દેશી અભિનેત્રીએ બીચ પર કરાવ્યું ધમાકેદાર ફોટોશૂટ, તસવીર જોઈ ચાહકોએ ઉડ્યા હોશ
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની કવીન અક્ષરા સિંહ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહી છે. અભિનેત્રી અવાર નવાર પોતાની પર્સનલ જીવનની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે. અક્ષરા તેના ચાહકો સાથે પણ જોડાયેલી રહે છે જેના માટે તે પોતાની તસવીરો શેર કરતી રહે છે.
અક્ષરા હાલમાં જ એક રિસોર્ટ પહોંચી હતી જ્યાંથી તેણે સોશિયલ મીડિયા પર તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી હતી. આ તસવીરો અક્ષરા સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે સફેદ પેટર્નવાળી બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. આ બ્લેક ડ્રેસમાં અક્ષરા સિંહ સુંદર લાગી રહી છે. તેની તસવીરો પર ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
તસવીરમાં અક્ષરા હાથમાં સનગ્લાસ સાથે કેમેરા માટે પોઝ આપતી જોવા મળી રહી છે. તેમજ ચાહકો કમેન્ટ સેક્શનમાં તેના લુકના વખાણ કરી રહ્યા છે. તસવીરો શેર કરતા અક્ષરાએ લખ્યું કે – તે બીચ પર છે, પરંતુ તે નથી જાણતી કે કેવી રીતે અને શું થઈ રહ્યું છે.
અક્ષરાએ બીચ પર મસ્તી કરતી તસવીરો શેર કરી છે. તેની તસવીરો પરથી ચાહકોની નજર હટાવી મુશ્કેલ બની ગઈ છે. કોમેન્ટ બોક્સમાં એક યુઝરે લખ્યું – ખૂબ જ સુંદર. તેમજ એક યુઝરે લખ્યું – ગોવા વાળા બીચ પર. અક્ષરા સિંહ થોડા સમય પહેલા બિગબોસ ઓટીટીમાં જોવા મળી હતી. જ્યાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ શોથી બાદ અક્ષરા ખુબ ફેમસ થઇ હતી અને તેને ઘણું કામ મળી રહ્યું છે.
તાજેતરમાં જ અક્ષરાએ તેના ઘણા મ્યુઝિક વીડિયો રિલીઝ કર્યા છે. જે ઈન્ટરનેટ પર ખુબ ધૂમ મચાવી રહ્યા છે. ગીત રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયા હતા. એક જ દિવસમાં લાખો લોકો તેનો વીડિયો જોઈ ચુક્યા છે. અક્ષરા તેની ફિટનેસનું પણ ખુબ ધ્યાન રાખે છે. અભિનેત્રી તેના વર્કઆઉટ કરતી વખતેના વીડિયો પણ શેર કરતી રહે છે. અક્ષરાને થોડા સમય પહેલા ‘બેસ્ટ સિંગિંગ સેન્સેશન ઓફ ધ યરનો’ ખિતાબ મળ્યો હતો.
View this post on Instagram