47 વર્ષની મલાઈકા અરોરા સાથે ભત્રીજા અર્જુન કપૂરના સંબંધોને લઈને કાકા અનિલ કપૂરે કહી આ ચોંકાવનારી વાત
47 વર્ષની મલાઈકા ભાભી સાથેના લફરાં જોઈને કાકા અનિલ કપૂરને પેટમાં દુખ્યું? જુઓ શું શું કહ્યું
અભિનેત્રી મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂરના અફેરની ખબરો સોશિયલ મીડિયા ઉપ્પર અવાર નવાર છવાયેલી રહે છે.
આ બંનેએ પણ પોતાના અફેરની સ્વીકૃતિ જાતે જ કરી લીધી છે ત્યારે અર્જુન કપૂરના પરિવાર તરફથી હજુ આ સંબંધ વિષે કોઈએ કઈ કહ્યું નથી પરંતુ અર્જુન કપૂરના કાકા અભિનેતા અનિલ કપૂર તરફથી અર્જુનનો પક્ષ લઈને એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
અનિલ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “હું અર્જુનને બહુ જ સારી રીતે ઓળખું છું, જે વસ્તુ તેને ખુશી આપે છે તે મને ગમે છે, આ બાબત વિશે મારુ કોઈ કમિટમેન્ટ આપવું યોગ્ય નથી,
કારણ કે હું કોઈની પ્રસ્નલ લાઈફ ઉપર વાત કરવાનું પસંદ નથી કરતો, એ જીવનમાં શું કરવા માંગે છે તે તેનો નિર્ણય હોવો જોઈએ, અમે બધા જ એની સાથે છીએ.”
અર્જુન કપૂર અને અનિલ કપૂર વચ્ચે કાકા ભત્રીજા કરતા પણ વધારે બે મિત્રો જેવો સંબંધ છે. બંને વચ્ચે સારું બોન્ડિંગ પણ જોવા મળે છે. મલાઈકા અને અર્જુન કપૂર વચ્ચેના સંબંધો પણ વધી રહ્યા હોવાની ખબરો પણ આવતી રહે છે.