કપિલ શર્મા શોની અંદર જજની ખુરશી ઉપર બેસીને ખડખડાટ હસતી અર્ચના પૂરણ સિંહની લાઈફ સ્ટાઇલ જોઈને તમે પણ ચોંકી ઉઠશો - Chel Chabilo Gujrati

કપિલ શર્મા શોની અંદર જજની ખુરશી ઉપર બેસીને ખડખડાટ હસતી અર્ચના પૂરણ સિંહની લાઈફ સ્ટાઇલ જોઈને તમે પણ ચોંકી ઉઠશો

ટીવી ઉપર દર્શકોને ખડખડાટ હસાવતો શો “ધ કપિલ શર્મા શો” દર્શકો જોવાનું ખુબ જ પસંદ કરે છે, આ શોની અંદર કોમેડિયન કપિલ શર્મા ઉપરાંત બીજા કલાકારો પણ ચાહકોને ખુબ જ પસંદ આવે છે. તેમાનું જ એક છે જજની ખુરશી ઉપર જોવા મળતું પાત્ર અર્ચના પૂરણ સિંહ.

અર્ચના કપિલ શર્મા શોમાં જજની ખુરશી ઉપર બેસી અને દરેક જોક ઉપર ખડખડાટ હસે છે અને આ ખડખડાટ હસવાને તેને લાખો રૂપિયા પણ મળે છે. તો અર્ચના એક સમયની ખ્યાતનામ અભિનેત્રી પણ છે તો આજે અમે તમને અર્ચનાની લક્ઝુરિયસ લાઈફ વિશે જણાવીશું.

અર્ચના પૂરણ સિંહે બી ગ્રેડ ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તેને  બોલિવુડમાં એક એવું મુકામ હાંસિલ કરી લીધુ છે, કે તે આજે ઘર-ઘરમાં જાણિતી બની ગઈ છે. અર્ચનાએ તેના કરિયરમાં શાહરૂખ, સલમાન, અક્ષયથી લઇને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. બૉલીવુડ ઉપરાંત અર્ચનાએ નાના પડદા ઉપર પણ કામ કર્યું છે.

અર્ચનાએ વર્ષ 1992માં પરમીત સેઠી સાથે લગ્ન કર્યા હતા. અર્ચના અને પરમીત બંનેના આ બીજા લગ્ન હતા.  આ પહેલા બંનેના પોતાના પાર્ટનર સાથે છૂટાછેડા થઇ ગયા હતા. આજે તેમને  બે દીકરા છે આર્યમાન અને આયુષ્માન.

અર્ચના ઘણા ટીવી ધારાવાહિકમાં કામ કરી ચુકી છે. વર્ષ 1993માં તેને શો “વાહ ઓર કયા સીન હે”માં કામ કર્યુ હતુ. તે બાદ તે “જાને ભી દો પારો” “શ્રીમાન-શ્રીમતી” “જૂનુન” અને “અર્ચના ટોકીજ” જેવા શોમાં કામ કરી ચુકી છે.

“ધ કપિલ શર્મા શો”ને જજ કરી રહેલી અર્ચના પૂરણ સિંહ  મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે એક એપિસોડના 10 લાખ રૂપિયા જેટલી ફી લે છે. જો કે, અર્ચના પહેલા આ શોમાં જજની ભૂમિકામાં ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ હતો અને તે અર્ચાના કરતા પણ વધારે ફી ચાર્જ કરતા હતા.

જો અર્ચનાની કુલ કમાણી જોઈએ તો મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે અર્ચના પૂરણ સિંહ પાસે લગભગ 29 મિલિયન ડોલર એટલે કે 222.343 કરોડ રૂપિયાની સંપત્તિ છે.  તે એક શાનદાર અને આલીશાન બંગલાની માલકીન છે.

અર્ચનાએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, ત્યારબાદ તે આ તબક્કે પહોંચી છે. આજે તે ખૂબ વૈભવી જીવનનો આનંદ માણી રહી છે. અર્ચના પુરણ સિંહના બંગલાની વાત કરીએ તો તેણે મુંબઈના મડ આઇલેન્ડમાં એક બંગલો બનાવ્યો છે.  તે દેખાવમાં ખૂબ જ મોટો અને ખૂબ જ સુંદર છે. તે કોઇ મહેલથી ઓછો નથી.

અર્ચનાએ તેના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તેણે શરૂઆતમાં ઘણો જ સંઘર્ષ કર્યો છે. પરંતુ તેની લગન અને મહેનતના દમ પર આજે તે કરોડોની માલકિન છે. તેમજ આજે તેને કોઇ ઓળખની પણ જરૂર નથી.

અર્ચના ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બંગલાની તસવીર અને વીડિયો શેર કરતી હોય છે. અર્ચનાનું આ આલીશાન અને લગ્ઝરી ઘર મોટા-મોટા સુપરસ્ટાર્સના ઘરને પણ માત આપે તેવું છે.

અર્ચના પૂરણ સિંહના ઘરની દિવાલો પર સફેદ રંગની થીમ મુકવામાં આવી છે. ઘરના પડદા પણ પેઇન્ટ સાથે સારી રીતે મેચ થાય છે કારણ કે તેનો રંગ હળવો છે. અર્ચનાએ તેના ઘરની બહાર મોટો બગીચો બનાવ્યો છે.  તેમણે આ બગીચામાં ઘણા વૃક્ષો અને છોડ પણ વાવ્યા છે.

Uma Thakor

disabled