શૂટિંગ દરમ્યાન અભિનેત્રી અનન્યા પાંડેએ ગાડીની અંદર ન પહેરવાનું પહેરી બધાને દેખાડી દીધું

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ લાસ વેગાસથી પોતાની તસવીરો શેર કરી છે. લિગર ફિલ્મના શૂટિંગ બાદ તેણે કારની અંદરની પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તેની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે છેલ્લા ઘણા દિવસોથી તેની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. અનન્યા આ દિવસોમાં આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

અભિનેત્રીની  આગામી ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે. આ દરમ્યાન અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે જેણે ઈન્ટરનેટ જગતમાં તહેલકો મચાવી દીધો છે. અનન્યા પાંડેએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી કારની અંદર બાથરોબમાં પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીએ સફેદ કલરનું બાથરોબ પહેર્યું છે અને તેમાં કિલર પોઝ આપતી તસવીરોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે.

તસ્વીરોમાં અનન્યા પાંડે કારની અંદર બેસીને જોરદાર પોઝ આપતી જોવા મળે છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરમાં તેના ઓફ શોલ્ડર લુકને પણ ફ્લોન્ટ કરી રહી છે. આ દિવસોમાં અનન્યા પાંડે અને વિજય દેવરાકોંડા અમેરિકાના લાસ વેગાસમાં તેમની આગામી ફિલ્મ ‘લિગર’નું શૂટિંગ કરી રહ્યા છે અને ત્યાંથી તેઓ તેમની તસવીરો શેર કરી રહી છે. આ તસવીરો શેર કરીને તેણે એક મજેદાર શૂટની વાત કહી છે.

આ તસવીરો શેર કરતાં અનન્યાએ તેને કેપ્શન લખ્યું હતું કે, બાથરોબ આ કાર સીરિઝમાં ના પૂછશો કેમ, હું સમજાવી નહિ શકું. તસવીરમાં અનન્યા પાંડે સફેદ રંગના બાથરોબ પહેરીને અલગ અલગ અંદાજમાં પોઝ આપતી નજર આવી રહી છે જેની પર ચાહકો જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. અનન્યા પાંડે આ તસવીરોમાં ખૂબ જ ફની મૂડમાં જોવા મળી રહી છે.

તસવીરોએ ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. તસવીરમાં અનન્યા સૂતી જોવા મળી રહી છે. એક્ટ્રેસની આ ક્યૂટ તસવીર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અનન્યાની આ તસવીરો પર તેની નજીકની મિત્ર શનાયા કપૂર અને તેની માતા ભાવના પાંડેએ કોમેન્ટ કરીને તેના વખાણ કર્યા છે.

વર્ક કરીએ તો અનન્યા પાંડેએ વર્ષ 2019માં ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને હવે ફિલ્મ ‘લિગર’માં જોવા મળશે જેનું શૂટિંગ હાલ ચાલુ છે. તેના સિવાય અભિનેત્રી ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં પણ જોવા મળશે.

disabled