ડગ કેસમાં ચંકી પાંડેની દીકરી અનન્યા સંસ્કારી ડ્રેસ પહેરીને NCB ઓફિસ ગઈ, આંખોમાં ડર જોવા મળ્યો જોઈ લો તસવીરો - Chel Chabilo Gujrati

ડગ કેસમાં ચંકી પાંડેની દીકરી અનન્યા સંસ્કારી ડ્રેસ પહેરીને NCB ઓફિસ ગઈ, આંખોમાં ડર જોવા મળ્યો જોઈ લો તસવીરો

NCB ની ઓફિસમાં બાપને લઈને ગઈ અનન્યા પાંડે, ગંદા કેસમાં નામ આવે એટલે બિકી છોડીને સંસ્કારી બની જવાનું?

બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે ડગ કેસમાં એનસીબીના રડાર પર આવી ગઈ છે. આજે NCBએ અભિનેત્રીના ઘરે દરોડા પાડ્યા હતા અને તેને પૂછપરછ માટે ઓફિસ આવવા માટે સમન મોકલ્યુ હતુ, અભિનેત્રી તેના પિતા અને અભિનેતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન તે સિંપલ લુકમાં જોવા મળી હતી.અનન્યા પાંડે સાંજે 4 વાગ્યા આસપાસ NCB ઓફિસ પહોંચી હતી. એનસીબીએ અનન્યાની પૂછપરછ માટે પ્રશ્નોની યાદી તૈયાર કરી છે.

અનન્યા પાંડે વોટ્સએપ ચેટને લઈને સવાલ હેઠળ છે. એનસીબી તેની વોટ્સએપ ચેટ અંગે જ તેની પૂછપરછ કરશે. તમને જણાવી દઈએ કે એનસીબીની ટીમે ગુરુવારે મુંબઈમાં અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એજન્સીએ અનન્યાના ઘરેથી ફોન, લેપટોપ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા.

મીડિયા અહેવાલ અનુસાર, અનન્યા પાંડેએ વ્હાઇટ રંગનો કુર્તો તથા ડેનિમ જીન્સ પહેર્યુ હતુ,. અનન્યાનએ વાળ બાંધીને રાખ્યા હતા. ચશ્મા પણ પહેર્યા હતા. અનન્યા સાથે તેના પપ્પા ચંકી પાંડે છે.આ સમયે તેની આંખોમાં ડર તથા ચહેરા પર ઉદાસી જોવા મળી હતી.

એનસીબીએ અનન્યાના ઘરેથી જપ્ત કરેલી વસ્તુઓ તેમની સાથે લીધી છે. અનન્યા તેના પિતા સાથે NCB ઓફિસ પહોંચી હતી. ચંકી પાંડે પોતાની પુત્રી અનન્યા સાથે એક જ કારમાં NCB ઓફિસ પહોંચ્યા અને સીધા NCB બિલ્ડિંગમાં ગયા. ઉલ્લેખનીય છે કે, અનન્યા પાંડે 23 વર્ષની છે અને તેનો 30 ઓક્ટોબરે જન્મદિવસ છે. ત્યારે હવે તે તેના જન્મદિવસના કેટલાક દિવસ પહેલા જ NCBના રડાર પર આવી ગઈ છે.

અનન્યાએ વર્ષ 2019 માં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને તારા સુતારિયા જોવા મળ્યા હતા. અનન્યા કંઇ ખાસ ફિલ્મોમાં જોવા નથી મળી. પરંતુ તેના ચાહકો કંઇ કમ નથી.  શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં છે. 2 ઓક્ટોબરના રોજ એનસીબી દ્વારા અન્ય કેટલાક સાથે તેની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

અનન્યા અને આર્યન સારા મિત્રો છે. આર્યન ખાનની બહેન અને શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અનન્યા પાંડેની બેસ્ટફ્રેન્ડ છે. અને આ કારણથી જ આર્યન સાથે પણ અનન્યાને સારી મિત્રતા છે. અનન્યાના ઘર સિવાય NCBની ટીમ આજે શાહરૂખ ખાનના ઘરે પહોંચી હતી. જો કે, શાહરૂખ ખાનના ઘરે દરોડા પાડવામાં આવ્યા ન હતા. NCBના એક અધિકારીએ સ્પષ્ટતા કરી હતી તેમણે મન્નતમાં દરોડો નથી પાડ્યો પરંતુ,તે કેટલાક દસ્તાવેજ માટે ત્યાં ગયા હતા.

NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, “આજે NCB મુંબઈ ઝોનલ યુનિટના અધિકારીઓ શાહરૂખ ખાનના નિવાસસ્થાન મન્નત ગયા અને શાહરૂખ ખાન પાસે આર્યન ખાન કેસની તપાસ સાથે સંબંધિત કેટલાક દસ્તાવેજો માંગ્યા.” શાહરુખ ખાનની વાત કરીએ તો, તે આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનને આજે મળવા આવ્યા હતા. તે લગભગ 15થી 18 મિનિટ સુધી ત્યાં રહ્યા હતા. આર્યનની ધરપકડ બાદ આ પ્રથમ વખત હતું જ્યારે શાહરૂખ ખાન તેના પુત્રને મળવા આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled