દોઢ વર્ષ ચપરાશીની નોકરી કર્યા બાદ આ રીતે ચમકી અક્ષય કુમારની કિસ્મત, સામાન્ય માણસથી સુપર સ્ટાર બનાવની કહાણી - Chel Chabilo Gujrati

દોઢ વર્ષ ચપરાશીની નોકરી કર્યા બાદ આ રીતે ચમકી અક્ષય કુમારની કિસ્મત, સામાન્ય માણસથી સુપર સ્ટાર બનાવની કહાણી

બોલીવુડમાં સુપર સ્ટાર તરીકે ઓળખાતા અભિનેતા અક્ષય કુમાર 53 વર્ષ પુરા કરી ચુક્યો છે. તેનો જન્મ 9 સપ્ટેમ્બર 196ના રોજ અમૃતસરમાં થયો હતો. અક્ષય હાલમાં લંડનની અંદર ફિલ્મ “બેલબોટમ”નું શૂટિંગ કરી રહયૉ છે. આજે ભલે અક્ષય કુમાર ઉર્ફે રાજીવ હરિઓમ ભાટિયા બોલીવુડનું ખુબ જ મોટું નામ હોય, પરંતુ આ જગ્યાએ પહોંચવા માટે અક્ષયે ખુબ જ મહેનત કરી છે. ચાલો આજે આપણે જાણીએ અક્ષય કુમારે આ જગ્યા સુધી પહોવા માટે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

અક્ષય પણ બધા જ સામાન્ય લોકોની જેમ અભ્યાસ પૂરો કરી સારી નોકરી કરવાના સપના જોતો હતો. પરંતુ તે બાળપણમાં સારો ડાન્સર હતો. પરંતુ અભિનય વિશે તેને ક્યારેય ગંભીરતાથી વિચાર કર્યો નહોતો.

ત્યારબાદ કોલેજના દિવસોમાં અક્ષયે પોતાની લાઇફનો મોટો નિર્ણય લેતા માર્શલ આર્ટ્સમાં કેરિયર બનાવવાનું નક્કી કર્યું અને બેંગકોંગ ચાલ્યો ગયો. ત્યાં તેને એક વેટરના રૂપમાં કામ કર્યું અને શેફ બનવાની તાલીમ પણ લીધી.

તાઈકાંડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યા બાદ અક્ષય થાઈલૅન્ડથી ભારત આવી ગયો. અહીંયા તેને માર્શ આર્ટ્સ શીખવવાનું શરૂ કર્યું. પરંતુ આગળનો રસ્તો તેના માટે એટલો સરળ નહોતો. એ સમયે આપણા દેશમાં માર્શલ આર્ટ્સ શીખવી અને વધારે કમાણી નહોતી થઇ શકતી.

એવામાં અક્ષયે પોતના માટે નોકરી શોધવાની શરૂઆત કરી દીધી. રિપોર્ટ પ્રમાણે જોઈએ તો તેને સૌથી પહેલી નોકરી કલકત્તામાં એક ટ્રાવેલ એજન્સીના ચપરાશીના રૂપમાં મળી હતી. અહીંયા તેને લગભગ દોઢ વર્ષ સુધી કામ કર્યું અને ત્યારબાદ તે સેલ્સમેન બનીને ઢાકા ચાલ્યો ગયો. પછી ત્યાંથી પરત ફરી અને દિલ્હીમાં જવેલરી ટ્રેડરના રૂપમાં કામ કર્યું અને ત્યારબાદ મુંબઈમાં માર્શ આર્ટ્સ ટીચર તરીકે કામ કરવા લાગ્યો.

અક્ષય ભલે લોકોને માર્શલ આર્ટ્સ શીખવી રહ્યો હોય, પરંતુ તેની કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું. માર્શલ આર્ટ્સ શીખવા આવતા સ્ટુડેંટ્સ અક્ષયને મોડેલિંગમાં જવાની સલાહ આપવા લાગ્યા. પરંતુ તેના માટે દમદાર પોર્ટફોલિયોની જરૂર હતી.

અક્ષયનો એક વિદ્યાર્થી જે ફોટોગ્રાફર પણ હતો તેને અક્ષયને મોડેલિંગ કરવા માટે કહ્યું. તે સ્ટુડેન્ટે એક નાની કંપની માટે મોડેલિંગ એસાઇમેન્ટ પણ આપ્યું. અક્ષયને કેમેરા સામે પોઝ આપવા માટે બે કલાકના 5000 રૂપિયા મળતા હતા.

ત્યારબાદ અક્ષય પોતાનો દમદાર પોર્ટફોલિયો બનવવા માટે ફોટોગ્રાફર જયેશ શેઠ સાથે આસીટન્ટના રૂપમાં 18 મહિના સુધી મફતમાં કામ કર્યું. જયારે પોર્ટફોલિયો તૈયાર થઇ ગયો ત્યારે અક્ષય ઓડિશન માટે એકથી બીજી જગ્યાએ જવા લાગ્યો.

