100 કરોડના આલીશાન બંગલામાં રહે છે અલ્લૂ અર્જુન, 360 કરોડની નેટવર્થના છે માલિક - Chel Chabilo Gujrati

100 કરોડના આલીશાન બંગલામાં રહે છે અલ્લૂ અર્જુન, 360 કરોડની નેટવર્થના છે માલિક

બોલીવુડના નકલી હીરો કરતા તો પુષ્પની એક્ટિંગ ક્યાંય સારી છે…100 કરોડનો આલીશાન બંગલાની તસવીરો જોતા જ પાગલ થઇ જશો

અલ્લૂ અર્જુન આ સમયે થોડા સમય પહેલા જ રીલિઝ થયેલી ફિલ્મ “પુષ્પા”ની સક્સેસ એન્જોય કરી રહ્યા છે. અલ્લૂ અર્જુનને આજે માત્ર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જ નહિ પરંતુ પૂરા દેશમાં ઓળખવામાં આવે છે. તેની ઘણી લાંબી ફેન ફોલોઇંગ છે. પુષ્પા ધ રાઇઝની સફળતા બાદ અલ્લૂ અર્જુન સાઉથ ઇન્ડસ્ટ્રીથી નીકળી એક ગ્લોબલ સ્ટાર બની ચૂક્યા છે. પુષ્પાએ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી છે અને સાથે સાથે તેના ગીતો પણ ધૂમ મચાવી રહ્યા છે. એવામાં આપણે જાણીએ કે અલ્લૂ અર્જુન તેમના પરિવાર સાથે કયા રહે છે.

અલ્લૂ અર્જુન સાઉથ ઇન્ડસ્ટ્રીના સૌથી વધારે ફીસ લેનાર અભિનેતાઓમાંના એક છે. રીપોર્ટ્સ અનુસાર એક ફિલ્મ માટે અલ્લૂ કરોડો ચાર્જ કરે છે. જો વાત તેમના ઘરની કરીએ તો તે કોઇ મહેલથી કમ નથી. તેમનો બંગલો 2 એકડ જમીનમાં ફેલાયેલો છે. તેમના પરિવારમાં તેમની પત્ની સ્નેહા રેડ્ડી, બે બાળકો અરહા અને અયાન તેમજ તેમના પાલતુ કજાકૌ સામેલ છે. તેમના બે ભાઇ વેંકટેશ અને સિરીઝ પણ છે. ઘરની અંદરની રંગત જોઇ તમે પણ ચકાચોંધ રહી જશો, આ બંગલાનુ ટોપ આર્કિટેક્ટ ફર્મ અમીર એન્ડ હમીદા એસોસિએટ્સના આમિર શર્માએ ડિઝાઇન કર્યુ છે.

સાઉથ સુપર સ્ટાર અલ્લૂ અર્જુન હૈદરાબાદના જુબલી હિલ્સ વિસ્તારમાં રહે છે. તેમનો બંગલો 2 એકડમાં ફેલાયેલો છે અને તેમના ઘરની કિંમત 100 કરોડ રૂપિયા છે. જેમાં બધી રીતની સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્વિમિંગ પુલથી લઇને જીમ સુધી ઘરમાં કોઇ એવી વસ્તુ નથી જે તમને ના મળે. ત્યાં જ અલ્લૂ અર્જુનનો બેડરૂમ કોઇ મહેલથી કમ નથી. તેમના બેડરૂમમાં યલો કલરની લાઇટ છે અને સાથ જ મખમલથી બનેલ કાલિન જે ખૂબસુરતીને વધારી રહી છે.

અલ્લૂ અર્જુનનો બેડરૂમ કોઇ મહેલથી કમ નથી. બેડરૂમમાં રેડ કલરના પડદા પણ છે. ત્યાં જ ઘરની દીવલ પર તેમની અને તેમના પરિવારની ઘણી તસવીરોને અલગ અલગ રીતે સજાવવામાં આવી છે. જેમાં તેમના જીવન સાથે જોડાયેલ કેટલીક યાદોમાં તેમની પત્ની પણ નજર આવી રહી છે. અલ્લૂ અર્જુનના આ શાનદાર બંગલાનું કિચન પણ ખૂબસુરત છે. તેની સુંદરતા મન મોહી લે તેવી છે.

