જો અક્ષય કુમારથી ન થતી આ એક ભૂલ, તો આજે રવીના ટંડન હોતી તેની પત્ની - Chel Chabilo Gujrati

જો અક્ષય કુમારથી ન થતી આ એક ભૂલ, તો આજે રવીના ટંડન હોતી તેની પત્ની

બોલીવુડના ખિલાડી એવા અક્ષય કુમાર આજે પત્ની ટ્વીન્કલ ખન્ના સાથે સુખી જીવન વિતાવી રહ્યા છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે અક્ષય અને રવીના ટંડનની પ્રેમ કહાનીની ચર્ચાઓ ચારે તરફ થતી હતી. બંન્નેએ એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું  છે, આ દરમિયાન જ બંન્ને વચ્ચે પ્રેમ થયો હતો.

તે સમયમાં રીલ લાઈફની સાથે સાથે રિયલ લાઈફમાં પણ આ જોડીને દર્શકો પસંદ કરવા લાગ્યા હતા. બંન્નેની સગાઈ પણ થઇ ગઈ હતી અને લગ્નનો અમુક જ સમય બાકી હતો કે અક્ષય કુમાર આ એક ભૂલ કરી બેઠા અને રવીના હંમેશા માટે દૂર થઇ ગઈ.

જો કે બંન્નેએ એકસાથે ઘણી ફિલ્મ કરી હતી પણ ફિલ્મ મોહરા દ્વારા બંન્ને રાતોરાત સુપરહિટ સાબિત થઇ ગયા. મોહરાનું રોમેન્ટિક ગીત ટીપ ટીપ બરસા પાનીમાં બંન્નેનો રોમાન્સ દર્શકોને ખુબ પસંદ આવ્યો હતો.

માનવામાં આવ્યું હતું કે બંન્નેએ એક મંદિરમાં ચુપચાપ સગાઈ પણ કરી લીધી હતી. બન્નેઓ પ્રેમ દિવસે ને દિવસે ઊંડો થતો જતો હતો. અક્ષયને લગ્ન પછી રવીનાને ફિલ્મોમાં કામ કરવાનું બિલકુલ પણ પસંદ ન હતું માટે રવિનાએ ફિલ્મોમાં કામ ન કરવાનો પણ નિર્ણય લઇ લીધો હતો. એવામાં અક્ષયના જીવનમાં અભિનેત્રી રેખાની એન્ટ્રી થઇ કે રવીના-અક્ષય અલગ થઇ ગયા.

ફિલ્મ ખિલાડીઓકા ખિલાડી માં રેખાનો પણ ખાસ કિરદાર હતો એવામાં તે સમયે બંનેના અફેરની ચર્ચાઓ પણ થઇ હતી. જ્યાં એક તરફ રવીના અક્ષય કુમાર માટે ફિલ્મોમા કામ કરવાનું છોડવા માટે તૈયાર જ્યારે બીજી તરફ લગાતાર અક્ષયની રેખા તરફ નજીકતા વધવા લાગી.

આ ફિલ્મ રિલીઝ પછી અક્ષય અને રેખાને એકસાથે પાર્ટીમાં પણ જોવામાં આવ્યા હતા જે રવીનાને બિલકુલ પણ પસંદ આવ્યું ન હતું,પાર્ટીની આ રાત અક્ષય-રવીનાની  છેલ્લી રાત હતી જેના પછી બંનેએ સંબંધ જ તોડી નાખ્યો. એવામાં લોકોનું માનવું હતું કે જો તે સમયે અક્ષયે આ ભૂલ ન કરી હોત તો આજે રવીના ટંડન અક્ષય કુમારની પત્ની હોત.

yc.naresh

disabled