આ છોકરીને જોઇ આલિયા ભટ્ટ પણ રહી જશે હેરાન, કહેશે- આ તો મારી કાર્બન કોપી !
ખુશખબરી : મળી ગઈ આલિયા ભટ્ટની વધુ એક હમશકલ, ક્યુટનેસસ જોઈને દિલ આપી દેશો
આ દુનિયા એટલી મોટી છે કે વ્યક્તિનો અહીં કોઈ ને કોઈ હમશકલ તો હોય જ છે. બોલિવૂડ સ્ટાર્સના પણ હમશકલ હોય છે. ઘણા સમયથી સોશિયલ મીડિયા પર કોઈને કોઈ સ્ટારના હમશકલના વીડિયો અને તસવીરો સામે આવી રહી છે. બોલિવૂડ સેલેબ્સના હમશકલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જેને જોઈને ઓળખવા પણ મુશ્કેલ થઇ જતા હોય છે.આ વખતે ચાહકોએ એક્ટ્રેસ આલિયા ભટ્ટની હમશકલ શોધી લીધી છે.
અભિનેત્રી આલિયા ભટ્ટની હમશકલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી આ છોકરીનું નામ સેલેસ્ટી બૈરાગે છે, જે આસામની રહેવાસી છે. દરરોજ કોઈને કોઈ સેલિબ્રિટીનો ચહેરો સામે આવે છે. અત્યારે જે સ્ટાર વિશે ચર્ચા થઈ રહી છે તે છે આલિયા ભટ્ટ. વીડિયોમાં દેખાતી યુવતી એક ઈન્સ્ટાગ્રામ બ્લોગર છે, જેને ઈન્સ્ટાગ્રામ પર 33 હજારથી વધુ લોકો ફોલો કરે છે.
આ દિવસોમાં અભિનેત્રીની આ લુક જેવી તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સેલેસ્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પરંપરાગત અવતારમાં જોવા મળી રહી છે. રીપોર્ટ્સ અનુસાર, સેલેસ્ટી એક બ્લોગર છે અને તે ઘણા મ્યુઝિક આલ્બમ્સમાં દેખાઇ ચૂકી છે. ચાહકો તેની તસવીરો અને વીડિયો પર કોમેન્ટ કરે છે અને કહે છે કે તે આલિયા ભટ્ટ જેવી લાગે છે.
સેલેસ્ટીના વાયરલ વીડિયોમાં ફેન્સ તેને આલિયા 2.0 કહી રહ્યા છે. તેના ફોટા જોઈને તે ચોંકી જાય છે. તે બિલકુલ આલિયા ભટ્ટ જેવી લાગે છે. ફેન્સ કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે શું તમે આલિયા ભટ્ટ છો? તે જ સમયે, કેટલાક સેલેસ્ટીને આલિયાની નાની બહેન તરીકે કહી રહ્યા છે, આલિયા ભટ્ટ જેવી જ તેની મુસ્કાન છે. સેલેસ્ટીનો ચહેરો આલિયા ભટ્ટને એટલો મળતો આવે છે કે સોશિયલ મીડિયા પર લોકો તેને ‘નાની આલિયા ભટ્ટ’ કહેવા લાગ્યા છે.
સેલેસ્ટીએ આલિયા ભટ્ટ જેવા જ દેખાવને કારણે ઇન્ટરનેટ જગતમાં હલચલ મચાવી છે. તેની હિલચાલ જોઈને તમે પણ તમારી નજર હટાવી શકશો નહીં. માત્ર સેલેસ્ટીનો ચહેરો જ નહીં, તેનું હાસ્ય પણ આલિયા જેવું જ છે અને આ જ કારણ છે કે તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આલિયા ભટ્ટ જેવી દેખાતી આ છોકરીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.
એક નજરમાં તમે પણ છેતરાઈ જશો અને આ છોકરીને આલિયા સમજી શકો છો. આવી સ્થિતિમાં અમે તમારા માટે આ છોકરીની ઘણી તસવીરો અને વીડિયો લાવ્યા છીએ. બાય ધ વે, આ છોકરીને જોઈને માત્ર આલિયાના ફેન જ નહીં પણ આલિયા પોતે પણ કન્ફ્યુઝ થઈ શકે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં જોવા મળશે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સિવાય આલિયા એસએસ રાજામૌલીની ‘RRR’ અને ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે. ‘બ્રહ્માસ્ત્ર’માં તે પહેલીવાર તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે.
View this post on Instagram