ગ્લોસી પેન્ટ લાખોના ચપ્પલ અને બેગ સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ અભિનેત્રી આલિયા ભટ્ટ, કિંમત એટલી કે એટલામાં આવી જશે આખા વર્ષના કપડાં - Chel Chabilo Gujrati

ગ્લોસી પેન્ટ લાખોના ચપ્પલ અને બેગ સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ અભિનેત્રી આલિયા ભટ્ટ, કિંમત એટલી કે એટલામાં આવી જશે આખા વર્ષના કપડાં

મહેશ ભટ્ટની લાડલી અધધ લાખોનું બેગ લઇ એરપોર્ટ પર ઉપડી, પગમાં પહેરેલા ચપ્પ્લનો ભાવ સાંભળીને કાન ફાટી જશે

આલિયા ભટ્ટ ફરી એકવાર એરપોર્ટ ફેશનમાં જોવા મળી હતી. તેના ગ્લેમરસ અવતારમાં અભિનેત્રીએ કેટલીક ડિટેઈલ્સ એવી ઉમેરી હતી જે તેના કમ્ફર્ટ લેવલને  વધારી રહી હતી. જો કે એ પણ જોવા લાયક હતું કે અભિનેત્રીએ દૂરથી સરળ દેખાતા આ લુકમાં લક્ઝરી એલિમેન્ટ ઉમેરવામાં કોઈ કસર છોડી નથી. અભિનેત્રીની બેગ અને મુલ્સની કિંમત એટલી મોંઘી છે કે એટલા રૂપિયામાં તો આખા વર્ષના કપડાં આવી જાય.

આલિયા ભટ્ટ એક એવી અભિનેત્રી છે જે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. હાલમાં તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે. આ સિવાય આલિયા રણબીર કપૂર સાથેના સંબંધોને કારણે મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. હંમેશા રમુજી પોસ્ટ અને તસવીરો શેર કરતી રહે છે.

આલિયાએ પોતાના માટે મોનોટોન સ્ટાઇલનાં કપડાં પસંદ કર્યા હતા. અભિનેત્રીએ વાદળી રંગનું પેન્ટ પહેર્યું હતું અને તેની સાથે મેચિંગ રંગનું ટોપ પણ પહેર્યું હતું. આલિયાએ લેધર પેન્ટ પહેર્યું હતું જે ઉપરથી અને નીચેથી બુટકટ ડિઝાઈનથી ફીટ કરવામાં આવ્યું હતું. આલિયાએ સ્લીવલેસ ટોપ સાથે જોડી બનાવી હતી જેમાં રાઉન્ડ નેકલાઇન અને લો-કટ આર્મહોલ હતા.

મુસાફરી માટે આ અભિનેત્રી પોતાની સાથે DIORના  ટોટ બેગ સાથે જોવા મળી હતી. આ દિવસોમાં આ પર્સ તેનું પ્રિય બની ગયું છે. આલિયાના આ મનપસંદ ટોટની કિંમત ઓફિશ્યલ વેબસાઈટ પર 3400 ડોલર જણાવવામાં આવી છે, જે ભારતીય ચલણમાં લગભગ 2,54,465 રૂપિયા જેટલી થાય છે.

ફૂટવેરમાં, આ મહિલાએ બ્લેક કલરના ‘Louis Vuitton’ના કમ્ફર્ટ મ્યુલ્સ પસંદ કર્યા હતા. તેની કિંમત લગભગ 1,53,438 રૂપિયા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘આરઆરઆર’, ‘તખ્ત’, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. હાલમાં અભિનેત્રી ‘રોકી રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

માહિતી અનુસાર, ફિલ્મનું શૂટિંગ 11 નવેમ્બર સુધી ચાલશે. ફિલ્મનું શૂટિંગ ટીમ બુલંદશહેરના ઉંચાગાંવ કિલ્લામાં થશે અને લગભગ 25 દિવસ ત્યાં જ શૂટિંગ થવાનું છે. બોલીવુડના જાણીતા દિગ્દર્શક કરણ જોહર પોતાની ફિલ્મોમાં રોમાન્સનો તડકો લાગવા માટે મોટે ભાગે રોમેન્ટિક લોકેશન પસંદ કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Live 247 Media

disabled