અભિનેત્રી અનિતા રાજ 58 વર્ષની ઉંમરે બની સાસુ, નવી નવેલી દુલ્હનનું ધામધૂમથી કર્યું સ્વાગત, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

અભિનેત્રી અનિતા રાજ 58 વર્ષની ઉંમરે બની સાસુ, નવી નવેલી દુલ્હનનું ધામધૂમથી કર્યું સ્વાગત, જુઓ તસવીરો

80 ના દશકની બૉલીવુડની જાણીતી અભિનેત્રી અને હાલ ‘છોટી સરદારની’ શો માં જોવા મળનારી અભિનેત્રી અનિતા રાજ અસલ જીવનમાં સાસુ બની ચુકી છે. હાલમાં જ તેના દીકરા શિવમના લગ્ન તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ રેનુ સાથે થયા છે.

અનિતાએ પોતાની નવી નવેલી વહુનું ખુબ ધામધૂમથી સ્વાગત કર્યું હતું. દીકરાના લગ્નની જાણકારી અનિતાએ પોતાના દીકરા અને વહુના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને દર્શકોને આપી હતી.

અનિતાએ તસવીરોની શરૂઆત ગણપતિની મૂર્તિ દ્વારા કરી હતી. તસવીરમાં વહુ અને દીકરો શિવમ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. દુલ્હનના લાલ લહેંગામાં રેનું ખુબ જ સુંદર લાગી રહી છે, જ્યારે શિવમ વ્હાઇટ ધોતી-કુર્તા અને કોટ પહેરેલા દેખાઈ રહ્યા છે.  તસવીરોમાં સિંદૂર લગાવવાથી માંડીને વરમાળા પહેરાવવાની  તથા ગૃહ પ્રવેશ જેવી તમામ વિધિઓ પણ શામેલ છે.

અનિતાએ પણ દીકરા અને વહુ સાથેની પોતાની તસવીર શેર કરી હતી અને કૈપ્શનમા લખ્યું કે,”ભગવાનની કૃપાથી મારો દીકરો શિવમ અને મારી વહુ રેનુએ લગ્ન કરી લીધા છે. ભગવાન હંમેશા તેઓના પર કૃપા બનાવી રાખે”.

કોરોના મહામારીને લીધે લગ્ન એકદમ પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. લગ્નમાં અમુક પરિવારના લોકો અને નજીકના મિત્રોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

અનિતા રાજ બોલીવુડના અભિનેતા જગદીશ રાજ ખુરાનાની દીકરી છે, જે ફિલ્મોમાં મોટાભાગે પોલીસના રોલમાં જોવા મળતા હતા. 58 વર્ષની ઉંમરે પણ અનિતા પોતાની ફિટનેસ પર પૂરું ધ્યાન આપે છે.

હાલ અનિતા છોટી સરદારની શો માં કુલવંત કૌર ઢિલ્લોનો કિરદાર નિભાવી રહી છે. અનિતા  પ્રેમગીત, છોટી સી ઝીંદગી, દુલ્હા બિકતા હૈ, આસમાન, માસ્ટરજી, ગુલામી, કરિશ્મા કુદરત કા  જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

yc.naresh

disabled