એવું તો શું જોયું હતું મલાઈકા અરોરાએ અરબાઝ ખાનમાં કે પ્રેમમાં પાગલ થઈને કરી લીધા હતા લગ્ન, ખુબ જ ફિલ્મી છે કારણ

48 વર્ષની મલાઈકાને સલમાન ખાન ગમે છે કે અરબાઝ?

મલાઈકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. કપલ ઘણી બી-ટાઉન પાર્ટીમાં સાથે નજર આવતા હતા પરંતુ વર્ષ 2017માં જયારે બંનેએ અલગ થવાનું નક્કી કર્યું તો ચાહકો હેરાન થઇ ગયા હતા. કારણકે આ બધા માટે ચોંકાવનારી વાત હતી.

મલાઈકા અને અરબાઝ દરેક મુશ્કેલ સમયમાં સાથે નજર આવતા હતા. આ વચ્ચે મલાઈકા અરોરાનું અરબાઝ ખાન સાથેનું એક જૂનું ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે. તે ઇન્ટરવ્યૂમાં સલમાન ખાનને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો.

સાજીદ ખાનના શોમાં અનિલ કપૂરે મલાઈકા અરોરાને સવાલ પૂછ્યો હતો કે,’ મલાઈકા હું તમારી જોડેથી એ વાત જાણવા માટે ઉત્સુખ છુ કે અરબાઝ અને સલમાનમાંથી સૌથી વધારે ગુડ લુકિંગ કોણ છે?’ મલાઈકાએ હસતા જવાબ આપ્યો હતો કે, ‘તેમાં કોઈ શક નથી મારા પતિ અરબાઝ ખાન ગુડ લુકિંગ છે.

આ જ કારણ હતું કે મેં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. અનિલ કપૂરે આ સવાલ જ ખબર નહિ કેમ પૂછ્યો છે.’ આ બધાની વચ્ચે અરબાઝ ખાન કહે છે કે, ‘કોઈ પણ મર્દ સાથે લગ્ન કરવા માટે તેમનું એવું માનવું છે કે તે દેખાવમાં સારો હોવો જોઈએ.’  મલાઈકા આગળ તેની વાત રાખતા કહે છે કે, ‘અનિલ કપૂરનો સવાલ જ એવો હતો તો હું જવાબ પણ એવો જ આપીશ. મને ગંભીર સ્વભાવના લોકો ખુબ પસંદ છે.

અરબાઝ ખુબ જ રોમેન્ટિક છે. તે ઘણી વાર મને કહેતા હોય છે કે- બેબી, આપણે સાથે ઘરડા થઇ રહ્યા છીએ.  હું પોતાની જાતને તેની સાથે ઘરડા થતા જોવાનું  પસંદ કરું છુ, કદાચ આ જ અમારા પ્રેમનું મુખ્ય કારણ પણ છે. અભિનેતા અર્જુન રામપાલ પૂછે છે કે, ‘તમને આ વાત સાંભળીને કેવું લાગે છે કે જયારે લોકો તમને કહે છે કે તમે ઇન્ડસ્ટ્રીની ‘ફિટ માતા’ છો?’  આ વાત પર મલાઈકા કહે છે કે, ‘મને આ વાત  સાંભળીને સાચે જ ખુબ જ સરસ લાગે છે. હવે આ સવાલ પર હું શું કહું.’

અરબાઝ ખાને કહ્યું હતું કે, ‘મેં અને મલાઈકા અરોરાએ જયારે અલગ થવાનું નક્કી કર્યું હતું ત્યારે અમારો પુત્ર ખાલી 12 વર્ષનો જ હતો. પરંતુ એક સમય જતા મને તે અનુભવ થવા લાગ્યો હતો કે હવે મારે તેની જોડેથી અલગ થવું ખુબ જ જરૂરી થઇ ગયું હતું અને આ બધું અમારો છોકરો પણ જાણવા લાગ્યો હતો. કેમકે તે દરરોજ ઘરમાં થતા વાતાવરણથી સારી રીતે વાકેફ હતો. કહેવાય છે ને કે બાળકોને પહેલાથી જ બધું ખબર પડી જતી હોય છે તો મારા પુત્રની સાથે પણ આવું જ હતું.

disabled