લતાજીના અંતિમ વિધિ દરમિયાન થઇ ગઈ મોટી ભૂલ, દીદીના પોસ્ટરમાં નામ આગળ એવું કઈંક લખાઈ ગયું કે ફેન્સ ચોંકી ઉઠ્યા
આજે રવિવારે સવારે 6 ફેબ્રુઆરી, 2022ને રવિવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર કોકિલા આપણા દેશના રત્ન મહાન લતા મંગેશકરે છેલ્લા શ્વાસ લીધા. ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ લગભગ 1-10 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર સહિતની હસ્તીઓએ લતાદીદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
View this post on Instagram
હવે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને લતા મંગેશકરના પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ વિધિ થઈ રહી છે. ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા લતાદીદીને લશ્કરી સન્માન આપવામાં આવ્યું હતું. લતા મંગેશકરને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે તેમને મુખાગ્નિ આપ્યો હતો. હૃદયનાથને તેમના દીકરા અને લતાદીદીના ભત્રીજા આદિત્યએ ટેકો આપ્યો હતો.
View this post on Instagram
આખા ભારતને રડતું મૂકીને લતા મંગેશકર સ્વર્ગે સીધાવ્યાં છે. મુંબઈના શિવાજી પાર્કમાં પૂરા રાજકીય સન્માન સાથે લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરાયા. લતાના ભાઈના પુત્ર આદિત્યે ફૂઈને મુખાગ્ન આપી હતી. આ શોકના પ્રસંગે પ્રધાનમંત્રી મોદી, શરદ પવાર, આદિત્ય ઠાકરે સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યાં હતા.
View this post on Instagram
પંડિતોના મંત્રાચ્ચારણ વચ્ચે દિગ્ગજ લતાજીને તેમના ભાઈ હ્રદયનાથ મંગેશકરે મુખાગ્ની આપી. લતા મંગેશકર પંચ તત્વોમાં વિલીન થઈ ચુક્યા છે. તેમના અંતિમ સમયમાં તેમના પરિવાર તેમની સાથે છે. હવે ફક્ત તેમની યાદો આપણી સાથે રહી ગઈ. અંતિમ સંસ્કાર શિવાજી પાર્કમાં ચાલી રહ્યા છે. લતાદીદીનું ફેમિલી, સેલેબ્સ, વડાપ્રધાન અને નેતાઓની હાજરી વચ્ચે પાંચ તત્વોમાં ભળી જવાના છે.
View this post on Instagram
પંડિત મંત્રનો પાઠ કરી રહ્યા છે. દરેક લોકો લતા દીદીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ભીની આંખો સાથે તેણીને છેલ્લી વિદાય આપી. જળ, જમીન અને વાયુસેનાના અધિકારીઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનેતા-રાજકારણી, બોલીવુડ અને સ્પોર્ટ્સ સેલેબ્સે લતા મંગેશકરને અંતિમ વિદાય આપી છે. મુંબઈના શિવાજી પાર્કમાં લતા મંગેશકરના સંપૂર્ણ સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
View this post on Instagram
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતા મંગેશકરના અંતિમ દર્શન અને તેમને શ્રદ્ધાંજલી આપ્યા પછી તેમના પરિવારના સભ્યોને મળ્યા. આ દરમિયાન તેમણે ઘણા લોકો સાથે વાતચીત કરી. પીએમ મોદીએ આ દરમિયાન સીએમ ઉદ્ધવ સાથે પણ મુલાકાત કરી અને પછી ત્યાંથી રવાના થયા.
View this post on Instagram
સ્મશાન ગૃહ પર લાગેલા લતાજીના પોસ્ટર પર તંત્રની એક ગંભીર ભૂલ સામે આવી છે. લતાજી અપરિણિત હતા તેમ છતાં પોસ્ટરમાં તેમના નામની આગળ શ્રીમતી લખાઈ ગયું. જો કે પાછળથી તંત્રને પોતાની ભૂલ સમજાતાં તાત્કાલિક ધોરણે શ્રીમતી હટાવી ભારત રત્નનું થીગડું માર્યું છે. શિવાજી પાર્ક ખાતે સચિન તેંડુલકર, શાહરુખ ખાન, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, મનસેના પ્રમુખ રાજ ઠાકરે, NCPના પ્રમુખ શરદ ઠાકર, કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલ સહિતની હસ્તીઓ હાજર છે.
પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ગાયિકા લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પાક મંત્રીએ કહ્યું લતા મંગેશકરે સંગીતની દુનિયા પર રાજ કર્યું છે. એક ટ્વિટમાં પાક મંત્રીએ કહ્યું, “લેજન્ડ લતા મંગેશકર હવે રહ્યા નથી, તેઓ એક મેલેડિયસ ક્વીન હતા જેમણે દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યું હતું. તે સંગીતની બેતાજ બાદશાહ હતી, તેનો અવાજ આવનારા સમયમાં પણ લોકોના દિલ પર રાજ કરતી રહેશે.
આજે સવારે 8:12 વાગે પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું હતું. કોવિડ -19 અને ન્યુમોનિયાથી પીડાતા તેમને 8 જાન્યુઆરીએ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તે કોરોનાથી સ્વસ્થ થઈ ગઈ હતી, પરંતુ શનિવારે ફરીથી તેની હાલત વધુ ખરાબ થયા બાદ તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી. મંગેશકર એક ભારતીય પ્લેબેક સિંગર અને ઓક્સિઓનલ મ્યુઝિક કમ્પોઝર હતા અને તેમના સુરીલા અવાજ માટે ‘કોકિલા ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખાતા હતા.