અલ્લુ અર્જન ઘરે આવતા મહેમાનોના ખાવા-પીવાનું પણ ખૂબ ધ્યાન રાખે છે. તેને જોતા ડાઈનિંગ ટેબલ પણ અનોખી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જ્યાંથી ખાવાનું ખાધા પછી પણ ઉઠવાનું મન થતું નથી. આ સાથે પથ્થરમાંથી બનેલા એક બેસિનની પણ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.અલ્લુ અર્જુનના બંગલાનું નામ ‘બ્લેસિંગ’ છે જેમાં એક વિશાળ હોલ છે. આ ઘરમાં એક વિશાળ સ્વિમિંગ પૂલ છે જે અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદે તેમના પૌત્ર અયાન માટે માત્ર 45 દિવસમાં બનાવ્યો હતો જેમાં તે પોતાના બાળકો સાથે એન્જોય કરે છે.

આ ઘરમાં યોગ કરવા માટે લૉન પણ છે.જેમાં પરિવારના સભ્યો યોગ કરે છે જેથી કરીને તેમનું શરીર સ્વસ્થ રહે છે, સાથે જ અલ્લુ અર્જનના ઘરમાં એક બગીચો છે. બાળકોને ધ્યાનમાં રાખીને અલ્લુ અર્જુને પોતાના ઘરને પણ ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. સ્વાસ્થ્યને ફિટ રાખવા માટે અલ્લુ અર્જને ઘરમાં એક મોટી પ્લે ક્લબ પણ બનાવી છે જેમાં તે તેના બાળકો અથવા તેના ખાસ મિત્રો સાથે અલગ-અલગ રીતે રમતો રમી શકે.

આટલું જ નહીં, અલ્લુ અર્જુન પાસે 7 કરોડ રૂપિયાની વેનિટી વેન ‘ફાલ્કન’ પણ છે, જેમાં બેઠા પછી કોઈને પણ આ વેનિટી વેનમાંથી બહાર નીકળવાનું મન થશે નહીં. અલ્લુ અર્જન આ આલીશાન ઘરમાં તેના પરિવાર સાથે સારો સમય વિતાવે છે. થોડા દિવસો પહેલા અલ્લુ અર્જુને આ બધી બાબતોનો શ્રેય તેના ચાહકો અને દર્શકોને આપ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે તેણે આ બધું પોતાના પ્રેમથી મેળવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુનની વાર્ષિક આવક 32 કરોડ રૂપિયાથી વધુ છે, જ્યારે અલ્લુ અર્જુનની કુલ સંપત્તિ 350 કરોડ રૂપિયાની નજીક છે. અલ્લુ અર્જુન એક ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા લે છે. પરંતુ અભિનેતાએ તેની ફિલ્મ વૈકુંઠપુરમલ્લોન માટે 25 કરોડ લીધા હતા. આ સિવાય અલ્લુ અર્જુન એક એડના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

ઘર સિવાય અલ્લુ અર્જુનની ઓફિસ પણ છે. આ સાથે અભિનેતા એક નાઈટ ક્લબનો માલિક પણ છે. અલ્લુ અર્જુન પાસે ભારતની સૌથી મોંઘી વેનિટી વેન છે. અલ્લુ અર્જુને આ વેનિટી વેન 2019માં ખરીદી હતી, જેને તેણે ફાલ્કન નામ આપ્યું હતું. આ વેનિટી વેન બહારથી એટલી જ સુંદર છે જેટલી અંદરથી લક્ઝુરિયસ છે. વેનિટી વેન એકદમ વિશાળ છે જે તેની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં હાઈટેક એલઈડી લાઈટો લગાવવામાં આવી છે જેથી લાઇટની બિલકુલ કમી ન રહે.

અભિનેતા અલ્લુના આ આલીશાન ઘરમાં એક શાનદાર સ્વિમિંગ પૂલ છે. આ પૂલની આસપાસ વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. જેના કારણે આ વિસ્તાર જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. અલ્લુ અર્જુન સ્વિમિંગ પૂલમાં પોતાના બાળકો સાથે મસ્તી કરતા પોતાની તસવીરો શેર કરતો રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

Live 247 Media

disabled