લગ્નના 3 મહિના બાદ આલિયાભટ્ટે સુહાગરાતનું ખોલ્યું રહસ્ય, કહ્યું સુગહરાતના સમયે રણબીર કપૂર તો…..
આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટે આજે એટલે કે 27 જૂનના રોજ સો.મીડિયામાં સોનોગ્રાફીની તસવીર શૅર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ફિલ્મ નિર્માતા કરન જોહરના રિયાલિટી શો કોફી વિથ કરણના સીઝન 7ના પહેલા એપિસોડનો પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. પહેલા એપિસોડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મહેમાન બનવા જઈ રહ્યા છે.
આ દરમિયાન આલિયા ભટ્ટ તેના સુહાગરાતનુ રાઝ ખોલતી પણ જોવા મળી છે. જેને જોઈને તમે પણ પોતાની જાતને હસવાથી રોકી નહીં શકો. આ વખતે ફેન્સ કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ 7’ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ શો 7મી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. કરણ જોહરે શોના પહેલા એપિસોડનો પ્રોમો વીડિયો પણ શેર કર્યો છે.વીડિયોમાં આલિયા-રણબીર ખુબ જ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે.
View this post on Instagram
આ શોના પહેલા એપિસોડમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ જોવા મળવાના છે. આ દરમિયાન આલિયા ભટ્ટ તેની સુહાગરાતના ઘણા મોટા ખુલાસા કરતી પણ જોવા મળશે. જે જાણીને તમે પણ ચોંકી જશો. કરણ જોહર રણવીર અને આલિયાનું ઇન્ટ્રોડક્શન બે ખુશહાલ પરણિત લોકો તરીકે કરાવે છે. રણવીર કહે છે તે અને આલિયા એકબીજાના મિત્રો છે. રણવીર ઘણો મસ્તીના મૂૃડમાં પણ જોવા મળે છે. કરણ જોહર આલિયાને પૂછે છે કે લગ્ન બાદ તેનો કયો ભ્રમ તૂટ્યો ? તો આના પર આલિયા કહે છે કે સુહાગરાત જેવી કોઇ વસ્તુ નથી હોતી.
View this post on Instagram
તમે એટલા થાકેલા હોવ છો કે…આના પર કરણ જોરથી હસવા લાગે છે.આ પછી વીડિયોમાં જોઈ શકાય છે કે કરણ જોહર અભિનેત્રી આલિયા ભટ્ટને તેના લગ્ન વિશે વાત કરવા કહે છે. પરંતુ આલિયા પોતાની જગ્યાએ કરણના લગ્નની વાત કરવા લાગે છે. આ સિવાય કરણ જોહર આલિયાને આ સવાલ પૂછે છે કે તેને વરુણ અને રણવીર બંનેમાંથી કોની સાથેની કેમેસ્ટ્રી વધુ ગમે છે
View this post on Instagram
? જેના પર રણવીરને લાગે છે કે આલિયા વરુણનું નામ લેશે. જોકે આલિયાએ કોઈનું નામ લીધું ન હતું. આલિયાના આ મૌન પર રણવીર સિંહ સોફા પરથી ઊભો થઈ જાય છે અને શો છોડવાની ધમકી આપે છે. કરણ રણવીરને પૂછે છે કે શું તેની કોઇ સેક્ પ્લે લિસ્ટ છે. તો આના પર રણવીર જવાબ આપે છે કે મારી અલગ અલગ રીતની સેક્ પ્લે લિસ્ટ છે. જે બાદ તે સુર નીકાળે છે
View this post on Instagram
અને આલિયા પણ તેનો સાથે આપે છે. કરણ જોહરનો ચેટ શો 7 જુલાઇથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર ટેલિકાસ્ટ થશે. કરણ જોહરના શોનો આ પ્રોમો વીડિયો જોયા બાદ અંદાજ લગાવી શકાય છે કે આ વખતે શો ઘણો ફની થવાનો છે. હાલમાં આ પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આલિયાની મેરિડ લાઇફની વાત કરીએ તો, તેના લગ્ન એપ્રિલમાં થયા હતા અને તેણે મા બનવાની ખુશખબરી પણ લગ્નના ત્રણ મહિનામાં જ આપી. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ- અમારુ બેબી જલ્દી જ આવી રહ્યુ છે. આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આલિયા આ સમયે લંડનમાં તેની અપકમિંગ ફિલ્મનું શુટિંગ કરી રહી છે.
View this post on Instagram
ત્યાંથી તે તેની તસવીરો અને વીડિયો પણ શેર કરી રહી છે, જે વાયરલ થાય છે.તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મ વેલેન્ટાઈન ડે 2023 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં બંને લીડ રોલમાં જોવા મળશે. આ પહેલા બંને ગલીબોય ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. જે વર્ષ 2019માં રિલીઝ થઈ હતી.