લાડલી વામિકાને પાછળ બેસાડી અનુષ્કા શર્માએ બીચ પર ચલાવી સાયકલ, બિકીનીમાં ખુલ્લું ખુલ્લું બધું દેખાઈ રહ્યું છે
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા થોડા દિવસો પહેલા પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે વેકેશન મનાવીને પરત ફરી છે. અનુષ્કા પહેલા જ ફેન્સ સાથે વેકેશનની તસવીરો શેર કરી ચૂકી છે, જેમાં તે મોનોકિનીમાં હોટ અવતારમાં જોવા મળી હતી. ત્યારે હવે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક શાનદાર વીડિયો પોસ્ટ કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલા વીડિયોમાં અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે શાનદાર અંદાજમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે.
અનુષ્કા શર્માનો ઓરેન્જ કલરનો મોનોકિની લુક સૌથી વધુ વાયરલ થયો હતો. ત્યાં હવે અભિનેત્રી મોનોકિનીમાં સાયકલ ચલાવતી જોવા મળે છે અને વામિકા પાછળ બેઠી છે. અનુષ્કા વિડિયોની શરૂઆતમાં કેમેરા તરફ સુંદર સ્માઈલ પણ આપી રહી છે. અનુષ્કાની સ્માઈલથી સ્પષ્ટ છે કે વિરાટ કોહલીએ આ પ્રાઈવેટ વેકેશનમાં અભિનેત્રીનો આ વીડિયો શૂટ કર્યો છે. વીડિયોમાં અનુષ્કા ક્યારેક ગાર્ડન એરિયામાં તો ક્યારેક દરિયાની વચ્ચે સાઇકલ ચલાવતી જોવા મળે છે. અનુષ્કા શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અનુષ્કાના આ વીડિયોને નેટીઝન્સ ખૂબ લાઈક અને શેર કરી રહ્યા છે. આ સાથે કોમેન્ટ સેક્શનમાં પણ જોરદાર વખાણ કરતા જોવા મળી રહ્યા છે. વિડીયો શેર કરતાં અનુષ્કા શર્માએ લખ્યું, “મારા બે પ્રિયતમ સાથેની શ્રેષ્ઠ યાદો, મારે પાછા ફરવું પડશે!” અનુષ્કાએ તેના કેપ્શન સાથે લખ્યું છે કે, પહેલેથી જ ગુમ થવાનો અર્થ છે ઘણું બધું યાદ કરવું. અનુષ્કાનો વિડિયો જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજીસ સાથે કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, “સુંદર યાદો.” જ્યારે બીજાએ કમેન્ટ કરી, “સો ક્યૂટ!” આ પહેલા અનુષ્કા શર્માએ બ્લેક સ્વિમસૂટમાં તેની સોલો તસવીરો શેર કરી હતી.
View this post on Instagram
વીડિયોમાં અનુષ્કા ઓરેન્જ મોનોકિની અને ટોપી પહેરેલી જોવા મળી રહી છે. વીડિયોમાં તે દીકરી સાથે સાયકલ ચલાવવાની મજા માણી રહી છે. જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી દીકરી વામિકાને સોશિયલ મીડિયા અને પેપરાજીથી દૂર રાખે છે. વામિકાના જન્મથી તેમણે સત્તાવાર રીતે તેની એક પણ તસવીર શેર કરી નથી. જાહેર સ્થળો પર પણ અનુષ્કા દીકરી વામિકાને કેમેરાથી છુપાવતી જોવા મળી છે.
View this post on Instagram
તાજેતરમાં, જ્યારે વામિકાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, ત્યારે અનુષ્કા શર્મા ગુસ્સે થઈ હતી અને તેણે એક વખત ચેતવણી આપી હતી કે પુત્રી વામિકાની તસવીરો ન તો ક્યાંય લેવી જોઈએ અને ન તો શેર કરવી જોઈએ. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. તેણે 11 જાન્યુઆરી 2021ના રોજ પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા છેલ્લે શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી.
View this post on Instagram
અનુષ્કા હાલમાં ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નામ છે ‘ચકડા એક્સપ્રેસ’.જાન્યુઆરી 2022માં અનુષ્કા શર્માએ આ ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું. અનુષ્કાની આ ફિલ્મ 2 ફેબ્રુઆરી 2023ના રોજ રીલિઝ થશે.અભિનેત્રી હાલમાં નેટફ્લિક્સ પર રિલીઝ થનારી આ ફિલ્મ માટે સખત મહેનત કરી રહી છે.