11 વર્ષની થઇ એશ્વર્યા-અભિષેકની લાડલી આરાધ્યા, મમ્મી એશ્વર્યાએ દીકરીને કરી દીધી લિપ પર કિસ, હોબાળો મચી ગયો જુઓ - Chel Chabilo Gujrati

11 વર્ષની થઇ એશ્વર્યા-અભિષેકની લાડલી આરાધ્યા, મમ્મી એશ્વર્યાએ દીકરીને કરી દીધી લિપ પર કિસ, હોબાળો મચી ગયો જુઓ

વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચન જેની ખૂબસુરતીની તો પૂરી દુનિયા દીવાની છે. આજકાલ એશ્વર્યા તેના કામથી વધારે તેના અંગત જીવનને લઇને ચર્ચામાં રહે છે. જણાવી દઇએ કે, એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને એકબીજાને ડેટ કર્યા બાદ એપ્રિલ 2007માં લગ્ન કર્યા હતા. કપલે 16 નવેમ્બર 2011ના રોજ તેમની દીકરી આરાધ્યા બચ્ચનનું આ દુનિયામાં સ્વાગત કર્યુ હતુ. એશ્વર્યા અને આરાધ્યા વચ્ચે એકદમ જબરદસ્ત બોન્ડિંગ છે અને તે ઘણીવાર જોવા મળે છે.

ફિલ્મ પોન્નિયિન સેલવનના શુટિંગ અને પ્રમોશન દરમિયાન પણ આરાધ્યા તેની માતા સાથે જોવા મળી હતી. આરાધ્યા બચ્ચન આજે એટલે કે 16 નવેમ્બરે તેનો 11મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ત્યારે આ અવસર પર ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેની પુત્રી પર પ્રેમ વરસાવ્યો છે. અભિનેત્રીએ આરાધ્યા સાથે લિપ કિસ કરતી તસવીર શેર કરી છે.

આ તસવીર શેર કરતાં ઐશ્વર્યાએ લખ્યું, ‘મારા પ્રેમ, મારી જિંદગી, હું તને ખૂબ પ્રેમ કરું છું… મારી આરાધ્યા.’ ઐશ્વર્યા રાયની આ પોસ્ટથી વિવાદ શરૂ થઇ ગયો છે અને તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે બાળકોને હોઠ પર ચુંબન કરવું એ આપણી સંસ્કૃતિનો ભાગ નથી, તો કેટલાકનું કહેવું છે કે આવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર ન કરવી જોઈએ.

એક યુઝરે લખ્યું, ‘મા-દીકરીનું હોઠ પર ચુંબન કરવું બિલકુલ યોગ્ય નથી’, જ્યારે બીજાએ લખ્યું, ‘બાળકના હોઠ પર ચુંબન કરવું ખૂબ જ વિચિત્ર છે.’ ત્યાં બીજાએ લખ્યું, ‘તમે આ રીતે પ્રેમ કરો છો તે ઠીક છે, પરંતુ આવી તસવીર શેર ન કરવી જોઈએ.’ ઐશ્વર્યા રાયના ચાહકો તેને સમર્થન આપી રહ્યા છે અને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું,

‘મને તે લોકો માટે ખૂબ જ ખરાબ લાગે છે જેઓ આ પોસ્ટ પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. એકવાર કોમેન્ટ કરતા પહેલા એ પણ યાદ રાખજો કે તમારી પણ મા અને બહેન છે. ત્યાં બીજાએ લખ્યું, ‘મા-દીકરીના સંબંધોને જજ કરવાનું બંધ કરો. તે માત્ર એક કિસ છે, જેનો અર્થ પ્રેમ થાય છે.’ ત્યારે હવે જોવાનું એ રહેશે કે અભિનેત્રી આના પર કેવી પ્રતિક્રિયા આપે છે.

Live 247 Media

disabled