પહેલીવાર મમ્મી પપ્પાએ બેબી બમ્પ દેખાડ્યો, આલિયા ભટ્ટની બેબો બંમ્પ સાથેની તસ્વીર થઈ લીક… - Chel Chabilo Gujrati

પહેલીવાર મમ્મી પપ્પાએ બેબી બમ્પ દેખાડ્યો, આલિયા ભટ્ટની બેબો બંમ્પ સાથેની તસ્વીર થઈ લીક…

બોલીવુડના ટોપ કપલ આલિયા અને રણબીર લગ્ન બાદ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. આ સમયે હીરો રણબીર આલિયાનું સંપૂર્ણ ધ્યાન રાખતો જોવા મળ્યો હતો, જ્યારે આલિયાએ તેના બેબી બમ્પને પહેલીવાર ખૂબ ફ્લોન્ટ પણ કર્યો હતો. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને લગ્ન બાદ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. જ્યાં ટૂંક સમયમાં માતા અને પિતા બનવા જઈ રહેલા આ કપલ મીડિયાના કેમેરાથી બચ્યું ન હતું, પરંતુ ખુલ્લેઆમ પોઝ આપતા જોવા મળ્યા હતા. આ પહેલીવાર હતું જ્યારે બંને સાથે દેખાયા હતા.

આ બંને પતિ પત્નીએ હવે તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન શરૂ કરી દીધું છે. આ દંપતીએ લાંબા સમય પછી સાથે જોવા મળ્યા હતા. આલિયા તેની હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ ડાર્લિંગ્સના પ્રમોશન દરમિયાન નિયમિતપણે સામાન્ય પોશાકમાં જોવા મળે છે, તેણીએ પ્રથમ વખત તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યું છે. આલિયા ટૂંકા બ્રાઉન ડ્રેસમાં જોવા મળી હતી.

આલિયા સાથે રણબીર કપૂર બ્લેક કેઝ્યુઅલમાં જોવા મળ્યો હતો. બંનેએ કેમેરા સામે પોઝ આપ્યા હતા. લાંબા સમય પછી બંને કેમરામાં કેદ થયા હતા. કેસરિયા બ્રહ્માસ્ત્રનું પહેલું ગીત બહાર પડી ગયું છે. આલિયા તેની આગામી ફિલ્મ ‘ડાર્લિંગ’ માટે સખત મહેનત કરી રહી છે. તેની ફિલ્મ ‘ડાર્લિંગ’ આ મહિનાની 5મી તારીખે નેટફ્લિક્સ પર રીલિઝ થવા જઈ રહી છે.

રિલીઝ પહેલા આલિયા દરેક જગ્યાએ જઈને લોકોને પોતાની ફિલ્મ વિશે જણાવવા માંગે છે. આ કારણે અભિનેત્રીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને તે ઈન્ટરવ્યુમાં તેણે પોતાના દિલની વાત કરી હતી. આલિયાએ જણાવ્યું કે તેની ફિલ્મ મહિલાઓની સમસ્યાઓ વિશે જણાવશે. તેમણે એમ પણ કહ્યું કે મહિલાઓને સમાજમાં ખૂબ દબાઈને રહેવું પડે છે.

અભિનેત્રી પોતાની ફિલ્મને લઈને ખૂબ પ્રચાર કરી રહી છે. હમણાં જ અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન અભદ્ર ટિપ્પણી અને આપત્તિજનક કમેન્ટ્સ પર તેના વિચારો વ્યક્ત કર્યા. તેણે જણાવ્યું કે મહિલાઓને કેવી રીતે જીવવું તેની સલાહ આપવામાં આવે છે. સમાજમાં મહિલાઓને કઈ રીતે ખોટી બાબતોનો સામનો કરવો પડે છે અને ઈન્ડસ્ટ્રીમાં પણ ક્સિઝમ છે.

આલિયાએ Halpern ક્લોથિંગ બ્રાન્ડમાંથી પિક કરેલા આ ડ્રેસમાં સિક્વન્સ એમ્બ્રોયડરી જોવા મળી રહી છે. વી શેપમાં બ્લેક એન્ડ સિલ્વર સિક્વન્સને એ પ્રકારે એડ કરવામાં આવી હતી જેથી તે શિમર ઇફેક્ટ ક્રિએટ કરી શકે. આ નાના ડ્રેસની સાથે આલિયાએ બ્લેક કલરનું લૂઝ ફિટિંગ બ્લેઝર પહેર્યુ હતું, જે તેના પતિ રણબીર કપૂરના વોર્ડરોબમાંથી હતું.

ચાહકોએ આલિયાનો આ લુક ખુબ પસંદ કર્યો છે અને કમેન્ટ્સનો વરસાદ કર્યો છે. ચાહકોએ તેના અવતાર પર નાઇસ ડ્રેસ, બેબી બમ્પ દેખાઈ રહ્યું છે, આલિયા સાત મહિનાની પ્રેગ્નેન્ટ કેવી રીતે દેખાઈ રહી છે? વગેરે જેવી કમેન્ટ્સ કરી છે.આલિયાએ આ ઇવેન્ટમાં મીડિયા સામે સુંદર પોઝ પણ આપ્યા હતા. આ આઉટફિટ સાથે આલિયાએ લાઈટ મેકઅપ કર્યો હતો અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. આલિયાએ સુંદર ઇયરીરિંગ પણ પહેર્યા હતા જે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહ્યા હતા. આલિયા આ અવતારમાં ખુબ જ ક્યૂટ અને સુંદર દેખાઈ રહી હતી અને તેના ચેહરા પર પણ પ્રેગ્નેન્સીનો ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

admins

disabled