વાહ વાહ...'ચંપકલાલ ગડા'એ ખરીદી બ્રાન્ડ ન્યૂ લક્ઝુરિયસ કાર, લાખોની કિંમતની કાર લઇ લીધી જુઓ - Chel Chabilo Gujrati

વાહ વાહ…’ચંપકલાલ ગડા’એ ખરીદી બ્રાન્ડ ન્યૂ લક્ઝુરિયસ કાર, લાખોની કિંમતની કાર લઇ લીધી જુઓ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ચંપકચાચાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતા બનેલા અમિત ભટ્ટને પણ દર્શકો ઘણા પસંદ કરે છે, શોમાં તેમનો અભિનય ઘણીવાર લોકોના ચહેરા પર હસીનું કારણ બને છે. જણાવી દઇએ કે, અમિતભટ્ટે વર્ષ 2021માં એક બ્રાન્ડ ન્યુ કાર ખરીદી હતી. જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ દિવાળી પર નવી કાર ખરીદી હતી અને તેના પહેલા શોમાં સોનુની ભૂમિકા ભજવનાર પલક સિધવાનીએ પણ નવી કાર ખરીદી હતી. તે બાદ લગભગ ડિસેમ્બર 2021માં 50 વર્ષિય અમિત ભટ્ટે MG હેક્ટર કાર ખરીદી.

આ કારની કિંમત 13-19 લાખની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. કારની ડિલિવરી લેવા માટે અમિત ભટ્ટ પરિવાર સાથે ગયા હતા અને અહીં તેમણે તેમની પત્ની કૃતિ ભટ્ટ સાથે આરતી કર્યા બાદ નારિયેળ ફોડ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં શોમાં માધવીનું પાત્ર નિભાવતી અભિનેત્રી સોનાલિકા જોશીએ પણ એમજી હેક્ટરને ખરીદી હતી. અમિત ભટ્ટને કારનો ઘણો શોખ છે. તેમણે પહેલીવાર 1995માં ફિયાટ કાર ખરીદી હતી. એમજી હેક્ટર પહેલા તેની પાસે ઈનોવા હતી. અમિત ભટ્ટ મોટાભાગે કાર પોતે જ ચલાવે છે.

જો કે, તેઓ ઈમરજન્સીની સ્થિતિમાં ટુ-વ્હીલરનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જ્યારે ‘તારક મહેતા…’માં નટુકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયકનું ઑક્ટોબરમાં અવસાન થયું, ત્યારે અમિત ભટ્ટ તેમની અંતિમ યાત્રામાં ટુ-વ્હીલર લઈને સ્મશાન આવ્યા હતા. અમિત ભટ્ટ ભલે તારક મહેતામાં જેઠાલાલના પિતા એટલે કે એક વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા હોય પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ખૂબ જ સ્માર્ટ અને યુવાન છે. આટલું જ નહીં, તે દિલીપ જોશી કરતા પણ ઘણા નાના છે.

19 ઓગસ્ટ 1972ના રોજ સૌરાષ્ટ્ર, ગુજરાતમાં જન્મેલા અમિત ભટ્ટના લગ્ન કૃતિ ભટ્ટ સાથે થયા છે અને કપલ તેમના બે દીકરાઓ સાથે મુંબઈમાં રહે છે. અમિત ભટ્ટની પત્ની કૃતિ ભટ્ટ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ તે અવારનવાર અમિત ભટ્ટની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને વીડિયોમાં જોવા મળે છે. અમિત ભટ્ટ 2008થી ‘તારક મહેતા…’ શોમાં જોડાયેલા છે. આ પહેલા તેમણે ‘ખિચડી’, ‘યસ બોસ’, ‘ચુપકે ચુપકે’, ‘ફની ફેમિલી ડોટ કોમ’, ‘ગોસિપ કોફી શોપ’, ‘એફઆઈઆર’ જેવી સિરિયલોમાં કામ કર્યુ છે.

અમિત ભટ્ટે સલમાન ખાનની ફિલ્મ ‘લવયાત્રી’માં તેમના બે પુત્રો સાથે કેમિયો કર્યો હતો. તમને જણાવી દઈએ કે અમિત ભટ્ટ અને કૃતિ ભટ્ટને દેવ ભટ્ટ અને દીપ ભટ્ટ નામના જોડિયા બાળકો છે. બંને એકવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એપિસોડમાં પણ જોવા મળ્યા હતા. અમિત ભટ્ટનો પુત્ર દેવ ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના માતા-પિતા સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

Live 247 Media

disabled