સબંધ પણ માનવામાં આવ્યો હતો. જો કે અરબાઝથી અલગ થયા પછી તે ખુલ્લેઆમ અર્જુન સાથે સમય વિતાવી રહી છે જ્યારે અરબાઝ ખાન પણ વિદેશી મૉડલ જોર્જિયાને ડેટ કરી રહ્યા છે.

yc.naresh

disabled