ટીવી પર નિભાવ્યો દેવર-ભાભીનો રોલ, લગ્ન કર્યા વગર 15 વર્ષોથી એક ઘરમાં લિવ ઇનમાં રહે છે આ કપલ - Chel Chabilo Gujrati

ટીવી પર નિભાવ્યો દેવર-ભાભીનો રોલ, લગ્ન કર્યા વગર 15 વર્ષોથી એક ઘરમાં લિવ ઇનમાં રહે છે આ કપલ

ટીવી ઇન્ડસ્ટ્રીનો લોકપ્રિય શો અનુપમા દરેકનો ફેવરિટ બની ચુક્યો છે. દરેક કોઈ આ શો ને જોવાનું પસંદ કરે છે. શો માં અમુક મહિનાઓ પહેલા નવા કિરદારોની એન્ટ્રી થઇ છે,તેમાંની જ એક અભિનેત્રી છે એશ્લેષા સાવંત. આશ્લેષા શો માં અનુજ કપાડિયા એટલે કે ગૌરવ ખન્નાની ભાભી બરખા કપાડિયાનો કિરદાર નિભાવી રહી છે. ઓન સ્કિન એશ્લેષા જેટલી ગ્લેમર દેખાય છે તેનાથી પણ વધુ ગ્લેમર અસલ જીવનમાં છે. આવો તો જાણીએ આખરે કોણ છે અશ્લેષા.

અનુપમા સિરિયલ ઇન્ડસ્ટ્રીનો બાદશાહ બનેલો છે. સીરીયલની કહાની લોકોને ખુબ પસંદ આવી રહી છે. સીરિયલના ટ્રેકને અનુજના ભાઈ-ભાભી રોચક બનાવી રહ્યા છે. અશ્લેષાને ઇન્ડસ્ટ્રીમાં પોતાની દમદાર અદાકારી અને આકર્ષક ફીગરને લીધે ઓળખવામાં આવે છે. અશ્લેષા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાનીએ એકથી એક દમદાર તસવીરો શેર કરતી રહે છે.

એશ્લેષાનો જન્મ 24 સપ્ટેમ્બર 1984ના રોજ પુણેમાં થયો હતો, અશ્લેષાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગ દ્વારા કરી હતી.શો માં એશ્લેષા વિલેનના કિરદારામાં જોવા મળી રહી છે, જે શો ને વધુ દિલચસ્પ બનાવી રહી છે. 37 વર્ષની એશ્લેષા  આ ઉંમરે પણ યુવાન અભિનેત્રીઓને માત આપે છે.

એશ્લેષાએ 2002માં એકતા કપૂરના શો કસોટી ઝિન્દગીકી દ્વારા ડેબ્યુ કર્યું હતું. 12 માં ધોરણમાં અભ્યાસ બાદ તેને મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. અશ્લેષાએ ક્યાં હાદસા ક્યાં હકીકત શો માટે પણ ઓડિશન આપ્યું હતું અને તેમાં તે સિલેક્ટ  પણ થઈ હતી પણ કોઈ કારણોસર શૂટિંગ રદ્દ કરવામાં આવી હતી.

કસોટી ઝિંફકી કી પછી એકતા કપૂરે તેને ક્યોંકિ સાસ ભી કભી બહુ થી માં પણ તેને તિશા અને કમાલમાં અનિતા ભાટિયાનો કિરદાર આપ્યો હતો, જેના બાદ તેની લોક્પ્રીયતા વધી ગઈ હતી. જેના બાદ તેને લગાતાર ઘણા ઓફર્સ મળ્યા હતા. જેના બાદ તેણે દેશ મેં નિકલા હોગા ચાંદ, સાત ફેરે, પવિત્ર રિશ્તા, પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા, કુમકુમ જેવા શોમાં કામ કરી ચુકી છે.

આગળના 18 વર્ષોથી અશ્લેષા ટીવી અભિનેતા સંદીપ બસવાનાને ડેટ કરી રહી છે, બંને લગ્ન કર્યા વગર લિવ ઈન રિલેશનમાં રહે છે. બંને એકબીજાની તસવીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરતા રહે છે. અશ્લેષા-સંદીપ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી માં દેવર-ભાભીનો કિરદાર નિભાવી ચુક્યા છે. આ શો વર્ષ 2000 થી 2008 સુધી પ્રસારિત થયો હતો.

આ શો ના સેટ પર જ બંનેની પહેલી મુલાકાત થઇ હતી. અને આ મલાકાત ધિમે ધીમે દોસ્તી અને પછી પ્રેમમાં બદલાઈ ગઈ. હજુ પણ બંનેનો લગ્ન કરવાનો કોઈ જ ઈરાદો નથી. એશ્લેષાએ કહ્યું હતું કે, સાથે રહેવાથી સિક્યુરિટી વધે છે ના કે ડાયમંડ્સ, કાર કે ઘર આપવાથી.  શરૂઆતમાં તે સંદીપ સાથે થોડી અસહજ હતી પણ ધીમે ધીમે બધું ઠીક થઇ ગયું. ખુશ રહેવા માટે રજીસ્ટ્રેશન કાગળની જરૂર નથી”.

સંદીપે પણ પોતાની વાત રાખતા કહ્યું કે,” એક દિવસ અશ્લેષા મારા ઘરે આવી અને પછી ક્યારેય ગઈ જ નહીં.પહેલા અમે નક્કી કર્યું કે જ્યા સુધી આપણે ખુશ છીએ, ત્યાં સુધી સાથે રહેશું. રિલેશનશિપ જીવનને આસાન બનાવી દે છે. જ્યારે અમને એક બાળકની જરૂર થશે ત્યારે અમે લગ્ન કરી લેશું”.

yc.naresh

disabled