એજ સમયે અક્ષયે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ ફિલ્મોમાં કામ કર્યું, થોડા જ સમયમાં તેને સારું જીવન જીવવા માટે પૂરતા પૈસા પણ મળવા લાગ્યા. જો કે એ સમયે પણ અક્ષય નહોતો જાણતો કે ભગવાને તેના નસીબમાં કંઈક બીજું જ લખ્યું છે.

એકવાર અક્ષય મોડેલિંગ અસાઇમેન્ટ માટે બેંગ્લોર જઈ રહ્યો હતો. પરંતુ કિસ્મતથી તેની ફલાઇટ છૂટી ગઈ. જેનાથી અક્ષય ખુબ જ નિરાશ થયો. તે પોતાનો પોર્ટફોલિયો લઈને ફિલ્મ સ્ટુડિયોનો રાઉન્ડ લગાવવા માટે નીકળી ગયો. ત્યાંજ અક્ષયની મુલાકાત એક સ્ટુડિયોમાં પ્રોડ્યુસર પ્રમોદ ચક્રવર્તી સાથે થઇ. તેમને અક્ષયને ફિલ્મ “દીદાર”માટે સાઈન કરી લીધો.

આ ફિલ્મ 1992માં રિલીઝ થઇ અને આ ફિલ્મ દ્વારા જ અક્ષયના આગળના રસ્તાઓ પણ ખુલી ગયા. જોકે આના પહેલા અક્ષયે પોતાની ડેબ્યુ ફિલ્મ સોગંધ(1991)માં કામ કર્યુ હતું. મુખ્ય અભિનેતા તરીકે અક્ષયની આ પહેલી ફિલ્મ હતી, જે બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ રહી. ત્યારબાદ તેને ખિલાડી (1993)થી લોકો ઓળખવા લાગ્યા.

1994માં આવેલી ફિલ્મ મોહરા અક્ષય કુમારના જીવનનનો એક મોટો વળાંક સાબિત થઇ. ખાસ કરીને તેનું ગીત તું ચીજ બડી હે મસ્ત મસ્ત.. દ્વારા વધારે પ્રસિદ્ધિ મળી. અક્ષયે પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “મારા જીવનમાં ત્રણ વસ્તુઓની ખાસ ભૂમિકા છે. “ખિલાડી” ફિલ્મ, “તું ચીજ બડી હે મસ્ત મસ્ત” અને “ચુરાકે દિલ મેરા”. આ ત્રણેય વસ્તુઓએ મારા કેરિયરને બનાવ્યું છે.

1995થી 1999 વચ્ચેનો સમય અક્ષય માટે થોડો કમજોર રહ્યો. આ સમયમાં તેની 20 ફિલ્મોમાં ફક્ત “સબસે બડા ખેલાડી, ખિલાડીઓ કા ખિલાડી, જાનવર અને ઇન્ટરનૅશન ખેલાડી: જ સૌથી સફળ રહી. પરંતુ 1997માં “દિલ તો પાગલ હે”માં કરવામાં આવેલો કેમિયો જરૂર યાદગાર રહ્યો.

2000 થી 2008 સુધી અક્ષયનું કેરિયર ખુબ જ સારું ચાલ્યું, આ દરમિયાન અક્ષયે એક નવી જોનર કોમેડીને પકડી અને “હેરાફેરી, આવારા પાગલ દીવાના, મુજસે શાદી કરોગી, ગરમ મસાલા, ભાગમ ભાગ અને નમસ્તે લંડન” જેવી ફિલ્મો દ્વારા દર્શકોને ખુબ હસાવ્યા.

ત્યારબાદ ચાર વર્ષ એટલે કે 2012 સુધી “ચાંદની ચોક ટુ ચાઈના, 8×10 તસ્વીર, કમબખ્ત ઇશ્ક” જેવી ફિલ્મો સતત ફ્લોપ રહી. જો કે આ બધા વચ્ચે “હાઉસફુલ (1 અને 2), દેશી બોયસ અને “રાઉડી રાઠોડ” જેવી ફિલ્મો કેરિયરને સહારો આપતી રહી.

પછી 2013માં “સ્પેશ્યલ 26” કર્યા બાદથી અત્યાર સુધી “હોલીડે, બેબી, ગબ્બર ઇસ બેક, ઍરલિફ્ટ, ટોયલેટ:એક પ્રેમકથા, પેડમેન, ગોલ્ડ, મિશન મંગલ, કેસરી અને ગુડ ન્યુઝ જેવી બોલકબસ્ટર ફિલ્મો આપી.”

Uma Thakor

disabled