સુંદરતા મામલે બોલીવુડની એક્ટ્રેસો પણ પાણી ભરે છે ઐશ્વર્યા રાયની ભાભી પાસે, જુઓ તસ્વીર એક ક્લિકે - Chel Chabilo Gujrati

સુંદરતા મામલે બોલીવુડની એક્ટ્રેસો પણ પાણી ભરે છે ઐશ્વર્યા રાયની ભાભી પાસે, જુઓ તસ્વીર એક ક્લિકે

એશ્વર્યા રાય કરતાં પણ ઘણી બ્યુટીફૂલ સુંદર છે તેમની ભાભી, જુઓ તસ્વીરો

દુનિયાભરમાં ઐશ્વર્યા રાય બચ્ચનના કરોડો ફેન્સ છે. ઐશ્વર્યા રાયની સુંદરતાની દુનિયા દિવાની છે. ઐશ્વર્યા આજે જે મુકામ પર છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ઐશ્વર્યા બોલિવૂડમાં અત્યાર સુધી લગભગ 50થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ઐશ્વર્યાના લગ્ન જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન સાથે થયા હતા.

પરંતુ બહુ ઓછા લોકો ઐશ્વર્યા રાયની ફેમિલી વિશે જાણતા હશે. ઐશ્વર્યાના ફેમિલીમાં તેના માતાપિતા સિવાય તેના ભાઈ-ભાભી પણ છે. ઐશ્વર્યાના ભાઈનું નામ આદિત્ય રાય છે. આદિત્ય મરચેન્ટ નેવીમાં એન્જીનીયર તરીકે કામ કરે છે. તેના સિવાય તે ફિલ્મ ‘દિલ કા રિશ્તા’ના પ્રોડ્યૂસર પણ રહી ચૂક્યા છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ઐશ્વર્યા રાય જ હતી.

ઐશ્વર્યાના ભાઈ આદિત્યએ શ્રીમા રાય સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે આદિત્યની પત્ની શ્રીમા એટલી ખૂબસૂરત છે કે તેના પરથી નજર જ ના હટે. કોઈ લોકો તો શ્રીમાની તુલના ઐશ્વર્યા સાથે કરવા લાગ્યા છે અને તેને ઐશ્વર્યાથી વધારે સુંદર તેની ભાભી શ્રીમા લાગે છે.

શ્રીમા રાય લગ્ન પહેલા મોડેલ રહી ચુકી છે. દિલચસ્પ વાત તો એ છે કે, શ્રીમા 2009માં ‘મિસિસ ઇન્ડિયા’માં ફર્સ્ટ રનર અપ રહી ચુકી છે. શ્રીમા મેંગ્લોરિયન છે. તેનો પરિવાર અમેરિકામાં રહે છે. આદિત્ય તથા શ્રીમાને બે દીકરાઓ છે. શ્રીમા લાઈમ-લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

એક રિપોર્ટ અનુસાર, શ્રીમાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું ઐશ્વર્યાને એક સુપરસ્ટાર તરીકે નહીં પરંતુ તેને એક નણંદના રૂપમાં જ જોઉ છું. અમે અમારા કામની વાત કયારે પણ નથી કરતા.

ઐશ્વર્યા અને શ્રીમા મોડેલિંગ અને રૈપના અનુભવને ટિપ્સ એકબીજા સાથે શેર કરતા રહે છે. જણાવી દઈએ કે,શ્રીમા અને આદિત્યને 2 પુત્રો છે. ઐશ્વર્યાની ભાભી માટે વાત કરીએ તો શ્રીમા ખૂબ જ સુંદર છે લોકો એને ‘True Indian beauty’કહે છે

શ્રીમા લાઇમલાઇટથી દૂર રહે છે, પરંતુ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. શ્રીમાનું સોશિયલ મીડિયા જોવામાં આવે તો તે ખુબસુરત તસ્વીરોથી ભરેલું છે.

જણાવી દઇએ કે શ્રીમા એક હાઉસવાઇફ છે અને પરિવારનું ધ્યાન રાખે છે. હાઉસવાઇફની સાથે સાથે સાઇડમાં તે ફેશન બ્લોગિંગનું પણ કામ કરે છે.શ્રીમા ઘર અને તેના કામ વચ્ચે સારું એવું બેલેન્સ રાખે છે. શ્રીમા દેખાવમાં કોઈ મોડેલ અથવા હીરોઇનથી ઓછી નથી.

divyansh

disabled