અર્જુન 50 વર્ષની મલાઈકા આંટી સાથે ચાલુ છે અને તેની બહેન આની જોડે, બહેન અંશુલની રોમેન્ટિક તસવીરો આવી સામે - Chel Chabilo Gujrati

અર્જુન 50 વર્ષની મલાઈકા આંટી સાથે ચાલુ છે અને તેની બહેન આની જોડે, બહેન અંશુલની રોમેન્ટિક તસવીરો આવી સામે

બોલિવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ કોઇ વ્યક્તિને કોઇની સાથે સ્પોટ કરવામાં આવે છે અથવા તો કોઇ તસવીર પોસ્ટ કરી દે છે તો લોકો તેમના રિલેશનમાં હોવાની અફવાઓ ઉડાવવાથી પાછળ નથી રહેતા. હવે બોની કપૂરની દીકરી અને અર્જુન કપૂરની બહેનને જ જોઇ લો. તે ગોવામાં એન્જોય કરી રહી હતી, ત્યારે તેણે કેટલાક દિવસ પહેલા સ્ક્રીન રાઇટર રોહન ઠક્કર સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. તે બાદ લોકોએ ક્યાસ લગાવવાના શરૂ કરી દીધા કે અંશુલા કપૂર રોહનને ડેટ કરી રહી છે.

હવે આ વાતમાં કેટલી હકિકત છે તે તો અંશુલા અને રોહન બેમાંથી એક જ કહી શકે છે.અંશુલા તેની ડેટિંગ લાઇફને લઇને ચર્ચામાં બનેલી છે. અંશુલાએ એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો, જે બાદ તેના રિલેશનશિપ સ્ટેટસને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ. વાયરલ વીડિયોમાં અંશુલા મિસ્ટ્રી મેન રોહન ઠક્કર સાથે જોવા મળી રહી છે. બંનેનો આ વીડિયો વેકેશનનો છે. અંશુલા રોહન સાથે ઘણી ખુશ જોવા મળી રહી છે. અંશુલાએ આ વીડિયો રોહનના બર્થ ડે પર શેર કર્યો હતો અને રોહનને તેણે સૌથી પ્રિય છોકરો ગણાવ્યો હતો.

અંશુલાના વીડિયો પર મલાઈકા અરોરા, મહિપ કપૂર અને સંજય કપૂરે પણ રોહનને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. આવી સ્થિતિમાં અંશુલા રોહનને ડેટ કરી રહી હોવાની ચર્ચાઓ વહેતી થઇ હતી. જણાવી દઇએ કે, રોહન ઠક્કર એક સ્ક્રીન રાઇટર છે. રોહને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું નથી, પરંતુ તેણે કેટલીક ભાષાઓમાં સ્ક્રીન રાઇટર તરીકે પ્રોજેક્ટ કર્યા છે. રોહન ઠક્કરના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 1 હજાર ફોલોઅર્સ છે.

તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ છે. પરંતુ તે ઘણીવાર અંશુલા કપૂરની પોસ્ટમાં દેખાય છે. અંશુલા અને રોહન વિશે વાત કરીએ તો એવા અહેવાલો છે કે બંનેએ આ વર્ષની શરૂઆતમાં જ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અંશુલાનો પરિવાર પણ રોહન અને તેમના સંબંધો વિશે જાણે છે. બંને ખૂબ જ ખુશ છે અને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. જોકે, અંશુલાએ હજુ સુધી રોહન સાથેના તેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by Anshula Kapoor (@anshulakapoor)

Live 247 Media

disabled