અમિતાભ બચ્ચનને લઈને આવ્યા બેડ ન્યુઝ, શૂટિંગ કરતા સમયે એવું થયું કે હોસ્પિટલ ભેગા થયા - Chel Chabilo Gujrati

અમિતાભ બચ્ચનને લઈને આવ્યા બેડ ન્યુઝ, શૂટિંગ કરતા સમયે એવું થયું કે હોસ્પિટલ ભેગા થયા

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ચાહકો માટે એક મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે. અમિતાભ બચ્ચન એક અકસ્માતનો શિકાર થયા છે. ફિલ્મ પ્રોજેક્ટ કેના શુટિંગ દરમિયાન તેઓ એક સીન શૂટ કરવા દરમિયાન ઘાયલ થઇ ગયા હતા અને તેમને આ દરમિયાન ઇજા પહોંચી છે. આ વાતની જાણકારી પોતે બિગ બીએ એક બ્લોગમાં આપી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, હૈદરાબાદમાં એક્શમ સીન શૂટ કરવા દરમિયાન તેમને ઇજા પહોંચી હતી. ત્યારે હવે સારવાર બાદ તેઓ જલસામાં આરામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન અવાર નવાર ખબરોમાં રહે છે અને ચાહકોને શોકિંગ ન્યુઝ આપતા રહે છે.

કેટલાક સમય પહેલા તમને યાદ હોય તો કોન બનેગા કરોડપતિ 14ના સેટ પર બિગ બી સાથે અકસ્માત થયો હતો. તેમણે ભૂલથી તેમના પગની નસ કાપી લીધી હતી. સતત લોહી નીકળવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ વિશે પણ બિગ બીએ પોતે જ લોકોને જણાવ્યુ હતુ. ઘણી મુશ્કેલી બાદ ડોક્ટરે લોહીનો વહાવ રોક્યો હતો. જો કે, આ જાણી જોઇને નહોતુ થયુ, પણ ચંપલમાં લાગેલા મેટલને કારણે થયુ હતુ. ત્યારે હવે એકવાર ફરી તેઓ ઘાયલ થયા છે.

બિગ બીએ તેમાન બ્લોગમાં જણાવ્યુ કે, હૈદરાબાદમાં તેઓ તેમની અપકમિંગ ફિલ્મ Project-Kનું શુટિંગ કરી રહ્યા હતા, આ દરમિયાન એક એક્શન સીન શુટ કરવાનો હતો. તેને કરવા દરમિયાન તેઓ ઘાયલ થઇ ગયા. પાંસળીનું હાજકુ તૂટ્યુ અને જમણા બાજુ પાંસળીની માંસપેશી ફાટી ગઇ. અમિતાભ બચ્ચનને ઇજા પહોંચવાને કારણે શુટ કેન્સલ કરી દેવામાં આવ્યુ છે. હૈદરાબાદની AIG હોસ્પિટલમાં સીટી સ્કેન થયુ અને ડોક્ટરની સલાહ પર તેઓ ઘરે પાછા આવી ગયા. પાટો બાંધવામાં આવ્યો છે અને તેઓ હાલ દેખરેખ હેઠળ છે.

તેમને હલન-ચલન અને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. સાજા થવા માટે કેટલાક સપ્તાહ લાગશે, દર્દ માટે કેલીક દવા પણ ચાલી રહી છે. અમિતાભ બચ્ચને બ્લોગમાં આગળ લખ્યુ- ઇજા પહોંચવાને કારણે બધા કામ અત્યારે સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે અને શુટ પણ કેન્સલ કરી દેવાયુ છે. જ્યાં સુધી સારવાર સારી રીતે નહિ થઇ જાય, ત્યાં સુધી કોઇ કામ નહિ થાય. તેમણે લખ્યુ- હું જલસામાં આરામ કરી રહ્યો છુ અને જરૂરી વસ્તુઓ માટે મોબાઇલ પર એક્ટિવ છું પણ હું પૂરી રીતે આરામ કરી રહ્યો છું,

આ કહેવું થોડુ મુશ્કેલ છે કે જલસાના ગેટ પર ચાહકોને નહિ મળી શકુ. આ માટે તમે લોકો ના આવતા અને જે આવવાનું વિચારી રહ્યા છે તેને પણ આ વાત જણાવી દેજો. જણાવી દઇએ કે, આ બીજી વાર છે, કે બિગ બીને શુટિંગ દરમિયાન ઇજા પહોંચી છે. વર્ષ 1982ની ફિલ્મ કુલી દરમિયાન પણ તેમને ભયંકર ઇજા પહોંચી હતી. સીનમાં ભૂલથી અમિતાભ બચ્ચનને પેટમાં મુક્કો મારી દીધો હતો અને તે બાદ તેઓ લગભગ દોઢેક મહિનો હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. ત્યારે હવે તેઓ ફરી એકવાર Project Kના એક્શન સીન દરમિયાન ઘાયલ થયા છે.

Live 247 Media

disabled