ટીવીની આ હસીનાએ શોર્ટ્સ પહેરીને દેખાડ્યા તેના ટોન્ડ પગ, સેક્સી મમ્મી બનીને આપ્યા જોરદાર પોઝ

ટીવી અભિનેત્રી અનીતા હસનંદાની આમ તો તેના છોકરા આરવના જન્મ પછી સ્ટાઈલિશ લુકમાં ભાગ્યે જ નજર આવતી હોય છે પરંતુ જયારે પણ તેની તસવીરો શેર કરતી હોય છે તો દરેક લોકો તેને ખુબ પસંદ કરતા હોય છે. અનીતાએ એવી જ કેટલીક તસવીરો શેર કરી છે શોર્ટ્સમાં ખુબ જ ફિટ નજર આવી રહી છે.

અનીતાએ તેના સોશિયલ મીડિયા પર તેની ડેટ નાઈટની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે ખુબ જ હોટ લાગી રહી હતી. અનીતા તેના પતિ રોહિત રેડ્ડી સાથે પોઝ આપતી નજર આવી રહી છે. રોહિતે બ્લેક એન્ડ વ્હાઇટ જેકેટ અને બ્લુ રિપ્ડ જીન્સને પસંદ કર્યું હતું. કપલ વેલેન્ટાઈન ડે પર પ્રેમમાં ડૂબેલા નજર આવ્યા હતા. અનીતા અને રોહિત ઓવરસાઈઝ આઉટફિટમાં ખુબ જ સ્ટાઈલિશ દેખાઈ રહ્યા હતા.

અનીતાએ ઓફ વ્હાઇટ કલરનું નીટેડ ઓવર સાઈઝ સ્વેટર પહેરેલું હતું જેની પર થ્રેડ એબ્રોઇડરી નજર આવી રહી છે. તેમજ તેના લાઈટ બ્લુ શેડના શોર્ટ્સ સ્વેટરમાં છુપાઈ રહ્યું હતું. જ્યાં આ વિન્ટર કુલ લુકમાં અનીતા ખુબ જ બિન્દાસ લાગી રહી હતી તો તેમજ તેણે કમ્પ્લીટ કરવા માટે ગળામાં ઘણી ગોલ્ડન ચેઇન અને હાથમાં સ્લિગ બેગ કેરી કરેલી હતી.

અનીતાએ તેના આ કેઝ્યુઅલ લુક સાથે શૂઝની જગ્યાએ એંકલ સ્ટ્રેપી હિલ્સ કેરી કરેલા હતા. મિનિમલ મેકઅપ તેના મેકઅપને એકદમ પરફેક્ટ બનાવી રહ્યું હતું. મમ્મી બન્યા પછી પણ અનીતાની હોટનેસ જરાય ઓછી થઇ નથી.

અનીતાની કારકિર્દીની વાત કરીએ તો તે ફિલ્મોથી લઈને ટીવી શો સુધી કામ કરી ચુકી છે. જોકે અનીતાની ફિલ્મી કારકિર્દી કઈ ખાસ રહી હતી નહિ પરંતુ તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેની છાપ છોડવામાં સફળ રહી હતી. તેણે નાના પડદા પર ઘણા પોપ્યુલર શો કર્યા છે જેમાં ‘કભી સૌતન કભી સહેલી’,’કોઈ અપના સા’,’કુમકુમ- એક પ્યારા સ બંધન’,’યે હૈ મોહબ્બતે’,’કાવ્યાંજલિ,’ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’,’નાગિન-3 અને નાગિન-4માં કામ કરી ચુકી છે.

disabled