અલ્પા પટેલ પોતાના ભરથાર સાથે લગ્ન બાદ માણવા નીકળ્યા રજાઓ, શેર કર્યો એવો વીડિયો કે જોઈને તમારું દિલ પણ ગાર્ડન ગાર્ડન થઇ જશે, જુઓ

ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયકો પણ હંમેશા લોકોમાં ચર્ચામાં રહેતા હોય છે, તેમના ગીતોની પણ લોકો કાગડોળે રાહ જોતા હોય છે. ઘણા ગાયકો ગુજરાતીઓના દિલો દિમાગ ઉપર છવાઈ ગયા છે અને તેમના સ્ટેજ પ્રોગ્રામોમાં તો લોકોની મોટી ભીડ પણ ઉમટી પડતી હોય છે, ત્યારે એવી જ ગાયિકા અલ્પા પટેલ જેમનો ખુબ જ મોટો ચાહક વર્ગ છે, તેમને થોડા સમય પહેલા જ લગ્ન કર્યા છે.

અલ્પા પટેલ તેમના લગ્નને લઈને ખુબ જ લાઇમ લાઇટમાં રહ્યા હતા, તેમના લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, ત્યારે હવે અલ્પા પટેલ પોતાના ભરથાર ઉદય ગજેરા સાથે પ્રવાસ ઉપર પહોંચ્યા છે, અલ્પા પટેલ અને તેમના પતિએ પોતાના આ પ્રવાસની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

17 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પા પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા, તેઓ ઉદય ગજેરા સાથે લગ્નના સાત ફેરા ફર્યા. લગ્ન પહેલા તેમણે શાનદાર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી હતી. થોડા સમય પહેલા જ અલ્પા પટેલે સગાઈ કરી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, તો અલ્પા પટેલના ગરબાથી લઈને લગ્નની ચોરી સુધીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી.

થોડા દિવસ પહેલા જ અલ્પા પટેલ પોતાના ભરથાર સાથે ખોડિયાર માતાજીના દર્શને ગયા હતા, જેની કેટલીક તસવીરો અલ્પાબેને તેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ  ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. તસ્વીરોમાં અલ્પાબેન અને તેમના ભરથાર ઉદય ગજેરાના ચહેરા ઉપર અનેરું સ્મિત દેખાઈ રહ્યું છે, સાથે જ પોસ્ટમાં દર્શાવેલા લોકેશન પ્રમાણે તે નિકોલના ખોડિયાર મંદિર પહોંચ્યા હતા.

ત્યારે હવે સોશિયલ મીડિયામાં તેમના પ્રવાસની તસવીરો પણ સામે આવી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે, કેટલીક તસવીરો તેમને પોતાની સ્ટોરીમાં પણ શેર કરી છે, જેમાં એરપોર્ટ ઉપર અલ્પા પટેલ પતિ ઉદય ગજેરા સાથે જોવા મળી રહ્યા છે.  આ ઉપરાંત તેમને કેટલીક અન્ય તસવીરો પણ શેર કરી છે.

આ ઉપરાંત અલ્પા પટેલે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે દરિયા કિનારે જોવા મળી રહ્યા છે, જેમાં તે પોતાના પતિ ઉદય ગજેરનો હાથમાં હાથ પકડી અને ચાલી રહ્યા છે, સાથે જ બેકગ્રાઉન્ડમાં સુંદર ગીત પણ તેમને મૂક્યું છે “સાગર કિનારે” અલ્પાબેન અને તેમના પતિનો આ અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

હા શિવરાત્રીના પવન પર્વ ઉપર અલ્પા પટેલે જૂનગાઢની ભવનાથ તળેટીની અંદર ડાયરામાં પોતાના સુમધુર અવાજથી શિવભક્તોને ઝુમાવ્યા હતા. આ દરમિયાન તેમના ઉપર નોટોનો વરસાદ થતા પણ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Alpa Patel (@alpapatel.official)

અલ્પા પટેલને ચાહકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે, કોમેન્ટ સેક્શનમાં તેમના ચાહકો તમેની તસવીરો ઉપર પ્રેમ વરસાવી રહ્યા છે, તો તેમની જોડીના પણ વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પણ પોતાના ભાવિ પતિ પવન જોશી સાથે દુબઈના પ્રવાસે છે. જોકે અલ્પાબેન ક્યાં ફરવા માટે ગયા છે તેની કોઈ જાણકારી હજુ મળી નથી.

disabled